• ક્વોલિટી કેર ફોર એવરી ચાઈલ્ડ-એવરીવેર’ની આ કોન્ફરન્સની વિષયવસ્તુનેગુજરાતે બાળકોના હોલિસ્ટિક હેલ્થકેર એપ્રોચથી સાકાર કરી છેઃ મુખ્યમંત્રીશ્રી
• ઉજ્જવળ આવતીકાલ સમાન બાળકોને સ્વસ્થ-તંદુરસ્ત રાખીને સર્વેસન્તુ નિરામયાં સાકાર કરતા પિડિયાટ્રિશિયન્સ દેવદૂતરૂપ છેઃ મુખ્યમંત્રીશ્રી
• ગાંધીનગરમાં 19થી 23 ફેબ્રુઆરી દરમિયાન 30મી આઈપીએ કોંગ્રેસ અને 60મી પેડીકોન યોજાશે
• સમગ્ર ભારતમાંથી 6,000થી વધુ બાળરોગ નિષ્ણાતો અને વિશ્વભરમાંથી લગભગ 500 પ્રતિનિધિઓ આ કોન્ફરન્સમાં ભાગ લઈ રહ્યા છે.
ગાંધીનગર, 20 ફેબ્રુઆરી, 2023:મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં ઈન્ટરનેશનલ પિડિયાટ્રિક્સ એસોસિયેશનની 30મી કોંગ્રેસ (આઈપીએ કોંગ્રેસ) અને ઈન્ડિયન એકેડમી ઓફ પિડિયાટ્રિક્સ (પેડિકોન)ની …
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં 30મી આઇપીએ કોંગ્રેસ અને 60માં પેડિકોન અધિવેશનનો કરાવ્યો પ્રારંભ
• ‘ક્વોલિટી કેર ફોર એવરી ચાઈલ્ડ-એવરીવેર’ની આ કોન્ફરન્સની વિષયવસ્તુને ગુજરાતે બાળકોના હોલિસ્ટિક હેલ્થકેર એપ્રોચથી સાકાર કરી છેઃ મુખ્યમંત્રીશ્રી
• ઉજ્જવળ આવતીકાલ સમાન બાળકોને સ્વસ્થ-તંદુરસ્ત રાખીને સર્વેસન્તુ નિરામયાં સાકાર કરતા પિડિયાટ્રિશિયન્સ દેવદૂતરૂપ છેઃ મુખ્યમંત્રીશ્રી
• ગાંધીનગરમાં 19થી 23 ફેબ્રુઆરી દરમિયાન 30મી આઈપીએ કોંગ્રેસ અને 60મી પેડીકોન યોજાશે
• સમગ્ર ભારતમાંથી 6,000થી વધુ બાળરોગ નિષ્ણાતો અને વિશ્વભરમાંથી લગભગ 500 પ્રતિનિધિઓ આ કોન્ફરન્સમાં ભાગ લઈ રહ્યા છે.
નીતા લીંબાચીયા, અમદાવાદઃ
22 ફેબ્રુઆરી, 2023:
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં ઈન્ટરનેશનલ પિડિયાટ્રિક્સ એસોસિયેશનની 30મી કોંગ્રેસ (આઈપીએ કોંગ્રેસ) અને ઈન્ડિયન એકેડમી ઓફ પિડિયાટ્રિક્સ (પેડિકોન)ની 6૦મી વાર્ષિક સભાનો શુભારંભ કરાવ્યો હતો.
ગાંઘીનગર મહાત્મા મંદિર ખાતે 19 થી 23 ફેબ્રુઆરી દરમિયાન યોજાઇ રહેલા આ અધિવેશનના પ્રારંભ પ્રસંગે ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, મુખ્ય સંગઠન સચિવ ડૉ. વિનીત સક્સેના, આઈપીએ કૉંગ્રેસ પ્રમુખ ડૉ. બકુલ પરીખ, સત્કાર સમિતિના અધ્યક્ષ ડૉ. રાજુ સી શાહ, આઈપીએ 2022 પ્રમુખ ડૉ. રમેશ કુમાર, આઈપીએ ઇલેક્ટેડ પ્રેસિડેન્ટ ડૉ. નવીન ઠક્કર, આઈપીએ 2023 પ્રેસિડેન્ટ ડૉ. ઉપેન્દ્ર કિંજાવડેકર, પ્રેસિડેન્ટ પ્રોફેસર એનવર હસનોગ્લુ, આઈપીએ 2024 પ્રેસિડેન્ટ ડૉ. જી.વી. બસવરાજા, સત્કાર સમિતિના અધ્યક્ષ ડૉ. ઉદય બોડવણકર, અને ઑર્ગેનાઇઝિંગ સેક્રેટરી ડૉ. ચેતન ત્રિવેદી સહિત અન્ય મહાનુભાવો અને દેશ-વિદેશના બાળ રોગ નિષ્ણાતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા.
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે ‘ક્વોલિટી કેર ફોર એવરી ચાઈલ્ડ, એવરીવેર’ના વિષયવસ્તુ સાથે યોજાઈ રહેલી આ કોન્ફરન્સની થીમ ગુજરાતે બાળકોની હોલિસ્ટિક હેલ્થકેર એપ્રોચથી સાકાર કરી છે તેવો સ્પષ્ટ મત વ્યક્ત કરતા જાણાવ્યું હતુ કે આપણી ભાવિ પેઢી, ઉજ્જવળ આવતીકાલ સમાન બાળકોને સ્વસ્થ-તંદુરસ્ત રાખીને સર્વેસન્તુ નિરામયાનો મંત્ર ચરિતાર્થ કરનારા પિડિયાટ્રિશિયન્સ દેવદૂતરૂપ છે. ગુજરાત સરકાર શાળા આરોગ્ય-રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમનો સઘન અમલ કરીને દર વર્ષે અંદાજે દોઢ કરોડથી વધુ બાળકોની વિનામૂલ્યે આરોગ્ય તપાસ કરે છે.એટલું જ નહીં, નાનાં બાળકોને ન્યુમોનિયાથી રક્ષણ આપતી પી.સી.વી. વેક્સિનના 36 લાખ ડોઝ રાજ્યના ૧૩ લાખ ભૂલકાઓને નિઃશુલ્ક આપવામાં આવ્યા છે.
આઈપીએ કોંગ્રેસ 2023ના પ્રમુખ ડૉ. બકુલ પારેખે અધિવેશનના પ્રારંભ પ્રસંગે વિશેષ રીતે ઉપસ્થિત રહેલા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ અને અન્ય મહાનુભાવોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરતા જણાવ્યું, “10 લાખથી વધુ બાળરોગ નિષ્ણાતોનું પ્રતિનિધિત્વ કરતી 149 દેશોમાંથી 164 નેશનલ પેડિયાટ્રિક સોસાયટીની સદસ્યતા ધરાવતી 112 વર્ષ જૂની સંસ્થા ઇન્ટરનેશનલ પેડિયાટ્રિક્સ એસોસિએશનના પ્રમુખ તરીકે પ્રથમ ભારતીય તરીકે ચૂંટાઈને હું ખૂબ જ નમ્રતા અનુભવું છું. આઈપીએનો ઈતિહાસ પેડિયાટ્રિક્સનો ઈતિહાસ છે અને હું સમજું છું કે તે જે જવાબદારી અને વારસો ધરાવે છે તેને મારે આગળ ધપાવવાનો છે. ભારત જી20નું પ્રમુખપદ ધરાવતું હોવાથી, હું ‘વસુધૈવ કુટુંબકમ’ અથવા ‘ધ વર્લ્ડ ઈઝ એક ફેમિલી’ની સાચી ભાવનાને પ્રગટ કરવા માટે તમામની સુખાકારી માટે વ્યવહારિક વૈશ્વિક ઉકેલો શોધવાના ઉદ્દેશ્યને હાંસલ કરવા માટે મારું સમર્થન આપું છું. હું ભારત સરકાર સાથે કામ કરવા માટે ઉત્સુક છું અને વૈશ્વિક સ્તર પર આઈપીએના બાળ આરોગ્ય હસ્તક્ષેપ માટે ભારત સરકાર તરફથી સમાન સમર્થન મેળવવા આતુર છું.”
અધિવેશનના મહત્વ વિશે પ્રકાશ પાડતા ડૉ. સમીર દલવાડીએ જણાવ્યું, “30માં આઈપીએ કોંગ્રેસ અને 60માં પેડિકોનના અધિવેશનની યજમાની ગુજરાત કરી રહ્યું છે, તે તમામ બાળ રોગ નિષ્ણાતો માટે ખૂબ જ ગૌરવપૂર્ણ છે. આ આયોજનથી આંતરરાષ્ટ્રીય કક્ષાના બાળરોગ ઉપચારો, તેના પડકારો અને આ ક્ષેત્રની અદ્યતન ટેક્નોલોજીથી ગુજરાત અને ભારતના બાળ રોગ નિષ્ણાતો અવગત થઇ શકશે. આ અધિવેશન બાળ રોગ આરોગ્યના અનેક પડકારોને ઝીલી ભારતને એક ઉંચા પડાવ પર લઇ જશે. આંતરાષ્ટ્રીય કક્ષાના બાળ રોગ નિષ્ણાતો અને સંસ્થાઓ અહીં ઉપસ્થિત છે, જેમાં કેટલીક પ્રતિભાઓમાં લંડન સ્કૂલ ઓફ હાઇજીન એન્ડ ટ્રોપિકલ મેડિસિનના પ્રોફેસર પ્રો. જોય લૉન (યુકે), પીડિયાટ્રિશિયન, એપિડેમિઓલોજિસ્ટ, આર્ચીવ્સ ઓફ ડિસીઝ ઈન ચાઈલ્ડહૂડના એડિટર ચીફ ડૉ. અંશુ બેનર્જી (સ્વિત્ઝર્લેન્ડ), ડિપાર્ટમેન્ટ ઓફ મેટર્નલ, ન્યૂ બોર્ન, ચાઈલ્ડ એન્ડ એડોલસેન્ટ હેલ્થ એન્ડ એજિંગ, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબલ્યુએચઓ)ના ડાયરેક્ટર ડૉ. નિક બ્રાઉન (સ્વીડન), ધ લેન્સેટ ચાઈલ્ડ એન્ડ એડોલસેન્ટ હેલ્થના ડેપ્યુટી એડિટર, ડૉ. એસ્થર લાઉ (યુકે), યુનિવર્સિટી ઓફ મેનિટોબાની ઇન્સ્ટિટ્યૂટ ફોર ગ્લોબલ પબ્લિક હેલ્થના પ્રોફેસર અને એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડો. જેમ્સ બ્લેન્ચાર્ડ (કેનેડા), ચેર ગ્લોબલ હેલ્થ એન્ડ પોલિસી સેન્ટર ફોર ગ્લોબલ ચાઈલ્ડ હેલ્થ ધ હોસ્પિટલ ફોર સિક ચિલ્ડ્રન પ્રોફેસર ડો. ઝુલ્ફીકાર ભુટા (કેનેડા)નો સમાવેશ થાય છે.
ગુજરાતમાં યોજાઇ રહેલી પોતાના પ્રકારની સૌથી મોટી ઈવેન્ટ 30મી આઈપીએ કોંગ્રેસ અને 60મી પેડિકોનમાં દેશભરમાંથી 6,000થી વધુ બાળરોગ ચિકિત્સકોની સહભાગિતા જોવા મળશે અને અન્ય દેશોના 500થી વધુ પ્રતિનિધિઓ કોન્ફરન્સમાં ભાગ લઈ રહ્યા છે. જેમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત બાળરોગ નિષ્ણાતોને એક છત નીચે એકસાથે જોવા મળશે, જે નવા સંશોધનો, નવીનતાઓ, અદ્યતન તકનીકો, અદ્યતન તબીબી સાધનો, બાળ ચિકિત્સાના ક્ષેત્ર સામેના પડકારો અને તેમના ઉકેલો સહિતના વિવિધ વિષયો પર પ્રકાશ પાડશે. તેમજ ઇનોવેશન હબ ખાતે વિશ્વભરના તબીબી ક્ષેત્રના લેટેસ્ટ ઇનોવેશન્સ, નવી ટેક્નોલોજી, અત્યાધુનિક સાધનો અને સાધનોનું પ્રદર્શન પણ કરશે. મેક ઈન ઈન્ડિયા પહેલને મોટો વેગ આપતાં, એડવાન્સ ઈક્વિપમેન્ટ્સ, પરમાણુઓ, ઈન્વેનશન્સ અને મેડિકલ એન્થોલોજીમાં સંશોધનમાં દેશની ક્ષમતાઓ પણ કોન્ફરન્સમાં પ્રદર્શિત કરવામાં આવી રહ્યાં છે.
#bharatmirror #bharatmirror21 #news #ipa-congress #pediconconvention #chiefministerbhupendrapatel #gadhinagar #ahmedabad