નીતા લીંબાચિયા, અમદાવાદઃ
11 એપ્રિલ 2023:
લિનન ક્લબ એ ભારતમાં લિનન બ્રાન્ડની જનક છે જે, ફ્રાન્સ અને બેલ્જિયમમાંથી મંગાવવામાં આવેલા અધિકૃત શણના રેસાઓમાંથી ઉત્તમ ગુણવત્તાયુક્ત લિનન ફેબ્રિક્સના વણાટનો સાત દાયકાથી વધુ સમયથી કુશળતા ધરાવે છે. લિનેન ક્લબ ભારતમાં ડિઝાઇનની વિશાળ શ્રેણી ઉબલબ્ધ બનાવે છે અને તે શ્રેષ્ઠ ગુણવત્તાયુક્ત લિનનનો પર્યાય છે. લિનન ક્લબ મલ્ટિ-બ્રાન્ડ આઉટલેટ્સ અને 200+ સ્ટોર્સ અને એક્સક્લુઝિવ બ્રાન્ડ આઉટલેટ્સના 200+ નેટવર્ક તરીકે 7000+ પોઇન્ટ ઓફ સેલ્સ ધરાવે છે. ભારતમાં લિનનની સૌથી મોટી રિટેલ ચેઇન ધરાવતી લિનન ક્લબ તમામ લિનનપ્રેમીઓ માટે વન સ્ટોપ ડેસ્ટિનેશન તરીકે સેવા ઉપલબ્ધ બનાવે છે અને તે દેશની નંબર 1 લિનન બ્રાન્ડ છે.

આઇકોનિક આદિત્ય બિરલા ગ્રુપ બ્રાન્ડે અમદાવાદના સી જી રોડના ગ્રાઉન્ડ ફ્લોર પર એક એક્સક્લુઝિવ સ્ટોરનો પ્રારંભ કર્યો છે.અમદાવાદમાં લિનન ક્લબનો આ બીજો સ્ટોર છે, જ્યારે ગુજરાતનો આ પાંચમો સ્ટોર છે.
ઉભરતા શહેરોમાં શોપિંગ સંસ્કૃતિનો ઉદય એ તમામ વ્યવસાયો, ખાસ કરીને ફેશન રિટેલની વૃદ્ધિના નિર્ણાયક પરિબળો પૈકીનું એક છે. અમદાવાદનો સી જી રોડ રસ ધરાવતા ગ્રાહકોને આકર્ષવાની ખાતરી પૂરી પાડે છે. લિનનક્લબે સીજીરોડ પર તેના બીજા સ્ટોરનો પ્રારંભ કર્યો છે, જે તેની સૌથી વિશાળ શ્રેણીના ફેબ્રિક્સમાં 3000+ ડિઝાઇન ઉપરાંત શર્ટ્સ, ટ્રાઉઝર, શોર્ટ્સ, ટી-શર્ટ્સ, જેકેટ્સ, કુર્તા, બેન્ડિસ જેવા તમામ પ્રકારના વસ્ત્રોનું વિસ્તૃત કલેક્શન ધરાવે છે. પ્યોર લિનન તથા લિનન બ્લેન્ડેડ કલેક્શનની વ્યાપક રેન્જ ચોક્કસપણે અમદાવાદ શહેરના લિનન પ્રેમીઓને આકર્ષશે.

આ પ્રસંગે બોલતાં આદિત્ય બિરલા ગ્રૂપના ડોમેસ્ટીક ટેક્ષટાઈલ્સના સીઈઓ શ્રી સત્યકી ઘોષે જણાવ્યું હતું કે લિનન પ્રેમીઓમાં અમારા લિનન વસ્ત્રો હંમેશા સૌથી વધુ પસંદગીપાત્ર રહ્યાં છે. હવે અમે લિનન પ્રેમીઓ માટે અમારી એક્સક્લુઝિવ ડેસ્ટિનેશનનું વિસ્તરણ કરી રહ્યાં છીએ. સી જી રોડ પરના નવા સ્ટોરમાં પુરુષો અને સ્ત્રીઓ બંને માટે લિનન આધારિત વસ્ત્રોની સાથે કાપડની અમારી સંપૂર્ણ શ્રેણી હશે. અમારા પ્રોડક્ટ પોર્ટફોલિયોને વધારવા, નવી કેટેગરીઓ તેમજ કેટેગરી-ફર્સ્ટ ઇનોવેશન્સ રજૂ કરવા અને ગ્રાહકોને ટકાઉ સોલ્યુશન્સ ઓફર કરવા પર અમારું સતત ધ્યાન કેન્દ્રિત કરવા સાથે, અમે આજના વિકસિત ગ્રાહક માટે સૌથી વધુ પસંદગીની અને સજાગ બ્રાન્ડ તરીકે લિનન ક્લબનું નિર્માણ કરવાનું લક્ષ્ય રાખીએ છીએ.”

લિનન એ કુદરતી રીતે ટકાઉ રેસા છે. લિનન ક્લબની સંપૂર્ણ રેન્જ 100% શણ અથવા મિશ્રિત કુદરતી યાર્નથી બનેલી છે, અને તે ઇકો-ફ્રેન્ડલી રેન્જ છે. તે આરામદાયક,બ્રીથેબલ તેમજ હળવાફુલ હોય છે. કોઈ પ્રસંગની ઉજવણીના ભાગરૂપે પહેરવામાં આવતું આ કાપડ અત્યંત આકર્ષક અને પ્રતિભાશાળી લાગે છે. લિનન ક્લબના નવા ઉત્પાદનોમાં એથનિક એ પ્યોર લિનનનું કલેક્શન છે જે , હલ્દી, મહેંદી, સંગીતથી લઈને મુખ્ય પ્રસંગ માટે ઉત્તમ અને પ્રભાવશાળી વસ્ત્રોના બહેતર વિકલ્પ ઉપલબ્ધ બનાવે છે.
નવા યુગની નવીનતાઓ અને ગ્રાહકોની પસંદગીની સમજ સાથે,લિનન ક્લબ પશ્ચિમ ભારતના બજારમાં મજબૂત સ્થાન હાંસલ કરવા અને તેના માનીતા શહેર અમદાવાદમાં પોતાનું આગવુંસ્થાન હાંસલ કરવા માટે સંપૂર્ણ સજ્જ છે.
#bharatmirror #bharatmirror21 #news #linenclub’ #ahmedabad
