• ૨૫ માર્ચ , ૨૦૨૩ ની સાંજે ૫.૩૦ કલાકે, એસ.જી. હાઈવે પર આવેલા વાયએમસીએ ક્લબ ખાતે ‘ટોપ મ્યુઝીક અવોર્ડસ – સીઝન ૨’ નું આયોજન
• ૧૯ કેટેગરી અને એક સ્પેશ્યલ એવોર્ડ એમ કુલ ૨૦ એવોર્ડ એનાયત કરવામાં આવશે
નીતા લીંબાચીયા, અમદાવાદઃ
21 માર્ચ, 2023:
‘ટોપ એફએમ’ દ્વારા ગુજરાતી સંગીત જગત સાથે સંકળાયેલા કલાકારોને તેમની સેવા બદલ બિરદાવવા માટે એક અભૂતપૂર્વ, અદ્વિતીય એવા ‘ટોપ મ્યુઝીક અવોર્ડસ – સીઝન ૨’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આગામી તા. ૨૫ માર્ચ , ૨૦૨૩ ની સાંજે ૫.૩૦ કલાકે, એસ.જી. હાઈવે પર આવેલા વાયએમસીએ ક્લબ ખાતે ‘ટોપ મ્યુઝીક અવોર્ડસ – સીઝન ૨’ નું આયોજન કરવામાં આવેલ છે. આ એવોર્ડ્સની ઈવેન્ટમાં મયુર ચૌહાણ, ગીતાબેન રબારી, ઉમેશ બારોટ, હિમાલિ વ્યાસ નાયક, સાંત્વની ત્રિવેદી , કિર્તીદાન ગઢવી વગેરે દિગ્ગજો પોતાનું પરફોર્મન્સ આપી રહ્યાં છે.
‘ટોપ મ્યુઝીક અવોર્ડસ – સીઝન ૨’ માટે ૧૯ કેટેગરી અને એક સ્પેશ્યલ એવોર્ડ એમ કુલ ૨૦ એવોર્ડ એનાયત કરવામાં આવશે. ૨૦મો સ્પેશ્યલ એવોર્ડ ‘લાઈફટાઈમ એચીવમેન્ટ’નો હશે. આ તમામ એવોર્ડ્સ માટે વર્ષ ૨૦૨૨માં રજૂ થયેલી ગુજરાતી ફિલ્મોના સંગીતને પસંદ કરવામાં આવશે અને તેમાંથી કેટેગરી પ્રમાણે વિજેતા નક્કી કરાશે. જયારે ઈન્ડીપેન્ડેન્ટ મ્યુઝીક કેટેગરી માટે યુટ્યુબ અને ઓટીટી પર રીલીઝ થયેલા મ્યુઝીક વીડીયોને ધ્યાને લેવામાં આવશે અને તેમાંથી બેસ્ટ સોંગ પસંદ કરી તેને એવોર્ડ આપવામાં આવશે.
ટોપ મ્યુઝીક અવોર્ડસ – સીઝન ૨’ માટે ગુજરાતી સુગમ સંગીતના શ્રેષ્ઠ ગાયક શ્યામલ અને સૌમિલ મુનશી, વિખ્યાત ફિલ્મ નિર્દેશક સંદીપ પટેલ, જાણીતા સંગીતકાર રાજીવ ભટ્ટ, પ્રસિદ્ધ ફિલ્મ લેખક મુકેશ માલવણકર અને સુરીલા અને જાણીતા ગઝલ ગાયક સચિન લીમયેની નિર્ણાયક ટીમ રચવામાં આવી છે.
‘ટોપ એફએમ’ ગુજરાતના આઠ શહેર – જૂનાગઢ, જામનગર, ભાવનગર, પોરબંદર, વેરાવળ, મહેસાણા, ભરૂચ અને ગોધરા ઉપરાંત જમ્મુ-કાશ્મીરનાં પાંચ શહેર – ભદ્રવા, પૂંછ, લેહ, લદાખ, અને કારગિલમાં કાર્યરત છે અને ખૂબ જ ટૂંક સમયમાં જ લોકોના દિલમાં ‘ટોપ એફએમ’ એ આજે સ્થાન જમાવી દીધું છે.
#bharatmirror #bharatmirror21 #news #topmusicawards #ahmedabad