જીફા ૨૦૨૨ નો જાજરમાન એવોર્ડ સમારંભ તારીખ ૨૮ ફેબ્રુઆરી ૨૦૨૩ ના રોજ અમદાવાદ માં નારાયણી હાઈટ્સ્ટ ખાતે યોજાઇ ગયો. જીફા એ ફરી એકવાર એ સાબિત કરી દીધું કે જીફા એવોર્ડ ભારતનો સૌથી મોટો ગુજરાતી ફિલ્મ એવોર્ડ સમારંભ છે. દર વર્ષની જેમ આ ૭ માં વર્ષે પણ ધમાકેદાર પરફોર્મન્સે જલ્સો પાડી દીધો હતો. ગુજરાતી ફિલ્મો ના કલાકાર કસ્બીઓ જેમણે ગુજરાતી ફિલ્મોમાં બહુમુલ્ય યોગદાન આપેલું હોય, તેમને તેમના કામની પ્રશંસા રૂપે એવોર્ડ અર્પણ કરી ગુજરાતી ફિલ્મોને આગળ ધપાવવાનું કામ જીફા કરી રહ્યું છે.
નીતા લીંબાચીયા, અમદાવાદઃ
03 માર્ચ, 2023:
જીફા- ૨૦૨૨ નો જાજરમાન જલસો નારાયણી હાઈટ્સ ખાતે યોજાય ગયો. ગુજરાતી ફિલ્મ જગતના જાણીતા ચહેરાઓ એ આ રાતની રોશની વધારી હતી. છેલ્લા છ વર્ષની સફળતા બાદ સાતમા વર્ષે પણ જીફા-૨૦રરનો જાજરમાન એવોર્ડ સમારંભ માં એકદમ ધમાકેદાર પરફોર્મન્સ એ ચાંદ ચાંદ લગાવી દીધા હતા. ૪૦૦થી વધું સેલિબ્રિટી, અલગ અલગ કેટેગરીમાં ૩૫થી વધારે કલાકારોને એવોર્ડના સન્માન સાથે ૫૦૦૦થી વધું ઓડિયન્સની વચ્ચે અનેક જાણીતાં સિતારા અને મહાનુભાવોની વિશેષ હાજરીમાં જીફા ૨૦૨૨ સફળતાપૂર્વક યોજ્યો હતો.

ખાસ તો, ગુજરાત અને ભારતભરમાં જાણીતા મહાનુભાવોની વિશેષ હાજરી સમારંભની રોનક બની હતી જેમાં એક્ટર વિક્રમ ઠાકોર, હિતુ કનોડિયા, ઓસમાણ મીર, કિર્તીદાન ગઢવી, યોગેશ ગઢવી, Janak Thakkar , Prashant korat ,ગુજરાત ટુરિઝમ ના એમ.ડી શ્રી આલોકકુમાર પાંડે તથા ખ્યાતિ નાયક સહિત અનેક મહાનુભાવો અને સિનેમા જગત ની હસ્તીઓ ઉપસ્થિત રહી હતી, આ વર્ષે જીફાએ આપેલ ગોલ્ડન એવોર્ડ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતાં જેમાં, બોલિવૂડમાં ધ કશ્મીર ફાઈલ ફિલ્મ બનાવનાર વિવેક અગ્નિહોત્રી હાજર રહી એવોર્ડ સ્વીકાર્યો હતો, સાથે અનિલ શર્મા બોલિવૂડ ડીરેક્ટર ગદર- ટુ, પદ્મ પુરસ્કાર સન્માનિત એવા હેમંત ચૌહાણ, એકટર તથા ડીરેક્ટર દેવેન ભોજાણી, અને બોલિવૂડના જાણીતા અને ગુજરાતી કલાકાર પરેશ રાવલને ગોલ્ડન એવોર્ડથી સન્માનીત કરવામાં આવ્યા હતાં.

સમગ્ર કાર્યક્રમનું સંચાલન ફિલ્મી સીતારાઓ એ કર્યું હતું જેમાં શરૂઆતમાં સોનક વ્યાસ, પુજા જોશી, અને સપના વ્યાસે કર્યું હતું સાથે વારાફરતી પરફોર્મન્સમાં મેડલ ફિલ્મના બાળકોએ ડાન્સ કરી લોકોને મંત્રમુગ્ધ કર્યા હતાં, વાલમ જાવોને ફિલ્મના પરફોર્મન્સમાં જયેશ મોરે અને કિંજલ પંડ્યાએ અદભુત પરફોર્મન્સ કરી ઓડિયન્સને મજા કરાવી હતી, સૈયર મોરી પરફોર્મન્સમાં તો લોકો પણ સાથે જોડાય ગયા હતાં,

એ સાથે માધવ ફિલ્મના સોંગ પર હિતુ કનોડિયા એ ધમાકેદાર એન્ટ્રી સાથે પરફોર્મન્સ કર્યું હતું. એજ રીતે હું તારી હિર ના સોન્ગ પર પુજા જોષી, ભુમી ત્રિવેદી એમના પોતાના ગીતો પર , જુના ગીતો પર મૌલિક ચૉહાણ અને ડેનિશા ઘુમરાહ અને અને તાજેતર માં રીલીઝ થયેલી ફિલ્મ આગંતુક ના સોંગ પર ઉત્સવ નાયક અને નેત્રી ત્રિવેદી એ નવી જ છટાથી પરફોર્મન્સ કરી જીફા એવોર્ડને ચાંદ ચાંદ લગાવી દીધા હતાં. જેવા પરફોર્મન્સ એવું જ સિનેમા એન્કરીંગ જેમાં સોનક વ્યાસ, પુજા જોષી, જીનલ બેલાની, મૌલિક ચૉહાણ, સપના વ્યાસ, મેહૂલ બુચ, સ્મિત પંડ્યા અને અરવિંદ વેગડા છવાઇ ગયા હતા. જ્યુરી મેમ્બર પણ વિશેષ ઉપસ્થિત રહ્યાં હતાં જેમાં ડીરેક્ટર તથા રાઇટર શ્રી મિહીર ભુટ્ટા, કવિ શ્રી તુષાર શુક્લ, ફિલ્મ મેકર અને એડીટર શ્રીનિવાસ પાત્રો, જાણીતી અભીનેત્રી રૂપા દિવેટિયા, લિગલ એડવાઇઝર શ્રી આર.કે રાજપૂત, પ્રોડ્યુસર શ્રી જીગ્નેશ પટેલ, નેશનલ એવોર્ડ વીનર ફિલ્મ ના નિર્માતા શ્રી મનિષ સઈની અને ફિલ્મ મેકર અદીતી ઠાકોર પણ હાજર રહ્યા હતાં.

આ વર્ષે જીફા સાથે ઘણી જાણીતી બ્રાન્ડ જોડાઇ જેમાં BU4 AUTO, ગુજરાત ટુરીઝ્મ, AERO TRANS, FACEBOOK & INSTAGRAM અને પિક્સેલ ડી અને રેડીયો માં ૯૧.૧ રેડીયો સીટી જોડાયા. સમગ્ર કાર્યક્રમને કર્લસ ગુજરાતી પર પ્રસારીત કરવામાં આવશે.
#bharatmirror #bharatmirror21 #news #gifa #ahmedabad
