નીતા લીંબાચીયા, અમદાવાદઃ
18 ફેબ્રુઆરી, 2023:
ગુજરાતના ફિલ્મ પ્રેમી દર્શકો જેની આતુરતા પૂર્વક રાહ જોઇ રહ્યા હતાં આજે એની જાહેરાત કરવા જઈ રહ્યા છીએ ત્યારે અમે આનંદની લાગણી અનુભવીએ છીએ, છેલ્લા સાત વર્ષથી અવિરતપણે યોજાઇ રહેલો ગુજરાતી ફિલ્મ એવોર્ડ જીફા જેનું ગુજરાતીઓ ના દિલમાં આગવું સ્થાન છે. છેલ્લા છ વર્ષની સફળતા બાદ સાતમા વર્ષે પણ જીફા-૨૦રરનો જાજરમાન એવોર્ડ સમારંભ તારીખ ૨૮ ફેબ્રુઆરી મંગળવારના રોજ અમદાવાદની નારાયણી હાઈટ્સ ખાતે યોજવામાં આવશે. જેમાં ૨૪ થી વધારે અલગ અલગ કેટેગરીમાં ગુજરાતી કલાકાર કસબીઓ ને સન્માન આપવામાં આવશે જેના નોમીનેશન આજે જાહેર કરવામાં આવ્યા.
ગુજરાતી ફિલ્મો ના પ્રસાર અને પ્રચાર ના ભાગ રુપે ગુજરાતી ફિલ્મોને આગળ ધપાવવાનું કામ જીફા કરી રહ્યું છે ત્યારે જીફાને હવે કોઈ વિશેષ વિશેષણની જરૂર રહી નથી. ગુજરાતી ફિલ્મો, ગુજરાતી કલાકારો, ડાયરેક્ટર, રાઈટર, મ્યુઝીશયન, ગાયક કલાકાર, અને ગીતોને એમ દરેક ને, જેમણે ગુજરાતી ફિલ્મોમાં મહત્વનું યોગદાન આપ્યું છે તેમને તેમના કામની યોગ્ય પ્રશંસા રૂપે એવોર્ડ અર્પણ પાછલાં છ વર્ષથી જીફા કરી રહ્યો છે.
દર્શકોને મનોરંજન આપવા માટે અલગ અલગ ૧૦૦ થી વધુ જેટલી ગુજરાતી ફિલ્મો વર્ષ ૨૦૨૨માં સિનેમાઘરોમાં રજુ થઈ ગઈ છે જેમાં થી જીફા માં ખેલદીલી થી ભાગ લિધો હોય તેવી ફિલ્મો વચ્ચે આ સ્પર્ધા ન ભાગ રુપે આજે ખુબ આનંદની વાત છે કે, ફરી એકવાર જીફાએ એવોર્ડ સમારંભ યોજવાનું આયોજન આગામી ૨૮ ફેબ્રુઆરી ૨૦૨૩ના રોજ અમદાવાદ ખાતે કરેલ છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ સેલિબ્રિટીઓનો જમાવડો, અનેક ધમાકેદાર પરફોર્મન્સથી જલસો પડી જશે તેવી જીફાએ ખાત્રી આપી છે
#bharatmirror #bharatmirror21 #news #gifa2022 #ahmedabad