નીતા લીંબાચીયા, અમદાવાદઃ
01 માર્ચ, 2023:
આગામી શનિવાર, 4થી માર્ચ, 2023 ના રોજ “આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ”ની ઉજવણી નિમિત્તે GCCI બિઝનેસ વુમન કમિટીએ GCCI પ્રીમાઈસીસ, આશ્રમ રોડ, અમદાવાદ ખાતે “મહિલા દિવસ ગાલા એક્ઝિબિશન”નું આયોજન કર્યું છે, જેનું ઉદ્ઘાટન જાણીતી અભિનેત્રી અને ગાયિકા માનસી પારેખ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહી કરશે. આ ગાલા એક્ઝિબિશન મુલાકાતીઓ માટે સવારે 10.00 થી સાંજે 07.30 સુધી ખુલ્લું રહેશે.
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે આયોજિત આ એક્ઝિબિશનની વિગતો આપતા, GCCI બિઝનેસ વુમન કમિટીના ચેરપર્સન ઋતુજા પટેલે જણાવ્યું હતું કે ગુજરાતની સાહસિક મહિલા ઉદ્યોગસાહસિકો દ્વારા અનેકવિધ આધુનિક વસ્તુઓનું ઉત્પાદન થઇ રહેલ છે અને આ પ્રદર્શન તેઓની આ વિશાળ ઉત્પાદન શ્રેણી મોટી સંખ્યામાં મુલાકાતીઓ સમક્ષ પ્રસ્તુત કરવા માટે એક તક પુરી પાડશે.
સમગ્ર દિવસ દરમ્યાન ખુલ્લા રહેનાર આ પ્રદર્શન માં કપડાં તેમજ એપેરલ ની વિશાળ શ્રેણી, જ્વેલરી, મહિલાઓ માટે એસેસરીઝ, ગિફ્ટ માટેની અનેકવિધ વસ્તુઓ તેમજ વિવિધ ખાદ્ય પદાર્થો પ્રદર્શિત કરતા 60 જેટલા સ્ટોલ હશે.
આ પ્રદર્શન એ ગુજરાતની સાહસિક મહિલા ઉદ્યોગસાહસિકોને બિરદાવવાનો તેમજ તેઓના ઉત્પાદનોને વિશાળ જન સમુદાય સમક્ષ પ્રસ્તુત કરવાનો એક પ્રયાસ છે.
#bharatmirror #bharatmirror21 #news #gcci #businesswomencommitteeorganizes #womenday #galaexhibition #ahmedabad