નીતા લીંબાચિયા, અમદાવાદઃ
15 જૂન 2023:
GCCIએ તેના સંલગ્ન સંગઠનો સાથે 1લી જૂનથી 14મી જૂન, 2023 દરમિયાન ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના સહયોગથી અને વિશાખા ગ્રુપ દ્વારા પ્રાયોજિત વિશ્વ રક્તદાતા દિવસની ઉજવણી માટે મેગા રક્તદાન શિબિરનું આયોજન કર્યું હતું. વિવિધ સ્થળોએ યોજાયેલા કેમ્પ દરમિયાન જીસીસીઆઈના સંલગ્ન એસોસિએશનના સભ્યો તેમજ લોકો દ્વારા ટોટલ 1154 યુનિટ રક્તનું દાન કરવામાં આવ્યું હતું.

વિશ્વ રક્તદાતા દિવસ નિમિત્તે આ સફળ રક્તદાન શિબિર દ્વારા સમાજમાં તેમના અમૂલ્ય યોગદાન બદલ ભાગ લેનાર તમામ એસોસિએશનોને સન્માનિત કરવામાં આવ્યા હતા.

જીસીસીઆઈના પ્રમુખ શ્રી પથિક પટવારીએ તેમના સ્વાગત પ્રવચનમાં શિબિરને મળેલા ઉત્કૃષ્ટ પ્રતિસાદનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે લગભગ 40% રક્તદાતાઓ વધ્યા છે. તેમણે તમામ દાતાઓના ઉત્સાહની પણ પ્રશંસા કરી હતી. વધુમાં તેમણે જણાવ્યું હતું કે તેઓ ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીના સહયોગથી ઔદ્યોગિક વિસ્તારમાં હેલ્થ ચેકઅપ કેમ્પનું પણ આયોજન કરશે જ્યાં રાહત દરે આરોગ્ય તપાસ કરવામાં આવશે.

આ પ્રસંગે, શ્રી વિરલ જોશી,કો-ઓર્ડીનેટર ,ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીએ માહિતી આપી હતી કે બ્લડ બેંક ટૂંક સમયમાં સંપૂર્ણ રીતે ડિજિટલાઈઝ થઈ અને નવી ટેકનોલોજી લાવી રહ્યા છે જે રક્તદાનના પ્રયાસોને વધુ વેગ આપશે. તેમણે વધુમાં લોકો માટે ખાસ કરીને થેલેસેમિયાથી પીડિત બાળકો માટે રક્તદાનના મહત્વ પર ભાર મૂક્યો હતો.
વિવિધ એસોસિએશનો દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં તેમના સારા અનુભવો જણાવ્યા હતા અને ખાતરી આપી હતી કે તેઓ ભવિષ્યમાં પણ આવા કેમ્પના આયોજનમાં GCCI સાથે જોડાશે.
#bharatmirror #bharatmirror21 #news #gcci #blooddonationcamp #ahmedabad
