નીતા લીંબાચિયા, અમદાવાદઃ
14 જૂન 2023:
ગુજરાત સરકાર દ્વારા ગુજરાત રાજ્યના ઉદ્યોગમંત્રીશ્રી બળવંતસિંહજી રાજપૂતે,શ્રી એસ.જે. હૈદર, IAS,અધિક મુખ્ય સચિવશ્રી, ઉદ્યોગ અને ખાણ વિભાગ GCCIના હોદ્દેદારો, રીજીઅનલ ચેમ્બર્સના સભ્યો, સ્થાનિક વ્યાપાર-ઉદ્યોગ એસોસિએશન્સના સભ્યો તેમજ તમામ DIC ની ઓફિસ સાથે સંભવિત બીપરજોય વાવાઝોડા અંગે તૈયારીઓ તેમજ સલામતી અંગે તકેદારીના પગલાં લેવા બાબતે એક ખાસ મિટિંગ કરવામાં આવી હતી.
મિટિંગ દરમિયાન ગુજરાત રાજ્યના ઉદ્યોગમંત્રીશ્રી દ્વારા ઉદ્યોગો માટે આ આપત્તિ સમયે ખાસ દરેક DIC ઓફિસમાં શરૂ કરવામાં આવેલ સ્પેશ્યિલ કંટ્રોલ રૂમ વિશે માહિતી પુરી પાડવામાં આવી હતી. વ્યાપાર ઉદ્યોગ માટે આપત્તિ સમયે મદદરૂપ થવા આવા કંટ્રોલ રૂમ નું આયોજન પ્રથમ વખત થઇ રહ્યું છે અને આ પહેલને GCCIના પ્રમુખશ્રી પથિકભાઈ પટવારી તથા CII, ASSOCHAM તેમજ લઘુ ઉદ્યોગ ભારતીના પ્રતિનિધિઓએ બિરદાવી હતી.
આ મિટિંગમાં GCCI ના પ્રમુખશ્રી પથિકભાઈ પટવારીએ આપત્તિ દરમિયાન જરૂર પડેતો ગુજરાતના વેપાર – ઉદ્યોગો વતી સંલગ્ન એસોસિએશનો અને રિજનલ ચેમ્બરોને સાથે રાખીને રાહત નિમિત્તે પાંચ લાખ ફૂડ પેકેટ તેમજ પચાસ હજાર થી એક લાખ મેડિકલ/ ઈમરજન્સી કીટના વિતરણની તૈયારી બતાવી હતી. વધુમાં GCCI દ્વારા તેઓ સાથે સંલગ્ન તમામ રિજનલ ચેમ્બર્સને વિનંતી કરવામાં આવી હતી કે તેઓ પોતાના સભ્યો પાસે જે.સી.બી. તેમજ ક્રેઈનની જે પણ વ્યવસ્થા ઉપલબ્ધ હોય તેની નોંધ લઇ રાખે જેથી જરૂર પડે જરૂરી મદદ સરકારશ્રીને પૂરી પાડી શકાય.
આ ઉપરાંત GCCI એ તેના રીજીઓનલ ચેમ્બર્સ તેમજ સંલગ્ન એસોસિએશન્સ સાથે એક વર્ચુઅલ મિટિંગ નું આયોજન કર્યું હતું .જેમાં ઉપરોક્ત બીપરજોય વાવાઝોડાને ધ્યાનમાં રાખી સાવચેતીના પગલાં અંગેની ચર્ચા કરવામાં આવી હતી.GCCI તરફથી તમામ રિજનલ ચેમ્બરો અને સભ્યોને સંભવિત બીપરજોય વાવાઝોડામાં તકેદારીના પગલાં અંગેની માર્ગદર્શિકા આપવામાં આવી હતી .GCCI તેના રીજીઅનલ ચેમ્બર્સના વાવાઝોડા થી પ્રભાવિત જે પણ વિસ્તાર હશે ત્યાં ચેમ્બર દ્વારા તમામ જરૂરી સહાય પુરી પાડવા કટિબદ્ધ છે તેવી ખાત્રી આપી હતી. GCCI એ આ સમયગાળા દરમિયાન થયેલા નુકસાન માટે વીમા કંપનીઓ પાસે તેમના દાવાની નોંધણી કરવા માટે સભ્યોને મદદ કરવા વીમા હેલ્પલાઇન પણ શરૂ કરી છે.
#bharatmirror #bharatmirror21 #news #gcci #beeperjoystorm #ahmedabad