મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના પુત્ર અનુજકુમારના સારા સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ માટે અમદાવાદ શહેર સહિત રાજયભરમાં વિશેષ પ્રકારે હોમ-હવન, પૂજા-યજ્ઞ અને પ્રાર્થનાઓનો દોર ચાલી રહ્યાે છે
મંદિરના મેનેજીંગ ટ્રસ્ટી શ્રી કમલેશભાઇ બ્રહમભટ્ટના સીધા માર્ગદર્શન હેઠળ મુખ્યમંત્રીના પુત્ર અનુજકુમારના સારા સ્વાસ્થ્યની પ્રાર્થના સાથે વિશેષ પ્રકારે સુંદરકાંડના વિશેષ પાઠનું આયોજન કરાયુ
અમદાવાદ,તા.4
રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના સુપુત્ર અનુજકુમારની નાદુરસ્ત તબિયતને લઇ અમદાવાદ શહેર સહિત રાજયભરમાં હોમ-હવન, વિશેષ પૂજા-યજ્ઞા અને પ્રાર્થનાઓનો દોર શરૂ થયો છે ત્યારે શહેરના મેમનગર વિસ્તારમાં સુભાષચોક ખાતેના સુપ્રસિધ્ધ ભીડભંજન હનુમાનજી મંદિર ખાતે પણ અનુજકુમારનું સ્વાસ્થ્ય જલ્દી સારૂ થઇ જાય અને તેમને ભીડભંજન હનુમાનજી દાદા દીર્ઘાયુ અર્પે તેવા ઉમદા હેતુસર સુંદરકાંડના વિશેષ પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીના સારા સ્વાસ્થ્યની કામના સાથે ભાજપ ઉપરાંત, વિવિધ સંસ્થાઓ અને સ્થાનિક આગેવાનો અને કાર્યકરો દ્વારા પણ આવા હોમ-હવન, પૂજા-યજ્ઞનું આયોજન ચાલી રહ્યું છે.
ગુજરાતના સરળ અને સૌમ્ય પ્રકૃતિ ધરાવતા લોકલાડીલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના પુત્ર અનુજકુમારની તબિયત નાદુરસ્ત થતાં તેમને મુંબઇની હિન્દુજા હોસ્પિટલ ખાતે વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે, જયાં તબીબોએ હાલ તો તેમની તબિયત સુધારા પર હોવાનું જણાવ્યું છે. બીજીબાજુ, અમદાવાદ શહેર સહિત રાજયભરમાં મુખ્યમંત્રીના પુત્ર અનુજકુમારના સારા સ્વાસ્થ્ય અને દીર્ઘાયુની પ્રાર્થના સાથે વિશેષ પૂજા, હોમ-હવન, યજ્ઞોનો દોર ચાલી રહ્યો છે. શહેરના મેમનગર વિસ્તારમાં સુભાષ ચોક ખાતે આવેલા સુપ્રસિધ્ધ ભીડભંજન હનુમાનજી મંદિર કે જયાં ખુદ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ, તેમના પુત્ર જય શાહ, રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલથી માંડી અનેક રાજકીય હસ્તીઓ અને ધાર્મિક મહાનુભાવો સમયાંતરે વિશેષ દર્શનાર્થે પધારતા હોય છે તે ભીડભંજન હનુમાનજી મંદિર ખાતે મંદિરના મેનેજીંગ ટ્રસ્ટી શ્રી કમલેશભાઇ બ્રહ્મભટ્ટના સીધા માર્ગદર્શન હેઠળ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના પુત્ર અનુજકુમારના સારા સ્વાસ્થ્ય અને ભીડભંજન હનુમાનજી દાદા તેમને દીર્ઘાયુ પ્રદાન કરે તેવી ઉમદા ભાવના સાથે વિશેષ પ્રકારને સુંદરકાંડના પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર ધાર્મિક ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી શ્રી કમલેશભાઇ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, આપણાં રાજયના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ ગુજરાતના લોકલાડીલા મુખ્યમંત્રી છે. તેમના આગેવાની હેઠળ ગુજરાત રાજય વિકાસના શિખરો સર કરી રહ્યુ છે. તેમના સુપુત્ર અનુજકુમારની નાદુરસ્ત તબિયતને લઇ માત્ર ભાજપ જ નહી પરંતુ રાજયમાં સામાન્ય પ્રજાજનોમાં પણ એક ચિંતા અને સંવેદનાની લાગણી પ્રસરી છે. કારણ કે, સામાન્ય પ્રજાજનોને પણ મુખ્યમંત્રી માટે એટલો જ પ્રેમ અને આદર છે ત્યારે સ્વાભાવિક રીતે ગુજરાતની જનતા આ સમાચાર સાંભળી દ્રવિત થઇ છે ત્યારે આવા કપરા સમયમાં ભીડભંજન હનુમાનજી દાદા તેમના ચમત્કારિક આશીર્વાદથી અનુજકુમારનું સ્વાસ્થ્ય તાત્કાલિક સારૂ કરી દે અને તેમને દીર્ઘાયુ પ્રદાન કરે તે હેતુસર શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર ખાતે વિશેષ પ્રકારે સુંદરકાંડના પાઠનું આયોજન કરાયું. આપણે સૌ મુખ્યમંત્રીની સાથે છીએ અને તેમના પુત્રનું સ્વાસ્થ્ય જલ્દી સારૂ થઇ જાય અને ઇશ્વર તેમને દીર્ઘાયુ અર્પે એવી સતત શ્રી ભીડભંજન દાદાને પ્રાર્થના કરી રહ્યા છીએ.
શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર ધાર્મિક ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી શ્રી કમલેશભાઇ બ્રહ્મભટ્ટે વધુમાં ઉમેર્યું કે, અમદાવાદ શહેર સહિત રાજયભરમાં આ પ્રકારે મુખ્યમંત્રીના પુત્રના સારા સ્વાસ્થ્યની પ્રાર્થના સાથે વિશેષ પૂજા-યજ્ઞ, હોમ-હવન અને પ્રાર્થનાઓનો દોર ચાલી રહ્યો છે, જેમાં સ્થાનિક પ્રજાજનો પણ સ્વયંભુ જોડાઇ રહ્યા છે. જે બહુ નોંધનીય વાત કહી શકાય. #bharatmirror #bharatmirror21 #news