નીતા લીંબાચિયા, અમદાવાદઃ
24 માર્ચ 2023:
જી.સી.સી.આઈની યુથ વિંગ અને હેલ્થકેર ટાસ્ક ફોર્સ દ્વારા તારીખ 23મી માર્ચ, 2023ના રોજ જાણીતા કાર્ડિયાક સર્જન પદ્મશ્રી ડૉ. તેજસ પટેલ સાથે એક વાર્તાલાપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વાર્તાલાપનો હેતુ કાર્ડિયાક કેર વિશે વધુ જાગૃતિ લાવવાનો તેમજ તે સુનિશ્ચિત કરવા માટે વ્યક્તિના જીવનમાં શું પગલાં લેવા જોઈએ તે વિશે ચર્ચા કરવાનો હતો.
આ પ્રસંગે સ્વાગત પ્રવચન કરતાં GCCI પ્રમુખ શ્રી પથિક પટવારીએ જી.સી.સી.આઈ ખાતે આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત કાર્ડિયોલોજિસ્ટ પદ્મશ્રી ડૉ. તેજસ પટેલ ની ઉપસ્થિતિ માટે ખુબ જ આનંદ વ્યક્ત કર્યો હતો. તેમણે ડૉ. પટેલ દ્વારા કરવામાં આવેલ કાર્ડિયાક અંગે હસ્તક્ષેપ તકનીકોના ક્ષેત્રે થયેલ અગ્રણી કાર્ય અને તેઓ દ્વારા પ્રશિક્ષિત ભારત અને વિદેશમાં મોટી સંખ્યામાં કાર્ડિયોલોજિસ્ટ અંગે ગૌરવપૂર્ણ નોંધ લીધી હતી. તેઓએ કાર્ડિયોવાસ્ક્યુલર રોગો દ્વારા ઉદ્ભવતી ગંભીર સમસ્યાઓ અંગે વાત કરી હતી જેને કારણે દર વર્ષે 17.9 મિલિયન લોકો પોતાનું જીવન ગુમાવી બેસે છે અને જેમાંથી લગભગ 60 ટકા મૃત્યુદર ભારતમાં જ છે.
ડો. સુજલ મુનશીએ ડો. તેજસ પટેલનો પરિચય આપ્યો હતો અને તેઓની અનેકવિધ શૈક્ષણિક તેમજ કાર્ડિયાક સર્જરી સંબંધિત સિદ્ધિઓનો ઉલ્લેખ કર્યો. તેમણે ટ્રાન્સ રેડીયલ ઇન્ટરવેન્શન, રોબોટિક પીસીઆઈ અને ટેલિરોબોટિક પીસીઆઈમાં ડો. પટેલના ગ્રાઉન્ડ બ્રેકિંગ કામનો ઉલ્લેખ કર્યો તથા તેમના દ્વારા લખાયેલા મહત્વના પુસ્તકો અને અગ્રણી આંતરરાષ્ટ્રીય મેડિકલ જર્નલમાં પ્રકાશિત થયેલા તેમના અનેક પેપર્સનો પણ ઉલ્લેખ કર્યો હતો. ડો. મુનશીએ, ડો. તેજસ પટેલને મળેલ અનેકવિધ અવોર્ડ્સની પણ માહિતી આપી હતી.
ડૉ. તેજસ પટેલે કાર્ડિયાક કેર વિશે વિસ્તૃત વાત કરી હતી તેમજ ખૂબ જ જટિલ કાર્ડિયાક સર્જરી કરવા અંગે પણ થયેલ વૈજ્ઞાનિક પ્રગતિ વિશે વાત કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે રોગ થતા પહેલાં તેનું નિવારણ તેના ઉપચાર કરતાં વધુ આવકાર્ય છે અને દરેક વ્યક્તિએ ચોક્કસપણે જીવનશૈલી સંબંધિત ફેરફાર શરૂ કરવા જોઈએ અને હૃદય અને શરીરને લગતી નિયમિત તપાસ કરાવવી જોઈએ જેથી કાર્ડિયાક સ્વાસ્થ્ય સારું રહે. તેમણે નિયમિત શારીરિક વ્યાયામ, આહારની સંભાળ, તણાવમુક્ત જીવન અને ધૂમ્રપાન મુક્તિના મહત્વ પર ભાર મૂક્યો હતો જેથી હૃદય અને એકંદર આરોગ્યનું ધ્યાન રાખી શકાય. વધુમાં તેઓએ ફિટનેસ માટે એરોબિક, એનએરોબિક ટ્રેનિંગ અને મીડિએટશન નું મહત્વ જણાવ્યું હતું.
ડૉ. તેજસ પટેલ દ્વારા સૂચવવામાં આવેલા કાર્ડિયોવેસ્ક્યુલર સ્વાસ્થ્યને જાળવવા માટેના કેટલાક મહત્વપૂર્ણ બાબતો નીચે મુજબ જણાવવામાં આવી હતી:
અઠવાડિયામાં ઓછામાં ઓછા 5 દિવસ સુધી ઓછામાં ઓછું 30 મિનિટ ચાલવું
300 મિનિટની મધ્યમ તીવ્રતાની વર્કઆઉટ/અઠવાડિયું અથવા 150 મિનિટની જોરદાર તીવ્રતાની વર્કઆઉટ/અઠવાડિયું આવશ્યક છે.
નિયમિત કસરત સીવીડીનું જોખમ ઘટાડે છે.
શરીરના સ્નાયુને જાળવવું મહત્વપૂર્ણ છે.
રેઝીઝસ્ટેન્સ ટ્રેનિંગ ડાયાબિટીસના સંચાલનમાં મદદ કરે છે.
મેડિટેશન એન્ડોર્ફિન્સ, ડોપામાઇન, ઓક્સીટોસિન અને સેરોટોનિન હોર્મોન્સને સંતુલિત કરવામાં મદદ કરે છે.
આપણે પ્રોટીનનું સેવન શરીરના વજનના કિલોગ્રામ દીઠ 1 ગ્રામથી વધુ ન કરવું જોઈએ.
તેઓએ ઉદાહરણ આપી સમગ્ર વાર્તાલાપને ખુબ રસપ્રદ બનાવ્યો હતો.
GCCI યુથ વિંગ ના અધ્યક્ષ શ્રી હેમલ પ્રજાપતિ દ્વારા આભાર વિધિ પછી વાર્તાલાપનો આ કાર્યક્રમ પૂર્ણ થયો હતો.