નીતા લીંબાચીયા, અમદાવાદઃ
16 માર્ચ, 2023:
કલાસુર્ય ફાઉન્ડેશન ધ્વારા 14 માર્ચ 2023 એસ કે ફાર્મ ખાતે મહિલા દિનની ઉજવણી અમદાવાદ શહેરની ટ્રાફિક પોલીસ મહિલાઓ સાથે કરવા મા આવી,
જેમા સેનેટરી પેડથી થતા નુકસાન થી બધાને અવગત કરી મેન્સ્ટ્રુઅલકપ વાપરવાથી થતા ફાઈદા જણાવી, મેન્સ્ટ્રુઅલકપ કેવીરીતે વાપરવા તેની જાણકારી સેમીનાર ધ્વારા આપી 250 ટ્રાફિક પોલીસ મહિલાઓને મેન્સ્ટ્રુઅલકપની ભેટ આપી,તમામ મહિલાઓ મેન્સ્ટ્રુઅલકપ વાપરવાનુ શરુ કરે અને પોતાના સ્વાસ્થ્ય અને પર્યાવરણનુ જતન કરે તેવી અપીલ કલાસુર્ય ફાઉન્ડેશન ના મેનેજીંગ ટ્રસ્ટી અને ફિટનેસ કોચ સંગીતા પટેલ એ કરી.
આ કાર્યક્રમનુ સંયોજન ડીસીપી અમદાવાદ વેસ્ટ ટ્રાફિક પોલીસ નિતાબેન દેશાઈ ધ્વારા કરાયુ હતુ,જેમા અમદાવાદ શહેરના કમિશનર સાહેબ શ્રી સંજય શ્રીવાસ્તવ સરની વિશેષ ઉપસ્થિતી રહી હતી તથા તમામ એસીપી, ડીસીપી, અને ડીપાર્ટમેન્ટના ઓફીસરો હાજર રહ્યા હતા.
આ કાર્યક્રમનો ઉદ્દેશ ડ્યુટી મા વ્યસ્ત રહેતી મહિલાઓને ગાઈનેક સમસ્યાઓથી માહિતગાર કરી તેના નિવારણની સમજ આપવી તથા માસીકધર્મ મા સુરક્ષિત અને આરામદાયક મેન્સ્ટ્રુઅલકપ વાપરવા પ્રોત્સાહિત કરવા તથા તેમના મનોરંજન માટે સંગીત સંધ્યાનુ પણ આયોજન કરાયેલ તથા સ્વાદિષ્ટ ભોજનની પણ વ્યવસ્થા કરવા મા આવી હતી.
આ એક કપ ૧૦ વર્ષ ચાલે છે તથા યોની માર્ગના રોગોથી બચાવે છે તથા ટ્રાફિક પોલીસ કર્મી મહિલાઓને માસીકધર્મ મા ફરજ સ્થળ પર કપડા બગડવાના કે વોશરુમ શોધવાની તકલીફ માથી મુક્તી મળે છે. મેન્સ્ટ્રુઅલકપ વિતરણ કાર્ય માટે મુખ્ય સ્પોન્સર શ્રીમતી ગીતાબેન પટેલ તથા કો સ્પોન્સરસજરૂર પ્રકાશભાઈ વાણિયા, અંકિત બજાજ,કુનાલ ઠક્કર, રાકેશભાઈ અગ્રવાલ,ડૉ મીતાલી પરીખ, મેહુલભાઈ પટેલ, દિપ્તીબેન વ્યાસ તથા અમૃતા ઠાકર હતા.
#bharatmirror #bharatmirror21 #news #kalasuryfoundation #womenday #ahmedabad