નીતા લીંબાચીયા, અમદાવાદઃ
11 ફેબ્રુઆરી, 2023:
અમદાવાદમાં શીલજ ખાતેની આઇટી કંપની પેનામેક્સ ઈન્ફોટેક લિમિટેડ (બંકાઈ ગ્રુપ) દ્વારા પોતાની કંપનીના એમ્પ્લોયીઝ માટે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે વોકેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. 11ફેબ્રુઆરી, 2023 એટલેકે શનિવારના રોજ સવારે 7 કલાકે સાબરમતી રિવરફ્રન્ટ વલ્લભસદન બ્લોક- ઈથી આ વોકેથોન શરૂ થઇ હતી. આ વોકેથોન 7 કિલોમીટરની હતી.
પેનામેક્સ ઈન્ફોટેક દ્વારા યોજાયેલ આ વોકેથોનમાં કંપનીના 325 એમ્પ્લોયીઝ એ ભાગ લીધો. આ અંગે બંકાઈ ગ્રુપના ગ્લોબલ એચઆર હેડ અને વાઇસ પ્રેસિડેન્ટ સચિન પુરીએ જણાવ્યું હતું કે, “પેનામેક્સ ફેમિલીના સભ્યો માટે અવાર- નવાર પ્રવૃત્તિઓનું આયોજન થતું રહે છે. તેમના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને આ વોકેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું.”
આ પ્રસંગે બંકાઈ ગ્રુપના ફાઉન્ડર અને સીઈઓ બંકિમ બ્રહ્મભટ્ટ તથા બંકાઈ ગ્રુપના ગ્લોબલ એચઆર હેડ અને વાઇસ પ્રેસિડેન્ટ સચિન પુરી, અમી બ્રહ્મભટ્ટ, ડો. રાઘવેન્દ્ર હુનાસ્ગી, મોહિત રાવ વગેરે સહીત કંપનીના અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતા અને કર્મચારીઓનો જુસ્સો વધાર્યો હતો.
પ્રથમ વિજેતાને ટીવી, દ્વિતીય વિજેતાને સાઉન્ડ બાર તથા ઝીલ એવોર્ડ વિનરને ઇલેક્ટ્રિકલ હોમ એસેસરી આપવામાં આવશે.
#bharatmirror #bharatmirror21 #news #panamaxinfotech #walkathon #ahmedabad