નીતા લીંબાચીયા, અમદાવાદઃ
06 ફેબ્રુઆરી, 2023:
કલાસુર્ય ફાઉન્ડેશન ધ્વારા દિકરીને આપો પાંખ અભિયાન અંતર્ગત દેવમઈ અભિયાન ચલાવવા મા આવે છે,જેમા ભરતનાટ્યમ નૃત્યની દીક્ષાંત સમારોહનો આખો મહિનો ઉજવી રહ્યા છે, 28 અને 29 જાન્યુઆરીએ ૫ દિકરીઓ એ ભાગવત વિદ્યાપીઠ મંદિર મા ગુરુ શ્રી સંગીતા પટેલના માર્ગ દર્શન હેઠળ, ભરતનાટ્યમ નૃત્યની દિક્ષા લઈ સમાજ મા આધ્યાત્મિક મુલ્યોનો પ્રચાર પ્રસાર કરવા મા જોડાયા હવે બીજી ૪ દિકરીઓ પણ દિક્ષા લેશે.
આ દેવમઈ અભિયાનના સહયોગી છે શ્રી પિનાકિન રાવલ (પ્રમુખ,સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ) કલાસુર્ય ફાઉન્ડેશન ધ્વારા એક નવીન પગલુ ભરવા માં આવી રહ્યુ છે. ભરતનાટ્યમનૃત્ય જેને શીખવા મા ૭ વર્ષ જેટલો લાંબો સમય લાગતો હોય છે જેના લીધે ધણા લોકો આ કલા નથી શીખી શક્તા માટે કલાસુર્ય ફાઉન્ડેશન ક્રેશકોર્ષ ધ્વારા માત્ર ૬ થી ૧૨ મહિનામા સમગ્ર તાલીમ આપી, મંદિરના પવિત્ર વાતાવરણ મા આરંગેત્રમ કરાવે છે.
એ પણ માત્ર સવા રુપીયો ગુરુ દક્ષિણા લઈને.આ કાર્યનો મુખ્ય ઉદ્દેશ્ય વધુ મા વધુ લોકો આ કલા શીખી પોતાના મા આધ્યાત્મિક મુલ્યોને જીવંત રાખી શકે અને કલામા વ્યાપી રહેલ વેપારી કરણને નાથી ભક્તિના ભાવને જીવંત રાખી શકાય. કાર્યક્રમમા વિશેષ મહેમાન તરીકે પ્રખ્યાત અભિનેતા શ્રી જીતેન્દ્રભાઈ ઠક્કર, અભિનેત્રી શ્રીમતી હર્ષાબેન ભાવસાર તથા અન્ય નામી મહેમાનો એ ઉપસ્થિતી આપી હતી.
#bharatmirror #bharatmirror21 #news #kalasuryafound #daughterwingscampaign #ahmedabad