નીતા લીંબાચિયા, અમદાવાદઃ
18 May 2023:
ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (GCCI) એ ભારતમાં ઈસ્ટોનિયાના રાજદૂત મહામહિમ સુશ્રી કેટરીન કિવી અને તેમની ટીમ સાથે એક બેઠક યોજી હતી. સુશ્રી કેટરીન કિવીની સાથે ઈસ્ટોનિયાના એમ્બેસીના ડેપ્યુટી હેડ ઓફ મિશન શ્રી માર્ગસ સોલન્સન અને એન્ટરપ્રાઇઝ ઈસ્ટોનિયા વેપાર અને રોકાણ સલાહકાર શ્રી વિનોદ બસલિયાલ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકનો ઉદ્દેશ દ્વિપક્ષીય સંબંધોને પ્રોત્સાહન આપવાનો અને ઈસ્ટોનિયા અને ગુજરાત વચ્ચે સંભવિત વેપાર અને રોકાણની તકો શોધવાનો હતો. GCCIના સભ્યોએ ઈસ્ટોનિયા સાથેના આંતરરાષ્ટ્રીય વેપાર માટે વિવિધ વ્યાપારિક સહયોગ માટેની તકોની જાણકારી મિટિંગ દરમ્યાન મેળવી હતી.

બેઠક દરમિયાન રાજદૂત સુશ્રી કેટરિન કિવીએ ઈસ્ટોનિયાની સમૃદ્ધ અર્થવ્યવસ્થા અંગે જણાવ્યું અને ભારતીય વ્યવસાયો સાથે પરસ્પર લાભદાયી વેપાર સંબંધોને ઉત્તેજન આપવા માટેની તકો વિષે જણાવ્યું. ઈસ્ટોનિયા તેની ડિજિટલ એડવાન્સમેન્ટ્સ માટે પ્રખ્યાત છે તેમજ એક આકર્ષક વ્યવસાયિક વાતાવરણ અને અદ્યતન તકનીકી કુશળતા પ્રદાન કરે છે જે ભારતીય સાહસોની જરૂરિયાતો અને આકાંક્ષાઓને પૂરક બની શકે છે.

GCCIના પ્રમુખ શ્રી પથિક પટવારીએ સ્ટાર્ટ-અપ્સ, આઈટી અને આઈટી-સક્ષમ સેવાઓમાં GCCI ના સભ્યો માટે વેપાર ઉદ્યોગોની તકો માટે રસ દાખવ્યો હતો અને આ મિટિંગમાં ટેકનોલોજી, ઈ-ગવર્નન્સ, સાયબર સુરક્ષા, લોજિસ્ટિક્સ અને રિન્યુએબલ એનર્જી જેવા સહકારના સંભવિત ક્ષેત્રો પર ચર્ચા કરવામાં આવી હતી.

GCCI ના માનદ્દમંત્રી શ્રી અનિલ જૈને ઈસ્ટોનિયાના ડેલિગેશનને GCCIની વિવિધ કમિટીઓ અને ટાસ્ક ફોર્સ વિશે માહિતી આપી હતી. તેમણે GCCI ના વિઝન અને મિશનનો પણ ઉલ્લેખ કર્યો.
શ્રી માર્ગુસ સોલન્સન દ્વારા કરવેરા પ્રણાલી, કોર્પોરેટ કાયદાઓ, ઈસ્ટોનિયામા લગભગ શૂન્ય અમલદારશાહી, ઈસ્ટોનિયાના ભૌગોલિક-વ્યૂહાત્મક સ્થાનના ફાયદા અને વ્યવસાયના સેટઅપ માટે ઈસ્ટોનિયાના જીવન નિર્વાહ માટે તુલનાત્મક રીતે ઓછી કિંમત વિશે સમજાવ્યું, જે GCCIના સભ્યોને ઈસ્ટોનિયા સાથે વેપાર અને રોકાણની તકો શોધવામાં મદદ કરશે.
GCCIના પ્રમુખશ્રીએ ડેલિગેશનને ગુજરાતમાં બિઝનેસ પ્રતિનિધિમંડળ લાવવા આમંત્રણ આપ્યું અને શ્રી સોલન્સને ઈસ્ટોનિયામાં તકો અને ઈ-રેસીડેન્સી સ્કીમ માટે GCCI ના તમામ સભ્યો સાથે વર્ચ્યુઅલ મીટિંગ માટે વિનંતી કરી.
#bharatmirror #bharatmirror21 #news #gcci #internationaltradewithestonia #ahmedabad
