નીતા લીંબાચિયા, અમદાવાદઃ
22 May 2023:
ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI) એ “ઇવેન્ટ્સ: ટુડે, ટુમોરો એન્ડ બિયોન્ડ” વિષય પર સેમિનારનું આયોજન કર્યું હતું. સેમિનારનો ઉદ્દેશ્ય ઉદ્યોગ વ્યાવસાયિકો અને ઉત્સાહીઓને ઇવેન્ટ આયોજનમાં આધુનિક ટ્રેન્ડ્સ અને નવીનતાઓ વિશે માહિતગાર કરવાનો હતો.
કાર્યક્રમના મુખ્ય વક્તા શ્રી જયદીપ મહેતા, મિસ રીમા સંઘવી અને શ્રી વિશાલ સેઠીએ પ્રેઝન્ટેશન દ્વારા તેમના અનુભવો રજૂ કરીને કોઈ પણ ઇવેન્ટ ને કેવી રીતે યાદગાર બનાવી શકાય તે વિષે માહિતી આપી હતી.
સહભાગીઓને આવકારતા, GCCIના માનદ્દ મંત્રી શ્રી અનિલ જૈનએ જણાવ્યું કે વિશ્વમાં ઈવેન્ટ્સનું ઘણું મહત્વ છે. તેઓ ગતિશીલ પ્લેટફોર્મ તરીકે કાર્ય કરે છે, જે વિવિધ વ્યક્તિઓ, સંસ્થાઓ અને સમુદાયોને એકસાથે લાવે છે અને સહયોગ તેમજ વિચાર વિનિમય અને જ્ઞાનની આપ-લેને પ્રોત્સાહન આપે છે. વધુમાં તેમણે જણાવ્યું કે, ભારતમાં ઈવેન્ટ ઈન્ડસ્ટ્રીએ છેલ્લા એક દાયકામાં નોંધપાત્ર વૃદ્ધિ કરી છે.
શ્રી આસિત શાહ, ચેરમેન, ફિલ્મ, એન્ટરટેઈનમેન્ટ, મીડિયા એન્ડ ઈવેન્ટ્સ (FEME) કમિટીએ તેમના પ્રાસંગિક સંબોધનમાં આ સેમિનારનું આયોજન કરવા પાછળના હેતુ વિષે જણાવ્યું હતું .
ટ્રુ ઈવેન્ટ્સના સ્થાપક અને ઈવેન્ટ મેનેજમેન્ટ ફેડરેશન ગ્લોબલના પ્રમુખ શ્રી જયદીપ મહેતાએ આ ક્ષેત્રમાં તેમના વ્યાપક જ્ઞાન અને અનુભવથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. ઇવેન્ટ મેનેજમેન્ટ ઉદ્યોગમાં એક પ્રખ્યાત વ્યક્તિ તરીકે શ્રી જયદીપે ઇવેન્ટ પ્લાનિંગના સતત વિકસતા લેન્ડસ્કેપ પર પ્રકાશ પાડ્યો અને વ્યાવસાયિકોને તેમના કામમાં આવતા વિવિધ પડકારોને પહોંચી વળવા માટે ટીપ્સ રજૂ કરી હતી.
પિંકાથોનના સહ-સ્થાપક અને મેક્સિમસ MICE અને મીડિયા સોલ્યુશન્સના મેનેજિંગ ડિરેક્ટર, મિસ રીમા સંઘવીએ સેમિનારમાં તેમના અનુભવ પર વાત કરી હતી. ઇવેન્ટ મેનેજમેન્ટ અને ફિટનેસ પહેલમાં તેમની વિવિધ પૃષ્ઠભૂમિમાંથી વિચારો દોરતા મિસ રીમાએ એવા અનુભવો બનાવવાના મહત્વ પર ભાર મૂક્યો જે ઉપસ્થિત લોકો પર કાયમી અસર કરે. તેમણે ઉપસ્થિત શ્રોતાઓને આજના ગતિશીલ ઇવેન્ટ વાતાવરણમાં પ્રેક્ષકો સાથે કેવી રીતે જોડાવા અને કનેક્ટ કરવું તેની નવી સમજ પ્રદાન કરી.
માર્કેટિંગ સોલ્યુશન્સ પ્રા. લિ. ના સહ-સ્થાપક શ્રી વિશાલ સેઠી. આઇફોન જેવી મહત્વાકાંક્ષી બ્રાન્ડ્સ માટે વૈચારિક ડિઝાઇન માટે પ્રખ્યાત છે તેમણે ઇવેન્ટ પ્લાનિંગમાં તેમના નવીન અભિગમથી પ્રેક્ષકોને વધુ પ્રેરિત કર્યા.
શ્રી વિશાલના પ્રેઝન્ટેશનમાં અદ્યતન ઇવેન્ટ કોન્સેપ્ટ્સની ઝલક આપવામાં આવી હતી અને તેમણે ઉપસ્થિતોનું ધ્યાન ખેંચવા અને કાયમી છાપ છોડવામાં સર્જનાત્મકતાની ભૂમિકા પર પ્રકાશ પાડ્યો હતો.
સમગ્ર સેમિનાર દરમિયાન શ્રોતાઓએ ઇવેન્ટ આયોજનમાં નવીનતમ વલણો, નવીનતાઓ અને તકનીકો વિશે મહત્વની જાણકારી મેળવી હતી. વક્તાઓએ પ્રેક્ટિકલ ટીપ્સ અને વ્યૂહરચના રજૂ કરી, વ્યાવસાયિકોને સતત બદલાતા પરિપ્રેક્ષ્યમાં સફળતાપૂર્વક કાર્ય કરવા સક્ષમ બનવા માટેની ટિપ્સ રજૂ કરી હતી.