યુપીઆઈ લાઈટ (UPI LITE)થી રૂ.200 સુધીની ચૂકવણી થઈ શકશે
• યુપીઆઈ પેમેન્ટની વ્યવસ્થામાં પરિવર્તન લાવતું પ્રથમ પ્લેટફોર્મ
• UPI LITEનો ઉપયોગ કરીને યુઝર, પીનનો ઉપયોગ કર્યા વગર અનેક ઝડપી ટ્રાન્ઝેકશન કરી શકશે.
• બેંકોમાં સકસેસ રેટનો મુદ્દો ઉભો થાય છે ત્યારે પીક ટ્રાન્ઝેકશન અવર્સમાં પણ UPI LITE નિષ્ફળ નહીં જાય
• UPI LITE પેમેન્ટસ બેંક સ્ટેટમેન્ટમાં એક જ એન્ટ્રીમાં મેળવી શકાશે.
નીતા લીંબાચીયા, અમદાવાદઃ
03 માર્ચ, 2023
ભારતમાં વિકસેલી પેટીએમ પેમેન્ટસ બેંક એ હાલમાં UPI LITE પેમેન્ટસ ઓફર કરતું એક માત્ર એક્સક્લુઝીવ પ્લેફોર્મ છે કે જે એક જ વખત ટેપ કરવાથી ઝડપી નાણાંકીય વ્યવહારો શક્ય બનાવે છે. બેંકોમાં જ્યારે સક્સેસ રેટનો મુદ્દો ઉભો થયો છે ત્યારે UPI LITE પીકઅવર્સમાં પણ ક્યારેય નિષ્ફળ જશે નહીં
પેટીએમ UPI LITE નો ઉદ્દેશ દેશભરમાં ડીજીટલ પેમેન્ટને વ્યાપકપણે ઉપલબ્ધ કરવાનો છે. નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાને કારણે શક્ય બનેલા UPI LITE થી નાની રકમના પીનનો ઉપયોગ કર્યા વગર અનેક પેમેન્ટસ થઈ શકશે.
પેટીએમ UPI LITE નો ઉપયોગ કરીને યુઝર રૂ.200 સુધીની ચૂકવણીઓ અનેક વખત ખૂબ ઝડપથી કરી શકશે. તે સુપરફાસ્ટ, સરળ અને અવરોધમુક્ત ચૂકવણીનો અનુભવ પૂરો પાડે છે. યુઝરે દરેક વખતે પીનનો ઉપયોગ કરવો પડતો નથી. વધુમાં યુઝર એ જ બેંકમાં કોઈપણ સમયે બેલેન્સ ટ્રાન્સફર કરી શકે છે.
આ વ્યવસ્થા શરૂ થતાં બેંક એકાઉન્ટમાં અનેક એન્ટ્રીની તકલીફ નહીં પડે અને ગ્રાહકોને બેંકમાંથી રોજેરોજ આગલા દિવસે કરવામાં આવેલી ચૂકવણીના સ્ટેટમેન્ટ સ્વરૂપે એસએમએસ મળી જશે.
આ વ્યવસ્થાને ગતિ આપવા માટે કંપની રૂ.1000નું UPI LITE એક્ટીવેટ કરતાં રૂ.100નું કેશબેક ઓફર કરી રહી છે.
પેટીએમ પેમેન્ટ બેંકના પ્રવક્તા જણાવે છે કે “ક્યુઆર અને મોબાઈલ બેંક પેમેન્ટસમાં પાયોનિયર તરીકે અમે યુપીઆઈને દેશના ખૂણે ખૂણે લઈ જઈ રહ્યા છીએ. UPI LITE ની રજૂઆત કરતાં અમે ગૌરવ અનુભવીએ છીએ અને ક્યારેય પણ નિષ્ફળ ના જાય તેવી તથા વિસ્તારી શકાય તેવી વ્યવસ્થા માટે કટિબધ્ધ છીએ. UPI LITE પેમેન્ટસ સુપરફાસ્ટ છે અને ક્યારે નિષ્ફળ જતાં નથી. તમારા બેંકના સ્ટેટમેન્ટમાં ગૂંચવાડો પણ થતો નથી.”
હાલમાં 9 બેંકો પેટીએમ UPI LITE ને સપોર્ટ કરી રહી છે, જેમાં કેનેરા બેંક, સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા, એચડીએફસી બેંક, ઈન્ડિયન બેંક, કોટક મહિન્દ્ર બેંક, પંજાબ નેશનલ બેંક, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, ઈન્ડિયન બેંક ઓફ ઈન્ડિયા અને ઉત્કર્ષ સ્મોલ ફાયનાન્સ બેંકનો સમાવેશ થાય છે.
પેટીએમ પેમેન્ટ બેંક યુપીઆઈ પીઅર મર્ચન્ટ (P2M) ક્ષેત્રે આગેવાન છે અને રેમિટર બેંકીંગમાં પણ અગ્રણી છે.
#bharatmirror #bharatmirror21 #news #paytm #paymentsbank #ahmedabad