નીતા લીંબાચિયા, અમદાવાદઃ
23 માર્ચ 2023:
મધ્યપ્રદેશ, ભારતનું હૃદય, ના ઉજ્જૈન ખાતે આવેલ શ્રી મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ માટે મધ્યપ્રદેશ સરકારના સંસ્કૃતિ વિભાગ, શ્રી મહાકાલ મંદિર ટ્રસ્ટ, મધ્યપ્રદેશ ટૂરિઝમ બોર્ડ તથા કૈલાશ રિકોર્ડ અને કૈલાશ એન્ટરટેનમેન્ટ દ્વારા એક નવું સ્તુતિ ગીતની રજૂઆત કરવામાં આવી છે.
જેમાં શ્રી મહાકાલેશ્વર મંદિર તથા શ્રી મહાકાલ લોક કોરીડોરના સુંદર દ્રશ્યોની પ્રસ્તુતિ કરી છે. પદ્મશ્રી કૈલાશ ખેર આ સ્તુતિ ગીત ની કંપોઝર તથા ગીતકાર છે. આ સ્તુતિ ગીતમાં બોલીવુડના જાણીતા સિંગરો, જેવા કે કૈલાશ ખેર, સોનુ નિગમ, અરિજીત સિંહ, શંકર મહાદેવન તથા શાન મુખર્જીએ પોતાનો આવાજ આપ્યો છે.