- લગભગ 1200 જેટલા ચેનલ પાર્ટનર્સ ઇવેન્ટમાં જોડાયા
નીતા લીંબાચિયા, અમદાવાદઃ
22 એપ્રિલ 2023:
હેપ્પી ગ્રુપ છેલ્લા ૧૫ વર્ષથી રીયલ એસ્ટેટ ક્ષેત્રમાં કાર્યરત છે. છેલ્લા ૧૫ વર્ષોમાં હેપ્પી ગ્રુપ દ્વારા અનેક રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ્સ સફળતાપૂર્વક સંપન્ન કરવામાં આવેલ છે. હાલમાં પણ હેપ્પી ગ્રુપ અનેક નવા પ્રોજેક્ટ્સના લોન્ચ માટે તૈયાર છે. હેપ્પી ગ્રુપના પ્રોજેક્ટ્સ સફળ બનાવવામાં રિયલ એસ્ટેટ એજન્ટ્સનો મહત્વનો ફાળો રહેલો છે. એટલે જ હેપ્પી ગ્રુપ રિયલ એસ્ટેટ એજન્ટ્સને ફક્ત સહયોગી કે એજન્ટ તરીકે ઓળખવાને બદલે ગ્રુપના ભાગીદાર એટલે કે ચેનલ પાર્ટનર તરીકે ઓળખે છે. આ હેતુથી હેપ્પી ગ્રુપ દ્વારા અમદાવાદમાં વાયએમસીએ ક્લબ ખાતે 21મી એપ્રિલ, 2023ના રોજ “ચેનલ પાર્ટનર મીટ”નું આયોજન કરવામાં આવ્યું હતું.

ચેનલ પાર્ટનર મીટ એ હેપ્પી ગ્રુપ દ્વારા અમલમાં મુકાઈ રહેલો એક નવતર કોન્સેપ્ટ છે. ચેનલ પાર્ટનર મીટ એક એવું પ્લેટફોર્મ છે કે જ્યાં હેપ્પી ગ્રુપ પોતાના ચેનલ પાર્ટનર્સ એટલે કે રીયલ એસ્ટેટ એજન્ટને આમંત્રિત કરેલ હતા અને ગ્રુપ વિશે તથા ગ્રુપના પ્રોજેક્ટ્સ વિષે માહિતગાર કર્યા હતા. આ ઇવેન્ટ ગ્રુપ તથા ચેનલ પાર્ટનર્સને એક બીજા વિષે માહિતી મેળવવા માટેનું એક અનેરું પ્લેટફોર્મ બનશે. ગ્રુપ તથા ચેનલ પાર્ટનર્સ એક બીજા સાથે સંયોજનથી કામ કરી શકે તે માટે આ ચેનલ પાર્ટનર મીટનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ સંપૂર્ણ ઇવેન્ટનું આયોજન હેપ્પી ગ્રુપ દ્વારા ગ્રુપના ડિરેક્ટર શ્રી પરાક્રમસિંહ વાઘેલાના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલ છે,આ વિશે તેઓએ જણાવ્યું હતું કે, “હેપ્પી ગ્રુપ દ્વારા મોટી સંખ્યમાં ચેનલ પાર્ટનર્સને આ ઇવેન્ટ માટે આમંત્રિત કરવામાં આવ્યા છે. અમારા અંદાજ પ્રમાણે લગભગ 1200 જેટલી ચેનલ પાર્ટનર્સ તેમની ટીમ સાથે ઇવેન્ટમાં જોડાયા હતા . આ પ્રકારની ઇવેન્ટ હેપ્પી ગ્રુપ દ્વારા પહેલી વાર આયોજિત કરવામાં આવી હતી. પરંતુ અમને આશા છે કે આગામી દિવસોમાં આ પ્રકારના ઇવેન્ટ નિયમિત ધોરણે કરવામાં આવશે અને વધુમાં વધુ ચેનલ પાર્ટનર્સ આ ઇવેન્ટ માં જોડાશે.

રિયલ એસ્ટેટ ના ક્ષેત્રમાં બિલ્ડર્સ તથા એજન્ટસ જેટલા વધુ સમન્વય અને સંકલન સાથે કામ કરે તેટલી વધુ સફળતા મળી શકે છે. આ પ્રકારના ઇવેન્ટ બિલ્ડર્સ તથા એજન્ટસ એકબીજા બાબતે વધુ જાણકારી મેળવી શકે છે અને વધુ સંકલન સાથે કામ કરી શકે છે. આ પ્રકારના ઇવેન્ટ દ્વારા એજન્ટસ ગ્રુપ તથા પ્રોજેક્ટ્સ વિષે તેને જરૂરી માહિતી મેળવી શકે છે અને પોતાના કોઈ પણ પ્રશ્નોનું નિરાકરણ મેળવી શકે છે. એ જ રીતે બિલ્ડર્સ વધુ ને વધુ એજન્ટ્સ સાથે જોડાઈ શકે છે અને સાથે સાથે ગ્રાહકોની ડિમાન્ડ તથા તેમની અપેક્ષાઓને વધુ સારી રીતે સમજી શકે છે. સરવાળે આ પ્રકારના સંકલનથી ગ્રાહકોને વધુ પ્રોજેક્ટ્સ વિષે અને સાચી માહિતી મળી શકશે જે તેમને રોકાણ કરવા માટે યોગ્ય નિર્ણય લેવા માટે સક્ષમ કરશે.
આ રીતે આ પ્રકારની ઈવેન્ટ્સ ગ્રૂપના પ્રમોટર્સ અને રીયલ એસ્ટેટ એજન્ટસ વચ્ચે એક સેતુ સમાન સાબિત થશે, ગ્રાહકોને પણ યોગ્ય માહિતી અને પસંદગી માટે વધુ વિકલ્પો મળશે અને આ રીતે રિયલ એસ્ટેટના ક્ષેત્રના ત્રણે પાયા એટલે કે બિલ્ડર્સ, એજન્ટ્સ અને ગ્રાહકો માટે વરદાનરૂપ સાબિત થશે.
#bharatmirror #bharatmirror21 #news #happtgrup #ahmedabad
