નીતા લીંબાચિયા, અમદાવાદઃ
27 એપ્રિલ 2023:
GCCI IPR ટાસ્ક ફોર્સ અને સ્ટાર્ટઅપ અને ઇનોવેશન કમિટી દ્વારા iCreate (ઇન્ટરનેશનલ સેન્ટર ફોર એન્ટરપ્રિન્યોરશિપ એન્ડ ટેકનોલોજી) સાથે તારીખ 26 મી એપ્રિલ, 2023 (વર્લ્ડ ઇન્ટેલેક્યુઅલ પ્રોપર્ટી ડે) ના ઉપલક્ષ્યમાં મહિલાઓના ” Can Do” અભિગમની ઉજવણી કરતાં એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
સેમિનારનો હેતુ મહિલાઓના ઇન્ટેલેક્ટયુઅલ પ્રોપર્ટી ,નવીનતા, સાહસિકતા અને સર્જનાત્મકતા પ્રત્યેના તેઓના યોગદાન ની ઉજવણી કરવાનો હતો.
આ પ્રસંગે મુખ્ય વક્તાઓ તરીકે ડો. શૈલજા ડોનેમપુડી, ચીફ સાયન્ટિસ્ટ, ચેર, બિઝનેસ ડેવલપમેન્ટ એન્ડ રિસર્ચ મેનેજમેન્ટ, CSIR-IICT, સુશ્રી બિંદી પટેલ, ફાઉન્ડર અને ડિરેક્ટર, ECOrrect પ્રાઇવેટ લિમિટેડ અને સુશ્રી નિકિતા મહેશ્વરી, ડિરેક્ટર ઉપસ્થિત રહ્યા હતા.
જીસીસીઆઈ ના પ્રમુખ શ્રી પથિક પટવારીએ સહભાગીઓનું સ્વાગત કરતા જણાવ્યું કે સેમિનારનો હેતુ ઇન્ટેલેક્ટયુઅલ પ્રોપર્ટી સંરક્ષણના પ્રકારો અને મહત્વ વિશે જાગૃતિ લાવવાનો હતો. તેમણે વર્લ્ડ ઈન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી દિવસ 2023 ની થીમ એટલે કે “મહિલા અને આઈપી: એક્સિલરેટિંગ ઈનોવેશન એન્ડ ક્રિએટિવિટી” નો ઉલ્લેખ કર્યો અને જણાવ્યું કે તેનો ઉદ્દેશ્ય મહિલા સર્જકો અને ઉદ્યમીઓ માં “Can Do” અભિગમ કેળવવાનો ,મહિલાઓને સશક્ત બનાવવાનો,સમાન હિસ્સેદાર બનાવવા અને તેમને દરેક કાર્યક્ષેત્રમાં સમાન તક પૂરી પાડવાનો છે. તેમણે વધુ સારી રીતે ધ્યાન કેન્દ્રિત કરી સહાનુભૂતિ સાથે કામ કરવાની મહિલાઓની ક્ષમતાઓની પ્રશંસા કરી. તેમણે આઈપી સિસ્ટમમાં મહિલાઓના અપૂરતા પ્રતિનિધિત્વ અંગે પણ ચિંતા વ્યક્ત કરી કારણ કે મહિલાઓ નવા પરિપ્રેક્ષ્ય અને પ્રતિભાઓ લાવતી હોવા છતાં ખુબ જ ઓછા પ્રમાણમાં મહિલાઓ આ ક્ષેત્રે ઔપચારિક રીતે ભાગ લે છે અને આઈપીનો લાભ મેળવે છે. તેમણે નવીનતા લાવનારી શક્તિ તરીકે તેમજ આર્થિક વિકાસના ડ્રાઇવર અને રોજગાર સર્જનના એન્જિન તરીકે મહિલાઓની ભૂમિકા પર ભાર મૂક્યો હતો અને જણાવ્યું હતું કે વધુ મહિલાઓને તેમના કાર્યને સુરક્ષિત કરવા અને મૂલ્ય ઉમેરવા માટે IP સિસ્ટમનો ઉપયોગ કરવા પ્રોત્સાહિત કરીને માટે વ્યવસાયિક કેસને આગળ વધારવો જોઈએ. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ સેમિનાર નવીનતા અને સર્જનાત્મકતામાં મહિલાઓના યોગદાનને મજબૂત બનાવવામાં ફાળો આપશે અને વધુ મહિલાઓને તેમના ધ્યેય હાંસલ કરવા માટે IP સિસ્ટમનો ઉપયોગ કરવા અને તેમના “Can Do” અભિગમની ઉજવણી કરવા પ્રોત્સાહિત કરશે.
પોતાના પ્રાસંગિક પ્રવચન માં શ્રી જતીન ત્રિવેદી, ચેરમેન, IPR ટાસ્ક ફોર્સ એ મહિલા ઇન્વેન્ટર્સ, ક્રિએટર્સ તેમજ ઉદ્યોગસાહસિકોની ઇન્ટેલેક્ટયુઅલ પ્રોપર્ટી ના નિર્માણમાં તેમના અનુકરણીય યોગદાન માટે અને તે થકી પોતાની “Can Do ” ભાવના પ્રદર્શિત કરવા બદલ પ્રશંસા કરી હતી અને તે બાબત પર ભાર મુક્યો હતો કે આ “Can Do” અભિગમની ઉજવણી કરવાનો સમય છે અને તે થકી અન્ય લોકોને પ્રોત્સાહિત કરવાનો સમય છે.
સુશ્રી તેજશ્રી શાહ, iCreate (ઇન્ટરનેશનલ સેન્ટર ફોર એન્ટરપ્રેન્યોરશીપ એન્ડ ટેકનોલોજી) ના લીડ સ્ટેકહોલ્ડર એંગેજમેન્ટ એ વિગતો આપી હતી કે કેવી રીતે “iCreate” ફાઇનાન્સિંગ દ્વારા તેમજ તેમની મજબૂત ઇકોસિસ્ટમ દ્વારા એન્ટ્રેપ્રેન્યોરશિપ ના દરેક તબક્કે નવીનતા, સાહસિકતા અને સર્જનાત્મકતાને સમર્થન આપે છે.
ડૉ. શૈલજા ડોનેમપુડી, ચીફ સાયન્ટિસ્ટ, ચેર, બિઝનેસ ડેવલપમેન્ટ એન્ડ રિસર્ચ મેનેજમેન્ટ, CSIR-IICT, હૈદરાબાદએ તેઓના પોતાના કામ વિશે ઉલ્લેખ કર્યો અને સમજાવ્યું કે કેવી રીતે મહિલાઓ તેમના નવીનતા, સાહસિકતા અને સર્જનાત્મકતાના સપનાને આગળ વધારવા માટે વિવિધ સ્ત્રોતોમાંથી સહાય મેળવી શકે છે. તેઓએ સેમિનારના સહભાગીઓ સાથે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન શેર કર્યું જેમાં તેઓએ નવીનતા અને આઈપીની શક્તિ, ઉદ્યોગ-શૈક્ષણિક ઈન્ટરફેસ મોડેલ, નોવેલ લાઇસન્સિંગ અને સહયોગ મોડલ, CSIR ખાતે આઈપી મેનેજમેન્ટ અને ટેકનોલોજી માર્કેટિંગ વગેરે વિશે વાત કરી હતી.
સુશ્રી બિંદી પટેલ, ફાઉન્ડર અને ડિરેક્ટર, ECOrrect પ્રાઇવેટ લિમિટેડ અને સુશ્રી નિકિતા મહેશ્વરી, ડિરેક્ટર, તત્કાલ લોરીએ તેઓના સાહસ શરૂ કરવા અંગેના તેમજ સફળતા સુનિશ્ચિત કરવા અંગેના પોતાના અનુભવો શેર કર્યા હતા.