નીતા લીંબાચિયા, અમદાવાદઃ
27 માર્ચ 2023:
વિશ્વ રંગભૂમિ દિવસની પૂર્વ સંધ્યાએ, મેઘધનુષ્ય ધ્વારા “કલા સેતુ ગરવીતા”ની 53 કલાકાર બહેનોએ, એક જ રંગમંચ ઉપર, સ્ત્રી વિષય એક પાત્રીય અભિનય રજૂ કરીને એક નવો રેકોર્ડ સ્થાપિત કર્યો છે.

જેને વર્લ્ડ રેકોર્ડિંગ ઓફ ઈન્ડિયા મા સ્થાન મેળવ્યુ છે. આ કાર્યક્રમના મુખ્ય પ્રાયોજક ડૉ નિતીન સુમંત શાહ (નિતીન ચેરીટેબલ ટ્રસ્ટ) તથા સહ પ્રાયોજક શ્રી સુરેન્દ્ર બક્ષી તથા શ્રી વિવેક શાહ હતા, સદવિચાર પરિવાર વેન્યુ સ્પોન્સર તથા વ્રજ સ્ટુડિયો વિડીયોગ્રાફીના સહયોગી બન્યા હતા. આ પ્રસંગે જાણીતા કલાકાર મોના થીબા કનોડીયા , માના સમીર રાવલ, નીરવ બક્ષી ,વિવેક શાહ તથા કોર્નપ્લેક્સ મીનીપ્લેક્ષના માલીક શ્રી રાકેશ શાહ મંચ પર ઉપસ્થિત રહ્યા હતા.

સદવિચાર પરિવાર અને સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટીશ્રી પી.કે લહેરી સાહેબે કાર્યક્રમને શરૂઆતથી જ માણ્યો. અને આખા કાર્યક્રમ ને ખૂબ બિરદાવ્યો હતો. આખા કાર્યક્રમનું આયોજન શ્રી જીતેન્દ્ર ઠક્કર દ્વારા કરવામાં આવ્યું. “કલાસેતુ ગરવીતા”ના બેનર હેઠળ દિગ્દર્શન કર્યું, પ્રોફેસર શિલ્પા ઠાકરે અને સંકલન સંભાળ્યું, સંગીતા પટેલ અને રીમા શાહે. આ 53 કલાકારોમાં સૌથી મોટા 74 વર્ષના જૂની રંગભૂમિના કલાકાર સામેલ હતા. ઉપરાંત જાણીતી ટી.વી સીરીયલના અને ફિલ્મના કલાકારો તથા નવા કલાકારોએ પણ ઉત્સાહભેર ભાગ લીધો, એ ખૂબ ગૌરવની ઘટના કહી શકાય.

આખાય કાર્યક્રમ માટે પાવન સોલંકી નો ખુબ આભાર. દૂરદર્શનના શ્રી પંકજ ચૌહાણ, જાણીતા કલાકાર જેમિની ત્રિવેદી, રાજુ શુક્લ, હર્ષા ભાવસાર, સ્વાતિ દવે, રીતે દવે,જયકૃષ્ણ રાઠોડ, દીપેન રાવલ, રાહી રાઠોર,મેહુલ પટેલ, કામિની પટેલ, ધર્મેશ શાહ ,બીમલ ત્રિવેદી, મહેશ વૈદ જેવા અનેક કલાકારો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ચેતન દૈયાં ને પણ એક વર્ષ માં રેકોર્ડ ફિલ્મો રજૂ થઈ તે બદલ ખાસ એવોર્ડ થી સન્માનિત કરવા માં આવ્યા. આ કાર્યક્રમ ન ભૂતો ન ભવિષયતિ કહી શકાય.

ભાગ લેનાર તમામ બહેનોને કલાકારોને ખૂબ ખૂબ અભિનંદન! બધી બહેનો ને ઘણી બધી સ્મૃતિ ભેટો પણ આપવામાં આવી હતી. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય કલાકાર બહેનોને વધારે સારી તક મળે તથા તેમની કળાને વૈશ્વિક સ્તરે ખ્યાતિ મળે એ હતો.
#bharatmirror #bharatmirror21 #news #worldtheaterday #meghdhanushy #rainbowart #kalasetugarvita #ahmedabad
