નીતા લીંબાચિયા, અમદાવાદઃ
24 May 2023:
અમદાવાદમાં વિશ્વ પ્રસિદ્ધ બાબા બાગેશ્વર પીઠાધીશ પરમ પૂજ્ય શ્રી ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીજી મહારાજના દિવ્ય દરબારનું ભવ્ય આયોજન ગુરુ વંદના મંચના નેજા હેઠળ ઝુંડાલ, ગાધીનગરમાં થશે
વિશ્વ પ્રસિધ્ધ બાબા બાગેશ્વર પિઠાધીશ, પ.પૂ.શ્રી ધીરેન્દ્રકૃષ્ણ શાશ્ત્રીજી મહારાજના દિવ્ય દરબારનું ભવ્ય આયોજન ગુરૂ વંદના મંચના નેજા નીચે રાઘવ ફાર્મ અને પાર્ટી પ્લોટ, એસ.પી.રીંગ રોડ, શિવકૃપા કોલ્ડ સ્ટોરેજની સામે, ઝુંડાલ સર્કલ નજીક, ઝુંડાલ, ગાંધીનગર ખાતે કરવામાં આવેલ છે. હિંદુ એકતા, સામાજીક સમરસતા, જાતિવાદ રહિત સનાતન ધર્મ અને હિંદુ રાષ્ટ્રની ધોષણા બાબતે બાબાજીના વિચારો ફક્ત ભારત દેશ માટે જ નહીં પરંતુ સમગ્ર વિશ્વની શાંતિ, સુખાકારી, સમૃધ્ધિ અને સલામતી માટે આવશ્યક છે.
ગુરૂ વંદના મંચનો મુખ્ય વિષય છે રાજસત્તા સાથે ધર્મસત્તા હોવી જોઈએ જે બાબાજીના હિંદુરાષ્ટ્રના વિચારો સાથે સુસંગત છે, કેમ કે ધર્મસત્તા રહિત હિંદુરાષ્ટ્રની કલ્પના કરી શકાય જ નહી. આ દિવ્ય દરબાર ગુરૂ વંદના મંચના સપ્તર્ષિ પરિષદ, બ્રહ્યર્ષિ સભા અને ધર્માચાર્ય પરિષદના પરમ પૂજનીય સંતોની પાવન ઉપસ્થિતિમાં સંપન થશે. બાબાજીએ આહવાન કર્યું છે કે “તમે મને સાથ આપો હું તમોને હિંદુ રાષ્ટ્ર આપીશ” આ આહવાનને ગુજરાતના સંત – મહાપુરુષોએ ઉપાડી લીધુ છે.
બાબાજીની હિંદુ રાષ્ટ્રની પરિકલ્પના જલ્દી ચરિતાર્થ થાય તે માટે ગુરૂ વંદના મંચના ગુજરાતના હજારો સાધુ-સંતો દિવ્ય દરબારમાં ઉપસ્થિત રહી બાબાજીને પોતાના સાથ અને સહકાર આપવાની જાહેરાત કરશે અને ભારત પુન:વિશ્વગુરૂના પદ પર વિરાજમાન થાય તે માટે બાબાજીના દિવ્ય અને ઈશ્વરીય પ્રયત્નો અને પુરુષાર્થને સફળ બનાવવા માટે શંખનાદ કરશે.
આ દિવ્ય દરબારમાં સંત-મહાપુરુષો ઉપરાંત રાષ્ટ્ર વંદના મંચના ધર્મરક્ષકો, જાગૃત હિંદુ નાગરીકો અને હિંદુ બુધ્ધીજીવીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે. કાર્યક્રમની તડામાર તૈયારીઓ રાધવ ફાર્મ અને પાર્ટી પ્લોટ પર ચાલી રહી છે. આ વિષયની સંપૂર્ણ માહિતી શ્રી ડી.જી.વણજારા, પ્રમુખ, રાષ્ટ્ર વંદના મંચ તથા કથાકાર ડો.શ્રી જલ્પેશ મહેતા, મુખ્ય આયોજક, ગુરૂ વંદના મંચ દ્રારા આપવામાં આવી હતી.
#bharatmirror #bharatmirror21 #news #bababageshwarshridhirendrakrishnashastriji #divyadarbar #jundal #ahmedabad