નીતા લીંબાચિયા, અમદાવાદઃ
07 એપ્રિલ 2023:
ગુરૂવાર તા. 6 એપ્રિલ, 2023ના રોજ વિશ્વ આરોગ્ય દિનની પૂર્વ સંધ્યાએ યોજાયેલા સેશનમાં નિષ્ણાતોએ જણાવ્યુ હતું.
ભાટ, ગાંધીનગર ખાતે કેડિલા ફાર્માસ્યુટિકલ્સના યુનિટમાં આ સેશન યોજવામાં આવ્યુ હતું. કેડિલાના જમ્મુ, ધોળકા, અંકલેશ્વર, કડી ને હીરપુર ખાતેનાં એકમોના કર્મચારીઓ પણ આ કાર્યક્રમમાં વર્ચ્યુઅલ હાજરી આપી હતી. આ પરિસંવાદનો ઉદ્દેશ ટોચના થોટ લીડર્સ (વિચારકો) ને આ વિષયે સાંભળીને સ્વીકૃતી અને આધ્યાત્મિકતા સાથે તંદુરસ્ત જીવન માટે કુદરતી સાથે રહીને જીવન જીવતાં શિખવવાનો હતો.
હરેકૃષ્ણ મુવમેન્ટના રસા પારાયણ પ્રભુએ આધ્યાત્મિકતા અંગેપોતાના વિચારો વ્યકત કરતાં જણાવ્યું હતું કે “આપણે શારિરિક આરોગ્યની દરકાર કરીએ છીએ પણ આપણા માનસિક આરોગ્ય અંગે વિચારતા નથી. શારિરિક આરોગ્યનુ ધ્યાન રાખવુ આવશ્યક છે પણ આપણે મનુષ્યો આપણા શરિરના પ્રકાર,રંગ, અનેકદ અંગે હજુ સંતુષ્ટ નથી. મોટાભાગના લોકો શારિરિક અને માનસિક આરોગ્ય અંગે સ્થિરતા ધરાવે છે. પરંતુ આપણામાં આધ્યાત્મિકતા અંગે સ્થિરતા નથી. આપણે આપણા માનસ અને શરિર અંગે દરકાર કરીએ છીએ પણ આત્મા અંગે દરકાર કરતા નથી.”
માનસિક આરોગ્ય નિષ્ણાત ડો. સ્પંદન ઠાકેર માનસિક આરોગ્ય અને તેની આપણા સામાન્ય આરોગ્ય અંગે વાત કરતાં કહ્યું કે “દરેક વ્યક્તિ તાણનો અનુભવ કરે છે પણ આપણે જ્યારે મનસિકતાની વાત કરીએ છીએ ત્યારે આપણા મનમાં સૌથી પહેલી આવતી બાબત હતાશા છે. આપણને જ્યારે તાવ આવે છે ત્યારે આપણુ શરીર સંકેત આપે છે કે આપણે માંદા છીએ આપણે જ્યારે તાણમાં હોઈએ છીએ ત્યારે આપણુ શરીર આપણને માનસિક બીમારીનો સંકેત આપે છે. આ પરિસંવાદમાં સામેલ થયેલા લોકોને તેમણે Worry, Hurry and Bury concept અપનાવવા જણાવ્યું હતું. તેમણે કહ્યું કે જો કોઈ વ્યક્તિ જો કોઈ સમસ્યા હોય તો તેણે તેણે તેનો કેવી રીતેસામનો કરવો અને તેને કેમ દાટી દેવી તેનોવિચાર કરવો જોઈએ ”
પર્યાવરણ નિષ્ણાત અને પ્રોજેકટ અમદાવાદ અને મંજલી મેટર્સનાં સ્થાપક અંજલી મહેતાએ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા અને કુદરતી વાતાવરણની આપણા આરોગ્યને થતી અસર અંગે વાત કરી હતી.
તેમણે કહ્યું કે “ આપણા આરોગ્યમાં પર્યાવરણ ખૂબ જ મહત્વની ભૂમિકાબજાવે છે. આપણે જે હવા શ્વાસમાં લઈએ છીએ તેની 95 ટકા અસર થતી હોય છે. આપણે જે ખોરાક ખાઈએ છીએ તેની 5 ટકા અસર થાય છે. ટૂંકમાં કહીએ તો આપણને શ્વાસમાં સ્વચ્છ અને તાજી હવા લેવાની જરૂર છે. અમદાવાદ જેવા શહેરને મોટા હરિયાળા આવરણની જરૂર છે. આથી દરેક વ્યક્તિએ સાથે મળીને વૃક્ષોનુ વાવેતર કરવુ જોઈએ આપણામાં વર્તણુકલક્ષી ફેરફારોની પણ જરૂર છે. કે જેથી આપણે આપણા કચરાને આપણી જવાબદારી સમજવો જોઈએ “
કેડિલા ફાર્માસ્યુટિકલ્સ અંગે
કેડિલા ફાર્માસ્યુટિકલ્સ અમદાવાદમાં આવેલી ભારતની અગ્રણી સુસંકલિત પ્રાઈવેટલી હેલ્ડ ફાર્માસ્યુટિકલ્સ કંપની છે. કંપની ભારતમાં વિવિધ પ્રોડકટ વિકસાવે છે અને તેનુ ઉત્પાદન કરે છે તેમજ 100થી વધુ દેશમાં તેનુ વેચાણ કરે છે.બાયોટેકનોલોજી, એપીઆઈ ફોર્મ્યુલેશન્સ હોય કે પ્લાન્ટ ટીસ્યુકલ્ચર કે પછી પાયથોકેમીસ્ટ્રી તે દરેક ક્ષેત્રમાં સંશોધનને ઉચ્ચ અગ્રતા આપે છે અને ગેસ્ટ્રોઈન્ટેસ્ટીનલ, કાર્ડીયોલોજી, પ્લુમોનરી, ઓન્કોલોજી, ગાયનેકોલોજી કાર્ડિયોવસ્ક્યુલર ડાઆબીટોલોજી, અને ઓસ્ટીયોલોજી વિવિધ થેરાપેટીક ક્ષેત્રોમાં ઈનોવેટ કરતી રહે છે. કંપની થેરાપેટીક ક્ષેત્રમાં પોસાય તેવાં અચરજ સર્જીને વિશ્વમાં કેટલીક બાબતોમાં નવતર કામગીરી કરીને પહોંચી વળાય નહી તેવી જરૂરિયાતો નોંધપાત્ર પ્રમાણમાં પૂરી પાડવા માટે કટિબધ્ધ છે.
#bharatmirror #bharatmirror21 #news #worldhealthday #ahmedabad