‘૧૨માં નેફ્રો અપડેટ’માં કિડની રોગની સંભાળના નવા વલણો વિશે માહિતગાર કરવામાં આવ્યા
અમદાવાદ તેમજ ગુજરાતના અન્ય શહેરોમાંથી ૨૦૦થી વધુ ફિઝિશિયન્સ તેમજ સિનિયર જનરલ પ્રેક્ટિસનરો ભાગ લીધો
નીતા લીંબાચીયા, અમદાવાદઃ
12 માર્ચ, 2023:
અમદાવાદમાં રવિવારે ‘૧૨માં નેફ્રો અપડેટ’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ‘૧૨માં નેફ્રો અપડેટ’માં અમદાવાદ તેમજ ગુજરાતના અન્ય શહેરોમાંથી ૨૦૦થી વધુ ફિઝિશિયન્સ તેમજ સિનિયર જનરલ પ્રેક્ટિસનરો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ઉપસ્થિત ફિઝિશિયન્સ તેમજ સિનિયર જનરલ પ્રેક્ટિસનરોને કિડની રોગની સંભાળના નવા વલણો વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા.
આર્થમ મલ્ટી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ દ્વારા અમદાવાદના ફિઝિશિયન એસોસિએશન અને અમદાવાદ ફેમિલી ફિઝિશિયન એસોસિએશનના સહયોગથી ‘૧૨મા નેફ્રો અપડેટ’નું આયોજન કરવામાં આવ્યું હતું.
કિડનીના રોગોના સંચાલન અને સારવારમાં ફિઝિશિયન્સ તેમજ સિનિયર જનરલ પ્રેક્ટિસનરોની મહત્વની ભૂમિકા હોય છે કારણ કે દર્દીઓ હંમેશા તેમનો સંપર્ક કરતા હોય છે. નેફ્રોલોજીમાં તાજેતરના અને સંબંધિત તમામ વિકાસ વિશે ફિઝિશિયન્સ તેમજ સિનિયર જનરલ પ્રેક્ટિસનરોને અપડેટ કરવા માટે અમે દર વર્ષે ‘નેફ્રો અપડેટ’નું આયોજન કરીએ છીએ. આ નેફ્રોલોજી સંબંધિત અપડેટ્સ માટે એક મહત્વપૂર્ણ જ્ઞાન શેરિંગ ઇવેન્ટ બની ગઈ છે અને ક્લિનિકલ પ્રેક્ટિસમાં વ્યવહારુ અભિગમ શીખવે છે.
અર્થમ હોસ્પિટલના ડૉ.જાવેદ વકીલે કહ્યું કે, હું ‘૧૨માં નેફ્રો અપડેટ’માં તમામ સહભાગીઓ અને નિષ્ણાત વક્તાઓનું સ્વાગત કરું છું અને મને વિશ્વાસ છે કે આ પ્લેટફોર્મ એક ઉત્તમ શીખવાની તક હશે. ડૉ વકીલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર (IKDRC)માં ભૂતપૂર્વ એસોસિયેટ પ્રોફેસર છે અને સરદાર વલ્લભભાઈ પટેલ હોસ્પિટલમાં એસોસિયેટ પ્રોફેસર તરીકે પણ સેવા આપી રહ્યા છે.નેફ્રો અપડેટ તેમના મગજની ઉપજ છે અને આ દર વર્ષે કોઈ પણ પ્રકારના બ્રેક વગર આયોજિત કરવામાં આવે છે.
આ કોન્ફરન્સમાં મુંબઈના વરિષ્ઠ નેફ્રોલોજિસ્ટ ડૉ. એ.વી.ઈંગલેએ ક્રોનિક કિડની ડિસીઝ (CKD) નિદાનના મહત્વ કારણો વિશે માહિતગાર કર્યા હતા. એટલું જ નહિ તેમની ચર્ચા સીકેડી મેનેજમેન્ટમાં પ્રી પ્રોબાયોટીક્સ અને કેટોએનાલોગ પર પણ કેન્દ્રિત હતી.
આ કોન્ફરન્સમાં ડો. કમલેશ પરીખે ક્રિએટીનાઈન યુરિયા ઈજીએફઆર પદ્ધતિ અંગે તેમજ તેની મર્યાદા સમજવા માટે રેનલ ફંક્શન ટેસ્ટ વિશે માહિતગાર કર્યા હતા. જ્યારે ડો. કલ્પેશ ગોહિલે CKD એનિમિયા પર તેમના વિચારો શેર કર્યા હતા. ડૉ. વકીલે ડાયાબિટીસ કિડની રોગો માટે ફિનેરેનોન ધ ન્યૂ આર્મમેન્ટેરિયમ વિષય પર વાતચીત કરી હતી.
કિડની રોગના સંચાલન અને સારવારના વિવિધ પાસાઓ પર પેનલ ડિસ્કશન પણ યોજાઈ હતી.
આ કાર્યક્રમમાં અમદાવાદ, સુરત, નડિયાદ, સુરેન્દ્રનગર, દાહોદ અને અન્ય શહેરોના અંદાજિત ૨૦૦ જેટલા ફિઝિશિયન્સ તેમજ સિનિયર જનરલ પ્રેક્ટિસનરો અને મેડિકલના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
#bharatmirror #bharatmirror21 #news #nephroupdate #ahmedabad