નીતા લીંબાચીયા, અમદાવાદઃ
08 ફેબ્રુઆરી, 2023:
BAPS સંસ્થાના 200 સંતોએ અમદાવાદ ખાતે આવેલ વિશ્વની સૌથી વિશાળ ગુજરાત સાયન્સ સિટીની મુલાકાત લીધી.

જ્યાં, સાયન્સ સિટીના એક્ઝીક્યુટિવ ડિરેક્ટર શ્રી જે.બી.વદરે સંતોનુ સ્વાગત કર્યુ હતુ. સાયન્સ સિટી ખાતે આવેલ ભારતની સૌથી મોટી એક્વેટિક ગેલેરી જોઈને સંતો અભિભુત થયા હતા સાથે જ રોબોટિક ગેલેરીની મુલાકાત લઈને પણ સંતો ખુબ જ આનંદિત થયા હતા, ધર્મ અને વિજ્ઞાનનો સમન્વય સમાજની સુખાકારી વધારશે તેવા આશિર્વચન સાયન્સ સિટીની મુલાકાતે આવેલા BAPS સંસ્થાના વરીષ્ઠ સંત શ્રી નારાયણ મુની સ્વામીએ આપ્યા હતા.

તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે, વિશ્વ કક્ષાની આ એક્વેટિક ગેલેરીમાં આવેલ 12 હજારથી વધુ માછલીઓની વિવિધતા જોઈને બાળકો, યુવાઓ અને સૌને ભગવાને કરેલ સુંદર રચનાના દર્શન થાય છે.

આ ઉપરાંત સાયન્સ સિટીમાં આવેલ રોબોટિક્સ ગેલેરીમાં વિવિધ રોબોટ્સની કાર્ય પદ્ધતિ જોઈને સંતો ખુબ જ રોમાંચિત થયા હતા. ઉપરાંત, રોબોટિક્સ ગેલેરીમાં આવેલી સ્વ સંચાલીત કારનુ નિદર્શન પણ સંતોએ નિહાળ્યુ હતું.
#bharatmirror #bharatmirror21 #news #sciencecity #baps #ahmedabad
