નીતા લીંબાચિયા, અમદાવાદઃ
09 May 2023:
કે. ડી. ફાઉન્ડેશન, સાંકળચંદ પટેલ યુનિવર્સિટી નાં સંયુક્ત ઉપક્રમે સાંકળચંદ પટેલ યુનિવર્સટી ના ૭ માં ફાઉન્ડેશન દિવસ ની ઉજવણીના ભાગ રૂપે નૂતન વિદ્યાલય વિસનગર થી સાંકળચંદ પટેલ યુનિવર્સિટી સુધી પગપાળા રેલી યોજી અને અંગદાન , સ્વચ્છતા , વ્યશન મુક્તિ , કુરિવાજ અને સ્વાસ્થ્ય અંગેની વિશેષ જાગૃતિ માટે ની વિશાળ રેલી કાઢવામાં આવી.
આ વોકાથોન નું પ્રસ્થાન કે. ડી. હોસ્પિટલના સી.ઓ.ઓ. ડૉ. પાર્થ દેસાઈ, સાંકળચંદ પટેલ યુનિવર્સિટી ના પ્રમુખ શ્રી પ્રકાશ ભાઈ પટેલ દ્વારા રેલીનું પ્રસ્થાન કરવામાં આવ્યું. જેમાં ૮૦૦ થી વધારે લોકોએ લાભ લીધો.
શ્રી દિલીપભાઈ દેશમુખ દાદા દ્વારા ઓર્ગન ડોનેશન વિશેની માહિતી આપતા ની સાથે સાથે જીવનની સલામતી અને સ્વાસ્થ્ય ની કાળજી જાળવવા માટે પણ સંદેશ આપ્યો. ઓર્ગન કેવી રીતે ડોનેશન કરવું એની વિશેષ માહિતી આપી. અને એમને પોતાના માટે તો સૌ જીવે છે પણ અન્ય માટે ઘણા પરિવાર ના નવા જીવન આપવા માટે જીવવાની વિનંતિ કરી.
ડૉ.કમલ ગોપલાની (નેફ્રોલોજિસ્ટ , કે.ડી. હૉસ્પિટલ) એમને ટ્રાન્સપ્લાન્ટ વિશેની માહિતી આપી. અને દરેક લોકોને કિડની ખરાબ નાં થાય એના માટે લેવામાં આવતી ખાતરી વિશે વિશેષ માં માહિતગાર કર્યા.
ડૉ.પાર્થ દેસાઈ દ્વારા આ ફાઉન્ડેશન દિવસની શુભકામના પાઠવી અને આ ઓર્ગન ડોનેશન અને વ્યશન મુક્તિના આ ભગીરથ કાર્ય બિરદાવ્યું અને ખુશી ની લાગણી વ્યક્ત કરી. કે. ડી. હૉસ્પિટલ ની વાત કરતા ખૂબ આનંદ સાથે ૪ લાખ થી વધારે લોકો સુધી પહોંચી શક્યા એની વાત કરી. સાથે સાથે કે.ડી. ફાઉન્ડેશન વિશેની માહિતી આપી. અને સેવા કાર્ય વિશે પણ વિશેષ માં માહિતી આપી.
અંગદાન જાગૃતિ વિશે કે.ડી. હૉસ્પિટલ ની શરૂવાત દર્દી સાથે વાત કરીને શરૂ કરવામાં આવી હતી. જે આજે અમે અમદાવાદ થી લઈને પૂરા ગુજરાત માં આ અંગદાન ની જાગૃતિ માટે નું કાર્ય કરવા માટે તત્પર છીએ. અને અમે વધારે અને વધારે લોકો સાથે અંગદાન ની જાગૃતિ વિશે માહિતી પહોંચાડીશું. સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના તમામ કાર્ય ને બિરદાવી અને અભિનંદન પાઠવ્યા અને દિલ થી આભાર વ્યક્ત કર્યો.
શ્રી નિખિલ ભાઈ વ્યાસ દ્વારા કેહવામાં આવ્યું કે આપડે માં ભારતી ના સંતાન છીએ તો આપડે આપડા જીવનમાં એક પ્રતિજ્ઞા લઈશું. ઓર્ગન ડોનેશન માટે પ્લેજ લેવડાવ્યા. અને લગભગ ૭૦૦ જેટલા લોકોને પ્લેજ લીધા. જીવતા રક્તદાન અને જતા જતા અંગદાન આ સૂત્રને સાર્થક કરીશ.
શ્રી પ્રકાશભાઈ પટેલ દ્વારા સાંકળચંદ પટેલ યુનિવર્સિટી ના આવનાર ભવિષ્યના વિઝન વિશે માહિતી આપતા જણાવ્યું કે અમે ઇનોવેશન અને રિસર્ચ ક્ષેત્રે ઉતરોતર વધુ પ્રયત્નો કરીશું.
શ્રી તુષાર શુક્લા દ્વારા શ્રી સાંકનચંદ પટેલ ના જીવન પર્યતની વાત કરી. અને એમના જીવન ચરિત્રની વાત કરી. એમના વક્તવ્ય માં ગુજરાતી ભાષા અને ગુજરાતના ગૌરવની વાત કરતા એક વિનંતી કરી કે આપડી હસ્તાક્ષર પણ હવે પછી ગુજરાતી ભાષામાં કરીએ જેથી આપડા ગુજરાત ની ગુજરાતી ની ગૌરવ જળવાય રહે. જગતને અનેક પ્રકારની પીડાઓ છે. અને એ અનેક પીડામાંથી અમુક પીડા એ આ અંગદાન ની પણ છે. અંગદાન એ પરિવાર ની સમત્તી નહિ પણ ડોનર ની ઈચ્છાને માન રાખીને સરકાર પણ આ દિશા તરફ યોગ્ય દિશા અને નિર્ણય કે એવી અભિવ્યક્તિ કરી.
શ્રી કેયુર પટેલ રજીસ્ટ્રાર દ્વારા આ સમગ્ર કાર્યક્રમ સાથે જોડાયેલ દરેક નો આભાર વ્યક્ત કર્યો. કે.ડી ફાઉન્ડેશન નો પણ દિલથી આભાર વ્યક્ત કર્યો.યુનિવર્સિટીના વિકાસ માટે સારો સંકલ્પ ને સાકાર કરીએ.