શ્રી હનુમાનજી જન્મોત્સવને લઇ બે દિવસ સુધી સુંદરકાંડ પાઠ, દાદાની ભવ્ય પૂજા, વિશેષ મારૂતિ યજ્ઞ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા – હજારો શ્રદ્ધાળુ ભકતોએ દાદાના દર્શન માટે લાંબી લાઇનો લગાવી
મોડી રાત સુધી દાદાના દર્શન માટે શ્રધ્ધાળુ ભકતોએ લાંબી લાઇન લગાવી – શ્રી ભીડભંજન હનુમાનજી ધાર્મિક ટ્રસ્ટ દ્વારા હજારો ભકતોને વિનામૂલ્યે પેકીંગમાં સુખડીનો પ્રસાદ, મીનરલ વોટર, હનુમાનચાલીસાની પુસ્તિકા, શ્રી ભીડભંજન હનુમાનજી ફોટાવાળા કેલેન્ડર સહિતની વસ્તુઓ વિતરણ કરાઇ
શ્રી હનુમાનજી જન્મોત્સવને લઇ બે દિવસ સુધી સુંદરકાંડ પાઠ, દાદાની ભવ્ય પૂજા, મારૂતિ યજ્ઞ સહિતના યોજાયેલા કાર્યક્રમોમાં ભાજપના ધારાસભ્ય કૌશિક જૈન, ચૈતન્ય શંભુ મહારાજ, બોડકદેવના કોર્પોરેટર દેવાંગ દાણી, શ્રી ભીડભંજન હનુમાનજી ધાર્મિક ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી કમલેશ બ્રહ્મભટ્ટ સહિતના અનેક રાજકીય આગેવાનો મહાનુભાવો હાજર રહ્યા
અમદાવાદ,તા.6
ચૈત્રી સુદ પૂનમને આજે ગુરૂવારે શ્રી હનુમાનજી જન્મોત્સવના પવિત્ર અને પાવન પ્રસંગ નિમિતે શહેરના મેમનગરના સુભાષચોક ખાતે પણ ભીડભંજન હનુમાનજી મંદિર ખાતે આજે હજારોની સંખ્યામાં શ્રધ્ધાળુ ભકતો ઉમટયા હતા. મોડી રાત સુધી દાદાના ભકતોએ મંદિર પરિસરની બહાર લાંબી લાઇનો લગાવી હતી. જેને લઇ સમગ્ર વિસ્તારમાં દાદાનો ભકિતમય માહોલ છવાયો હતો. શ્રી ભીડભંજન હનુમાનજી ધાર્મિક ટ્રસ્ટ દ્વારા હજારો ભકતોને વિનામૂલ્યે પેકીંગમાં સુખડીનો પ્રસાદ, મીનરલ વોટર, હનુમાનચાલીસાની પુસ્તિકા, શ્રી ભીડભંજન હનુમાનજી ફોટાવાળા કેલેન્ડર સહિતની વસ્તુઓ વિતરણ કરાઇ હતી, જે નિઃશુલ્ક સેવા બહુ નોંધનીય અને આંખે ઉડીને વળગે તેવી બની રહી હતી. તો, શ્રી હનુમાનજી જન્મોત્સવને લઇ શ્રી ભીડભંજન હનુમાનજી દાદાનો વિશેષ અને આકર્ષક સાજ શણગાર કરવામાં આવ્યો હતો, જે અત્યંત મનમોહક, અદભુત અને આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો હતો. શ્રી હનુમાનજી જન્મોત્સવને લઇ સમગ્ર મંદિર પરિસરને પણ ઝળહળતી લાઇટો, તોરણો અને ફુલહારથી ભવ્યાતિભવ્ય રીતે સુશોભિત અને શણગાર સજાવી નયનરમ્ય બનાવાયુ હતું.
શ્રી હનુમાનજી જન્મોત્સવને લઇ બે દિવસ સુધી સુંદરકાંડ પાઠ, દાદાની ભવ્ય પૂજા, મારૂતિ યજ્ઞ સહિતના યોજાયેલા કાર્યક્રમોમાં ભાજપના ધારાસભ્ય કૌશિક જૈન, ચૈતન્ય શંભુ મહારાજ, બોડકદેવના કોર્પોરેટર દેવાંગ દાણી, શ્રી ભીડભંજન હનુમાનજી ધાર્મિક ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી કમલેશ બ્રહ્મભટ્ટ સહિતના અનેક રાજકીય આગેવાનો મહાનુભાવો હાજર રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, મેમનગર વિસ્તારના સુભાષચોક સ્થિત શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર ખાતે રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, તેમના પુત્ર જય શાહથી માંડી ભાજપના મોટા નેતાઓ અને સ્થાનિક આગેવાનો ઉપરાંત અનેક રાજકીય મહાનુભાવો અને હસ્તીઓ પણ સમય મળે ત્યારે દાદાના દર્શનાર્થે આવતા હોય છે.
શ્રી હનુમાનજી જન્મોત્સવને લઇ બે દિવસ સુધી સુંદરકાંડ પાઠ, દાદાની ભવ્ય પૂજા, વિશેષ મારૂતિ યજ્ઞ સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અંગે શ્રી ભીડભંજન હનુમાનજી ધાર્મિક ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી શ્રી કમલેશભાઇ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, શ્રી હનુમાનજી જન્મોત્સવને લઇ સુભાષચોક સ્થિત ભીડભંજન હનુમાનજી મંદિર ખાતે ગઇકાલે બુધવારે સાંજે 7-00 વાગ્યે જાણીતા શ્રી રામકથા વાચક શ્રી ધવલકુમારજીના સ્વમુખે સુંદરકાંડ મહાપાઠનું આયોજન કરવામાં આવ્યું હતુ, જેનો સેંકડો શ્રધ્ધાળુ ભકતોએ લાભ લીધો હતો. જયારે શ્રી હનુમાનજી જન્મોત્સવ નિમિતે ભીડભંજન દાદાનો વિશેષ મારૂતિ યજ્ઞ યોજાયો હતો. જેમાં સાંજે 4-30 વાગ્યે શ્રીફળ હોમવાની વિધિ પૂર્ણ કરાઇ હતી. આજે સમગ્ર દિવસ દરમ્યાન હજારો શ્રધ્ધાળુ ભકતો દાદાના દર્શનાર્થે ઉમટયા હતા.
શ્રી ભીડભંજન હનુમાનજી ધાર્મિક ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી શ્રી કમલેશભાઇ બ્રહ્મભટ્ટે વધુમાં જણાવ્યું હતું કે,. શ્રી હનુમાનજી જન્મોત્સવને લઇ શ્રી ભીડભંજન હનુમાનજી ધાર્મિક ટ્રસ્ટ દ્વારા દાદાના દર્શનાર્થે આવનાર હજારો ભકતોને વિનામૂલ્યે પેકીંગમાં સુખડીનો પ્રસાદ, મીનરલ વોટર, હનુમાનચાલીસાની પુસ્તિકા, શ્રી ભીડભંજન હનુમાનજી ફોટાવાળા કેલેન્ડર સહિતની વસ્તુઓ વિતરણ કરાઇ હતી, શ્રી હનુમાનજી જન્મોત્સવના બે દિવસીય કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રી ભીડભંજન હનુમાનજી ધાર્મિક ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી શ્રી કમલેશભાઇ બ્રહ્મભટ્ટ ઉપરાંત, ભાજપના સ્થાનિક આગેવાન મહેન્દ્ર ચાવડા, ગીરીન મહેતા(બોડકદેવ ભાજપ મંત્રી), રાજુભાઇ બ્રહ્મભટ્ટ, રૂચિક જોશી, ચિરાગ પટેલ, રામકૃષ્ણ પટેલ સહિતના આગેવાનોએ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી. શ્રી ભીડભંજન હનુમાનજી દાદાના દર્શન માટે શ્રધ્ધાળુ ભકતોએ મોડી રાત સુધી પડાપડી કરી હતી.
#bharatmirror #bharatmirror21 #news