નીતા લીંબાચીયા, અમદાવાદઃ
11 માર્ચ, 2023:
સમગ્ર દેશમાંથી 250 થી વધુ ગ્રામીણ હસ્તકલા કારીગરો, ખેડૂતો, સ્વયં-સહાય જુથ, ખેત ઉત્પાદક સંગઠનો, બિન-ખેતી ઉત્પાદક સંગઠનો, હાથ-વણાટ કારીગર વગેરેને નાબાર્ડ દ્વારા વાર્ષિક ધોરણે માર્કેટિંગ પ્લેટફોર્મ પૂરું પાડવા માટેના આ ત્રીજા પ્રદર્શન-કમ-વેચાણ મેળાનું આયોજન કરવામાં આવેલ છે.
આ કાર્યક્રમનું ઉદ્ઘાટન શ્રી મનીષ ભારદ્વાજ, IAS, અગ્રસચિવશ્રી, નર્મદા (NWRWS&KD), ગુજરાત દ્વારા, શ્રી સુરેન્દ્ર રાણા, ચીફ જનરલ મેનેજર, સ્ટેટ બઁક ઓફ ઈન્ડિયા, શ્રી અબ્દુલ ગફુર ખત્રી, રોગન આર્ટ માટે પદ્મશ્રી એવોર્ડ વિજેતા; શ્રી બી. કે. સિંઘલ, ચીફ જનરલ મેનેજર, નાબાર્ડ, ગુજરાત અને અન્ય વરિષ્ઠ અમલદાર, શિક્ષણવિદ, બેંકર્સ અને મેળાના સહભાગીઓની હાજરીમાં કરવામાં આવ્યું હતું.
શ્રી બી.કે. સિંઘલ, ચીફ જનરલ મેનેજર, નાબાર્ડએ તેમના સ્વાગત પ્રવચનમાં સહયોગ મેળા ને ભવ્ય કાર્યક્રમ બનાવવા બદલ સહભાગીઓના સહયોગ અને ઉત્સાહ બદલ તેમનો આભાર વ્યક્ત કર્યો. તેમણે કસબીઓની કળાની પ્રશંસા કરી અને શહેરીજનોને પરિવાર અને મિત્રો સાથે મેળાની મુલાકાત લેવા અને સ્વદેશી કળા અને હસ્તકલાને પ્રોત્સાહિત કરવા આહ્વાન કર્યું. ભારતના વિકસતા ભેટ-સોગાદ અને લગ્ન ઉદ્યોગને ટાંકીન તેમણે સ્વદેશી હસ્તકલાને પ્રોત્સાહન આપવા માટે A2G (Artist to Gift) એક નવો ખ્યાલ પ્રસ્તાવિત કર્યો. આ કાર્યક્રમમાં 20 જુદા-જુદા રાજ્યોના ઉત્પાદનો સાથે 120 થી વધુ સ્ટોલ છે.
શ્રી મનીષ ભારદ્વાજે, IAS, તેમના મુખ્ય વક્તવ્યમાં, આ અનોખા કાર્યક્રમનું આયોજન કરવા બદલ નાબાર્ડની પ્રશંસા કરી, જે માત્ર આપણા ખેડૂતો, કારીગરો, સ્વ-સહાય જૂથોને માર્કેટિંગ પ્લેટફોર્મ જ નહીં પરંતુ શહેરી ગ્રાહકોની પસંદગી ને સમજવાની તક પણ પૂરી પાડે છે. તેમણે સહયોગ મેળાના આયોજન ની સાથે-સાથે નાબાર્ડ એફપીઓ, કસબીઓ અને હસ્તકળા કારીગરો વગેરે માટે B2B જોડાણની સુવિધા આપી રહ્યું છે. તેમણે નાબાર્ડને સરકારી વિભાગો અને બેંકર્સના પ્રયત્નોને સહયોગ આપવા અને ગ્રામીણ ઉત્પાદકો માટે મજબૂત અને પ્રબળ માર્કેટિંગ ઇકોસિસ્ટમની પ્રક્રિયાને માર્ગદર્શન આપવા માટે પણ વિનંતી કરી.
આ કાર્યક્રમના ત્રીજો દિવસ B2B ખરીદ-વેચાણ ની બેઠક નું આયોજના કરવામાં આવેલ છે.
#bharatmirror #bharatmirror21 #news #nabard #ahmedabad