અમદાવાદીઓ.. તમારા પોતાના શહેરમાં રાજસ્થાની સ્વાદ માણવા તૈયાર થઈ જાઓ કારણકે, નોવોટેલ અમદાવાદ ખાતે 31મી માર્ચથી 9મી એપ્રિલ દરમિયાન રાજસ્થાની ફૂડ ફેસ્ટિવલનું આયોજન થવા જઈ રહ્યું છે, જેનાથી ખાણીપીણીને રાજસ્થાનની ઓથેન્ટિક ફ્લેવરમાં માણવાની તક મળશે.
આ ફેસ્ટિવલ ટ્રેડિશનલ રાજસ્થાની ક્રુઝિનનું સેલિબ્રેશન છે, જેમાં રાજ્યના રિચ કુલીનરી હેરીટેજને પ્રતિબિંબિત કરતી વાનગીઓની શ્રેણી દર્શાવે છે. આ ફેસ્ટિવલમાં ફેરમોન્ટ જયપુરના બે શેફ પણ હાજર રહેશે, જેઓ ફેસ્ટિવલમાં રાજસ્થાની ભોજન વિશેની તેમની કુશળતા અને જ્ઞાન લાવશે. શેફ દ્વારા ખાસ મેનુ તૈયાર કરવામાં આવ્યું છે.
નિસર્ગ, એક્ઝેક્યુટીવ શેફ, નોવોટેલ અમદાવાદ એ જણાવ્યું હતું કે, આવનાર ગેસ્ટ્સ દાલ બાટી ચુરમા, લાલ માસ, ગટ્ટે કી સબઝી અને કેર સાંગ્રી જેવી કેટલીક પ્રતિષ્ઠિત રાજસ્થાની વાનગીઓનો સ્વાદ માણવાની અપેક્ષા રાખી શકે છે. શેફ ઓછી જાણીતી વાનગીઓ પણ તૈયાર કરશે જે સ્થાનિક લોકોમાં લોકપ્રિય છે પરંતુ તે મેઇનસ્ટ્રીમ રાજસ્થાની ક્રુઝિનમાં ઘણી વાર અવગણવામાં આવે છે.
ફેસ્ટિવલની હાઇલાઇટ્સમાંથી એક એ છે કે શેફ સાથે લાઇવ ઇન્ટરેક્શન સેશન હશે, જ્યાં ગેસ્ટ્સ શેફ પાસેથી રેસિપી અને ઇન્ગ્રિડિયન્સ માટે પૂછી શકે છે. શેફ નિદર્શન આપશે અને ગેસ્ટ્સ સાથે તેમની રેસિપીઝ અને કૂકિંગ ટિપ્સ શેર કરશે.
એક્સપિરિયન્સને પૂર્ણ કરવા માટે, ફેસ્ટિવલમાં ટ્રેડિશનલ રાજસ્થાની ડેકોર અને લાઈવ મ્યુઝિક પરફોર્મન્સ પણ દર્શાવવામાં આવશે જે ગેસ્ટ્સને કલરફુલ અને વાઇબ્રન્ટ રાજ્ય રાજસ્થાનમાં લઈ જશે. નોવોટેલ અમદાવાદ તેના એક્સેપશ્નલ કુલીનરી ઓફરિંગ્સ માટે જાણીતું છે, અને આ ફેસ્ટિવલ ગેસ્ટ્સને વર્લ્ડ- ક્લાસ ડાઈનીંગ એક્સપિરિયન્સ આપવાની તેની પ્રતિબદ્ધતાનો પુરાવો છે. આ ફેસ્ટિવલ ફૂડિઝ માટે રાજસ્થાનની રિચ ફ્લેવર અને કલ્ચર હેરીટેજને ડિસ્કવર કરવા અને તેની પ્રશંસા કરવાની એક ઉત્તમ તક છે.
તેથી, નોવોટેલ અમદાવાદ ખાતે 31 માર્ચથી 9 એપ્રિલ દરમિયાન રાજસ્થાની ફૂડ ફેસ્ટિવલ માટે તમારા કૅલેન્ડર્સને ચિહ્નિત કરો અને રાજસ્થાનની ડિલિશિયસ અને ઓથેન્ટિક ફ્લેવર માણવા માટે તૈયાર થી જાઓ.
3bharatmirror #bharatmirror21 #news #zaykaofrajasthan #ahmedabad