• 15,000થી વધુ મેરેથોન દોડવીરો એ સવારે ૫ વાગ્યા થી ૨૧ કિલોમીટર, ૧૦ કિલોમીટર અને ૫ કિલોમીટરના મેરેથોન માટે આપ્યું હાજરી
• પ્રથમ વક્ત દિવ્યાંગો માટે ૫ કિલોમીટરનો વિશેષ દોડનું આયોજન
નીતા લીંબાચીયા, અમદાવાદઃ
27 ફેબ્રુઆરી, 2023:
ડ્રગ્સ મુક્ત સમાજ અને દેશ માટે ગાંધીનગરના ગિફ્ટ સિટી ખાતે સ્નેહ દ્વારા શિલ્પ આરંભ ગિફ્ટ સિટી રન ૨૦૨૩
ભારત દેશના આઝાદીના 75મા વર્ષ નિમિત્તે “ડ્રગ્સ ફ્રી ઈન્ડિયા ના મજબૂત સંકલ્પની ઉજવણી કરવા માટે અને ડ્રગ્સ તથા નાર્કોટિક્સ સામે ઝીરો ટોલરન્સ પોલિસી અપનાવવા માટે આજે ગિફ્ટ સિટી ગાંધીનગર ખાતે શિલ્પ આરંભ ગિફ્ટ સિટી રન 2023ના આયોજન કરવામાં આવ્યું હતું.
સાથે સાથે શિલ્પ આરંભ ગિફ્ટ સિટી રન 2023 અમદાવાદની એકમાત્ર મેરેથોન બન્યું જે ડ્રગ મુક્ત સમાજ માટે કટિબદ્ધ છે, અને સ્વસ્થ ભવિષ્ય તરફ પરિવર્તન લાવવાનું વચન આપે છે.
જાણીતા રેસ ડાયરેક્ટર શ્રી સુરપ્રીત સિંહ ખાલસાના સક્ષમ માર્ગદર્શન હેઠળ, 15,000થી વધુ મેરેથોનર્સ એ સવારે 5 વાગ્યે થી 5 Kms, 10 Kms અને 21 Kms ના મેરેથોનમાં ભાગ લીધો હતો. આ મેરાથોનમાં આકર્ષક ઈનામી રકમ, ટી શર્ટ્સ, મેડલ્સ , સર્ટિફિકેટસ અને વિવિધ સ્થળોએ વિસ્તૃત રિફ્રેશમેન્ટની વ્યવસ્થાઓનું ખાસ આયોજન કરવામાં આવ્યું.
સ્નેહ શિલ્પ ફાઉન્ડેશનના સ્થાપક – શ્રીમતી સ્નેહલ બ્રહ્મભટ્ટ, શિલ્પ ગ્રુપના ફાઉન્ડર અને સીઈઓ – શ્રી યશ બ્રહ્મભટ્ટ, નિવૃત્ત આર્મી ઓફિસર, કારગિલ યુદ્ધના હીરો અને દેશનો પ્રથમ બ્લેડ રનર મેજરશ્રી દેવેન્દ્રં પાલ સિંહ, અધિક કમિશનર ડીજીપીએસ અને ઇન્ડિયન મહેસૂલ સર્વિસીસ ખાતાના શ્રી સમીર વાનખેડે તથા સ્નેહલ ગ્રુપના મેનેજીંગ ડિરેક્ટર, ઉદ્યોગસાહસિક અને પરિવર્તન નિર્માતા – શ્રી ચિરંજીવ પટેલની હાજરીમાં વિજેતાઓ ને મેડલ્સ, સર્ટિફિકેટસ અને ઇનામો વિતરણ કરવામાં આવ્યું હતું.
#bharatmirror #bharatmirror21 #news #giftcity #shilparambhgiftcityrun-2023 #ahmedabad