નીતા લીંબાચીયા, અમદાવાદઃ
01 ફેબ્રુઆરી, 2023:
ગાયત્રી શક્તિપીઠ ગાંધીનગર ઉપર દેવ સંસ્કૃતિ વિશ્વવિદ્યાલય, ગાયત્રી તીર્થ શાંતિકુંજ હરિદ્વાર દ્વારા એમ.એસ.સી. યોગા કરેલ વિદ્યાર્થીઓ દ્વારા તારીખ 27 જાન્યુઆરી 2023 થી 07 ફેબ્રુઆરી 2023 સુધી ગાંધીનગર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તાર તેમજ સ્કૂલ કોલેજોમાં કાર્યક્રમમાં ભાગ લેવા માટે ગાયત્રી શક્તિપીઠ ગાંધીનગરમાં અખીલ વિશ્વ ગાયત્રી પરિવાર એક વિશ્વ વ્યાપી આધ્યાત્મિક સંસ્થા છે ,જે આધ્યાત્મિક તેમજ સમાજ ઉત્થાનની પ્રવૃત્તિઓની સાથે ભારતના પ્રાચીન ઋષિઓના શ્રેષ્ઠ વિચારો તથા આદર્શના માધ્યમથી અલગ અલગ કાર્યક્રમો દ્વારા ઉત્તમ સંસ્કારો ના વિકાસ કરવા માટે સતત પ્રયત્નશીલ છે.
ભોગવાદી સંસ્કૃતિના પ્રચંડ પ્રભાવ વચ્ચે દેશની ભાવિ પેઢીનું ચારિત્ર ઘડતર કરવું એ આજની અનિવાર્ય આવશ્યકતા છે. આ તાતી જરૂરિયાતને પુરી કરવા માટે ગાયત્રી પરિવાર ની યુવા પ્રશિક્ષણ ટીમ દ્વારા વિદ્યાર્થી જીવન તથા ભાવિ કારકિર્દી માટે અનિવાર્ય એવા શારીરિક માનસિક તથા આત્મિક બળના વિકાસ માટે અનેક સૂત્રો દ્વારા સૈદ્ધાંતિક તથા વિડિયો પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન ની મદદથી નીચેના કાર્યક્રમો વિશે માર્ગદર્શન આપવામાં આવશે.
🔴વ્યક્તિત્વ પરિષ્કાર
🔴યોગ (આસન, પ્રાણાયામ, મુદ્રા, ધ્યાન)
🔴ચિકિત્સા (યોગ અને સ્વાસ્થ્ય ચિકિત્સા એક્યુપ્રેશર ચિકિત્સા પ્રાણ હીલિંગ ચિકિત્સા )
🔴આહાર ચિકિત્સા
🔴આંદોલન (યુવા તેમજ નારી જાગરણ ,પર્યાવરણ ,શિક્ષા, વ્યસન મુક્તિ અને કુરીતિ નિવારણ)
🔴સ્વચ્છતા
🔴આસ્થા સંવર્ધન
🔴સંસ્કાર (જન્મદિવસ વિદ્યા રંભ )
🔴 તનાવ પ્રબંધન
🔴યુગનિર્માણ યોજના તેમજ ગાયત્રી પરિવારની વિવિધ સંસ્થાઓ વિશે માર્ગદર્શન
🔴યજ્ઞ કર્મકાંડ
આ દર્શાવેલ કોઈપણ કાર્યક્રમ આપણી સંસ્થામાં સોસાયટીમાં ગામમાં આયોજિત કરીને સ્વસ્થ ,નિર્વ્યાસની , તેજસ્વી અને આત્મબળ સંપન્ન ભાવિ પેઢીના ઘડતરના આ ઉમદા કાર્યક્રમ માટે પરવાનગી તથા યથા યોગ્ય સહયોગ આપશો.
કાર્યક્રમ માટે તમારો અનુકૂળ સમય તારીખ જણાવશો.