નીતા લીંબાચિયા, અમદાવાદઃ
19 May 2023:
અમદાવાદ, મે, 2023: વિશ્વના અગ્રણી બિઝનેસ નેટવર્ક – બિઝનેસ નેટવર્ક ઇન્ટરનેશનલ (બીએનઆઇ)ના સિસિલિયન ચેપ્ટર દ્વારા તેના મેમ્બર્સ માટે ભવ્ય ક્રિકેટિંગ ટુર્નામેન્ટ સિસિલિયન પ્રીમિયર લીગનો આજથી શુભારંભ કરવામાં આવ્યો છે. તેના આયોજિત ભવ્ય ઉદ્ઘાટન સમારોહમાં અતિથિ વિશેષ ગુજરાત ક્રિકેટ એસોસિયેશન (જીસીએ)ના માનનીય સેક્રેટરી અનિલ પટેલની સાથે-સાથે દરેક ટીમના કેપ્ટન અને ખેલાડીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
આ ટુર્નામેન્ટ 21 દિવસ સુધી ચાલશે, જેમાં 12 ટીમના 200 ખેલાડીઓ ઉત્સાહભેર ભાગ લઇ રહ્યાં છે. એમકે ફાર્મ, ભાડજ ખાતે યોજનારી ટુર્નામેન્ટના ટાઇટલ સ્પોન્સર શ્રી સિદ્ધિ ગ્રૂપ તથા પાવર્ડ બાય સ્પોન્સર કટારિયા ઓટોમોબાઇલ્સ છે.
આ ટુર્નામેન્ટના આયોજન વિશે બીએનઆઇ અમદાવાદ ચેપ્ટરના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર યશ વસંતે જણાવ્યું હતું કે, આજની ખૂબજ વ્યસ્ત જીવનશૈલીમાં વ્યક્તિની શારીરિક અને માનસિક ફીટનેસ ખૂબજ જરૂરી છે તથા તેને પ્રમોટ કરવા માટે સ્પોર્ટ્સથી બીજું સારું માધ્યમ શું હોઇ શકે. સિલિલિયન પ્રીમિયર લીગનો મુખ્ય ઉદ્દેશ્ય ચેપ્મેટરના મેમ્બર્સ વચ્ચે ભાવનાત્મક જોડાણ વધારવા, તેમની આરોગ્યપ્રદ જીવનશૈલીને પ્રોત્સાહન આપવાનો છે. મને વિશ્વાસ છે કે આગામી 21 દિવસ દરમિયાન દરેક મેમ્બર તેમની છુપી પ્રતિભાને દર્શાવશે તથા સ્પોર્ટ્સમેન સ્પિરિટ સાથે પોતાની ટીમને વિજેતા બનાવવા તમામ પ્રયાસ કરશે.
ઉલ્લેખનીય છે કે સિસિલિયન ચેપ્ટર દ્વારા પોતાના મેમ્બર્સને નેટવર્કિંગની વિશાળ તકો પ્રદાન કરવા તથા તેમના બિઝનેસને આગળ લઇ જવા માટે સમયાંતરે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. સિસિલિયન પ્રીમિયર લીગ પણ તેનો જ એક હિસ્સો છે.
#bharatmirror #bharatmirror21 #news #bni #sicilianpremierleague #ahmedabad