નીતા લીંબાચિયા, અમદાવાદઃ
19 May 2023:
અમદાવાદ, 18 મે, 2023 : રાષ્ટ્રિય સ્વયંસેવક સંઘનું અનુષાંગિક સંગઠન ‘ગંગા સમગ્ર’ની રાષ્ટ્રીય પ્રાંતિય કારોબારી બેઠક 19મીએ ગુજરાતના ગાંધીનગરમાં યોજશે. સંઘની સહાયક સંસ્થા ગંગા સમગ્ર 2015થી દેશની તમામ નદીઓ, નાળાઓ, તળાવો અને કુવાઓના સંરક્ષણના કાર્યમાં વ્યસ્ત છે. આ વર્ષે ગંગા સમગ્ર-2023ની પ્રાંતીય કારોબારી બેઠક 19મીએ ગુજરાતના ગાંધીનગરમાં યોજાવા જઈ રહી છે.

આ કારોબારીમાં સંઘના વરિષ્ઠ પ્રચારક અને ગંગા સમગ્રના રાષ્ટ્રીય સંગઠન મંત્રી રામઆશિષ જી, રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી અમરેન્દ્ર સિંહ જી, રાષ્ટ્રીય મહાસચિવ આશિષ ગૌતમ જી, ગુજરાત પ્રાંતના સંયોજક અરુણ સિંહ રાજપૂત જી અને સંયોજકો, પ્રમુખો, સંગઠનના સભ્યો ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત ભારતના તમામ પ્રાંતોના મંત્રીઓ ઉપસ્થિત રહેશે.

આ કારોબારીના ઉદ્ધાટન સત્રમાં ગુજરાત ભાજપના મહામંત્રી રત્નાકરજી ખાસ ઉપસ્થિત રહેશે. કારોબારીના સમાપન સત્રમાં ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય રીટાબેન પટેલ, ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર, ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર હિતેશ મકવાણા, ડેપ્યુટી મેયર પ્રેમલસિંહ ગોલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જસવંતભાઈ પટેલ, ડો.હસમુખ અગ્રવાલ, ડો.જિતેન્દ્રસિંહ પરમાર ઉપસ્થિત રહેશે.
આ અંગે વાત કરતા ગંગા સમગ્રના મહામંત્રીએ કહ્યું કે, અમે છેલ્લાં ઘણા વર્ષોથી જળ એટેલે કે ગંગાજી પ્રત્યે દાયિત્વ અને કર્તવ્ય બોધ અંગે જાગૃત્તા લાવવા દેશમાં ફરીને સેમિનાર અને આ વિષયની જાગૃતિ માટે વ્યાખ્યાન કરવુંનું આયોજન કરી રહ્યા છીએ. સમગ્ર સમાજને જળ એટલે કે ગંગાજી પ્રત્યે દાયિત્વ અને કર્તવ્ય બોધ જાગૃત કરવાનું કામ અમારું છે.
દેશના ઘણા સ્થાનો પર સમગ્ર સમાજને જળ અને ગંગા પ્રત્યે આસ્થા, વિશ્વાસની સાથે દાયિતત્તવ અને કર્તવ્ય બોધ શું છે તેને જાગૃત કરવાનું કામ અમારી સંસ્થા કરે છે. અમારા કાર્યકર્તા આ દરેક જગ્યાઓ ઉપર પ્રદુષણ પર નજર રાખે છે. સંબંધિત વિષય પર સ્થાનિક તેમજ રાજ્ય અને કેન્દ્ર સરકારે જાણકારી અને સૂચના પત્ર વ્યવહાર કરીને આપે છે. સ્નાન કરવા, અસ્તિ વિર્સજન તેમજ અન્ય પ્રકારે કોઇપણ શ્રદ્ધાળું આવે છે તેમની સેવા માટે અનેક કાર્યક્રમો સંસ્થા દ્વારા ચલાવવામાં આવી રહ્યા છે.
#bharatmirror #bharatmirror21 #news #gangasamgra #ahmedaba
