- સેવા એનજીઓની મહિલાઓ માટે ખાસ સ્વાસ્થ્ય-જાગૃતિ અને મનોરંજન કાર્યક્રમ
નીતા લીંબાચીયા, અમદાવાદઃ
07 માર્ચ, 2023:
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ 8 માર્ચના રોજ, જીસીએસ હોસ્પિટલે ખાસ કાર્યક્રમનું આયોજન કર્યું હતું જેમાં જીસીએસ હોસ્પિટલ દ્વારા રેડિયો નઝરિયાની ટીમ સાથે મળીને સેવા (S.E.W.A.) એન.જી.ઓ.ની મહિલાઓ માટે ખાસ સ્વાસ્થ્ય જાગૃતિ અને મનોરંજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
SEWA (સેલ્ફ એમ્પ્લોઇડ વુમન એસોસિએશન) એ મહિલા સશક્તિકરણ ક્ષેત્રે કાર્યરત છે જે મહિલાઓને તેના પરિવારની જરૂરિયાતો પુરી પડી શકે એટલી સ્વતંત્ર બનાવવાનો સતત પ્રયાસ કરે છે. આ વર્ષની થીમ “Embrace Equity”ને ધ્યાનમાં રાખીને આયોજીત આ કાર્યક્રમમાં સેવાની ૧૭૫થી વધુ બહેનોએ ભાગ લીધો હતો. આજીવિકા માટે રોજીંદા કાર્યમાં વ્યસ્ત રહેતી આ મહિલાઓને પણ મનોરંજન અને રમતગમતનો આનંદ મળે તે માટે જીસીએસ હોસ્પિટલ અને રેડિયો નઝરિયા ટીમ દ્વારા ખૂબ સારી રીતે સંગીત, ગેમ્સ-ક્વિઝ, ફોટો-સેશન જેવી વિવિધ પ્રવૃતિઓ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી.
વિવિધ પ્રકારના સંગીતના તાલ પર મહિલાઓએ આનંદ માણી એકબીજા સાથે ડાન્સ પણ કરેલો હતો. જેમાં વિવિધ ગીફ્ટ્સ પણ આપવામાં આવી હતી. આ ઉપરાંત, જીસીએસ હોસ્પિટલના ગાયનેકોલોજીસ્ટ ડો. હેતલ ભાસ્કર દ્વારા મહિલાના સ્વાસ્થ્ય અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ હાજર મહિલાના પ્રશ્નોનું પણ નિરાકરણ કર્યું હતું. ડાયેટિશિયન ડો. સ્વાતિ પરાશર દ્વારા મહિલાઓને તેમનું અને પરિવારનું યોગ્ય આહાર દ્વારા કઈ રીતે સ્વાસ્થ્ય સાચવવું – તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ ઉપરાંત, તમામ હાજર બહેનો માટે જીસીએસ હોસ્પિટલ દ્વારા ખાસ હેલ્થ ચેકઅપ કુપનનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં ગાયનેક કન્સલટેશન, મેમોગ્રાફી તપાસ, બ્લડ તપાસ વગેરે બિલકુલ નિ:શુલ્ક કરવામાં આવશે. મહિલાઓ સામાન્ય રીતે પોતાના સ્વાસ્થ્ય પર ખાસ ધ્યાન આપતા નથી અથવા તો ખર્ચથી ડરતા હોય છે તો એ માટે મહિલાઓ આ નિ:શુલ્ક ચેકઅપનો ફાયદો લઇને સ્વસ્થ રહી શકે તે હેતુથી જીસીએસ હોસ્પિટલે ખાસ વ્યવસ્થા કરી આપેલ છે.
#bharatmirror #bharatmirror21 #news #gcshospital #womensday #ahmedabad