• 1 અને 2 ફેબ્રુઆરીના રોજ યોજાશે જીજીએમએ બી2બી ટ્રેડ ફેર
• જીજીએમના રાષ્ટ્રીય કક્ષાના 34માં બી2બી ટ્રેડ ફેરમાં 500થી વધુ બ્રાન્ડની ઉપસ્થિતિ
નીતા લીંબાચીયા, અમદાવાદઃ
02 ફેબ્રુઆરી, 2023:
ટેક્સટાઇલ-ગારમેન્ટના માન્ચેસ્ટર ગણાતા એવા ગુજરાતના ઉદ્યોગોને વેગ આપવા માટે યોજાઇ રહેલા બે-દિવસય જીજીએમએ નેશનલ ગારમેન્ટ બી2બી ટ્રેડ ફેર કરવામાં આવ્યો. તારીખ 1 ફેબ્રુઆરી અને 2 ફેબ્રુઆરીના રોજ યોજાઇ રહેલા આ બી2બી ટ્રેડ ફેરનું ઉદ્ધઘાટન શ્રી ચૈતન્યકુમાર શંભુપ્રસાદ પટેલ અને શંભુભાઈ પુરસોત્તમભાઈ મકવાણાના હસ્તે, જીજીએમએના પ્રેસિડેન્ટ શ્રી વિજય પુરોહિત, ફેર કમિટીના ચેરમેન શ્રી મનિષ પટેલ, શ્રી સુરેશ દરજી, શ્રી વિજય શાહ, માનનીય સેક્રેટરી દિલિપ બેલાણી અને ટેર્ડ ફેરના ઇન્ચાર્જ શ્રી અર્પણ શાહની ઉપસ્થિતિમાં અમદાવાદમાં હોટેલ તાજ સ્કાયલાઇન ખાતે કરવામાં આવ્યું. આ ટ્રેડ ફેર આ બે દિવસ દરમિયાન સવારે 10 કલાકથી સાંજના 8 કલાક સુધી યોજાશે.
આ પ્રસંગે જીજીએમએના પ્રમુખ શ્રી વિજય પુરોહિતે જણાવ્યું, “ગારમેન્ટ ઉદ્યોગનું ભવિષ્ય ખુબ જ ઉજ્જવળ છે, કારણ કે આ ઉદ્યોગ સાથે પ્રતિભાશાળી યુવાન અને સ્કિલ કારીગરો જોડાયેલા છે. જીજીએમએ પીપીપી એટલે કે પ્રાઇઝ, પ્રોડક્ટ અને પ્રોડક્શનમાં વિશ્વાસ ધરાવતુ હોવાથીઆ બી2બીગારમેન્ટ ફેર એક સીમાચિહ્નરૂપ સાબિત થશે. આગામીલગ્ન તથા તહેવારોની સિઝનને ધ્યાનમાં રાખી ગારમેન્ટ ઉદ્યોગ સાથે સંકળાયેલા કારીગરોને ખૂબ જ સારા પ્રમાણમાં કામ મળે તે માટે ભારતના તમામ રાજ્યોમાંથી ખૂબ મોટા પ્રમાણમાં ઓર્ડર આપી શકે તેવા વેપારીઓને વિશેષ રીતે આ ટ્રેડ ફેરમાં આમંત્રિત કરવામાં આવ્યા છે. ઉપરાંત, ઇન્ડસ્ટ્રીઝની લાંબા સમયથી જે એપેરલ પાર્કની માંગ હતી,તેને એસોસિએશનના સપોર્ટ દ્વારા આગામી ટુંકાગાળામાં પૂર્ણ કરવામાં આવશે.”
ટેક્સટાઇલ-ગારમેન્ટના માન્ચેસ્ટર ગણાતા એવા ગુજરાતના ઉદ્યોગોને વેગ આપવા માટે સતત પ્રયાસો થઇ રહ્યાં છે. ગુજરાતનો ગારમેન્ટ ઉદ્યોગ દેશ-વિદેશમાં પ્રચલિત છે. ગારમેન્ટ ઉદ્યોગને વેગ આપવા માટે ધ ગુજરાત ગારમેન્ટ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન દ્વારા 34માં ટ્રેડ ફેરનું આયોજન કરવામાં આવ્યું છે. આ ટ્રેડફેર બાદ 15-20 ટકાનોવૃદ્ધિદર સાધશે તેમ આયોજકો દ્વારા અપેક્ષા રાખવામાં આવી છે. ઉદ્યોગકારો સમર કેલક્શન તથા લગ્નની સિઝન અને ફેશન તેમજ નવી ટેક્નોલોજી સાથે સજ્જ બની વેપારને વેગ આપવા આતુર છે. ગુજરાત ગારમેન્ટ મેન્યુફેક્ચરર્સ ટ્રેડ ફેરમાં 500થી વધુ બ્રાન્ડ્સની ઉપસ્થિત રહી પ્રદર્શન કરશે. અમદાવાદ ખાતે 1 અને 2 ફેબ્રુઆરીના રોજ યોજનારા ટ્રેડ ફેરમાંબે દિવસ દરમિયાન દેશભરના મોટા ભાગના રાજ્યોમાંથી અંદાજે 23000-25000 જેટલા ખરીદદારો આવશે. ટ્રેડફેરમાં 350થી વધુ સહયોગીઓ દ્વારા 25000થી વધુ ફેશન પ્રોડક્ટ રજૂ કરવામાં આવશે. બીટુબી ટ્રેડ ફેરમાં મોટા પાયે ઓર્ડરની આશા ઉદ્યોગકારો સેવી રહ્યાં છે.
આ ટ્રેડ ફેરમાં આવનારી સિઝનને ધ્યાનમાં રાખી અને ખૂબ જ નવી ટેકનોલોજીનો ઉપયોગ કરી અને અમદાવાદ અને ગુજરાતના મેન્યુફેક્ચરર ખૂબ જ સારા ફેશનેબલ ગારમેન્ટનું પ્રદર્શન કરશે. આ ગારમેન્ટ ફેર થકી ફરી એકવાર ગુજરાતનું ગારમેન્ટ ઉદ્યોગ ધમધમતો થશે અને રોજગારીની ખૂબ મોટી તકો ઊભી થશે.
જીજીએમએ ટ્રેડ ફેરના ઇન્ચાર્જ શ્રી અર્પણ શાહે જણાવ્યું,“ગુજરાતમાં 25000થી વધુ નાના-મોટા ગારમેન્ટ ઉત્પાદકો આવેલા છે, જેમાં માત્ર અમદાવાદમાં જ 15000 ઉત્પાદકો છે. આ સેક્ટર ગુજરાતમાં પ્રત્યક્ષ-પરોક્ષ રૂપે 20 લાખથી વધુ લોકોને રોજગારી પૂરી પાડી રહ્યો છે, ત્યારે આ સેક્ટરને વેગ મળે તે આવશ્યક છે. ટ્રેડ ફેરના કારણે સેક્ટર ઝડપી વેગ પકડે તેવી આશા છે. ગારમેન્ટ ઇન્ડસ્ટ્રીઝ સાથે ફેબ્રિક, વોશીંગ, એસેસરિઝ તથા પેકેજિંગ ઇન્ડસ્ટ્રીઝ પણ સંકળાયેલી છે જેના વેપારને પણ વેગ મળશે.”
34મો ધ ગુજરાત ગારમેન્ટ મેન્યુફેક્ચરર્સ ટ્રેડ શો વેપારને વેગ આપશે. ગુજરાત ગારમેન્ટ ઇન્ડસ્ટ્રીઝ નેશનલ-આંતરરાષ્ટ્રીય સ્તર પર વૈશ્વિક હબ તરીકે ઉભરી આવ્યું છે. દેશમાં ફેશન ઇન્ડસ્ટ્રીઝમાં દિલ્હી, મુંબઇ પછી ગુજરાતમાં અમદાવાદનો ક્રમ આવે છે, જેના કારણે ગુજરાતના મેન્યુફેક્ચર્સને સારા ઓર્ડર મળી રહ્યાં છે. લાંબાસમયથી અટવાઇ પડેલા વેપારને વેગ આપવા માટે ધ ગુજરાત ગારમેન્ટ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન દ્વારા ટ્રેડ ફેરનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દેશના દિલ્હી, મુંબઇ, કલકત્તા, લુધિયાણા, કરેલા, ચૈન્નઇ જેવા અન્ય શહેરોમાંથી ખરીદદારો મોટી પ્રમાણમાં ઉપસ્થિત રહી આગામી પાંચથી છ માસના ઓર્ડર બુક કરે તેવી સંભાવના છે.
#bharatmirror #bharatmirror21 #news #ggma #ahmedabad