નીતા લીંબાચીયા, અમદાવાદઃ
22 ફેબ્રુઆરી, 2023
શહેરના પૂર્વ વિસ્તારમાં ખોખરા થી સીટીએમ તરફ જતા રસ્તા ઉપર ૧૩૨ ફૂટ રીંગ રોડ જંક્શન પર આવેલ “છત્રપતિ શિવાજી મહારાજ” ફ્લાય ઓવરબ્રિજના કામનું ૨૦૧૫ શરૂ કરી ૨૦૧૭ માં પૂર્ણ કરવામાં આવેલ. સદર નવ નિર્મિત બ્રિજમાં પાંચ થી છ વખત રોડ ઉપર ગાબડા પડ્યા હતા. ત્યારબાદ છેલ્લે પડેલ ગાબડા માં લોખંડના સળિયા દેખાતા હોય, નાગરિકોની સલામતી અંગે તંત્ર સમક્ષ રજૂઆત કરવામાં આવતા, તારીખ ૧૩-૬-૨૦૨૨ ના રોજ બ્રિજ ઉપર બેરીકેડ લગાવી રસ્તો બંધ કરવામાં આવેલ હતો. સમારકામ કામગીરી મંથરગતિથી ચાલતી હોવાના કારણે છેલ્લા ૮ માસ જેટલો સમય પસાર થઈ ગયો હોવા છતાં કામ પૂણૅ કરવામાં આવેલ નથી.
નવનિર્મિત મહારાજા છત્રપતિ શિવાજી મહારાજ ફ્લાવર બ્રિજ નો રસ્તો બંધ કરાતા સમગ્ર વિસ્તારમાં ટ્રાફિક જામ જોવા મળે છે. છેલ્લા કેટલાક મહિનાથી વાર તહેવાર ઉત્સવ પર દરમિયાન વ્યાપારીઓના ધંધાને રોજગાર પર માઠી અસર પડી છે. વાહન ચાલકો ને ફરી ફરીને જવું પડે છે.
તેથી.ખોખરા હાટકેશ્વર વગેરેના વ્યાપારીઓ છત્રપતિ શિવાજી મહારાજ બ્રિજના મામલે આજે બેસણાના મારફતે પોતાનો વિરોધ દર્શાવ્યો હતો. કેમકે એક સમારકામના બહાને છેલ્લા કેટલાક મહિનાથી રોડ બંધ કરી દેવામાં આવ્યો છે. જેની સીધી અસર સ્થાનિક ધંધા,વ્યાપાર, રોજગાર ઉપર પડી છે. સ્થાનિક આગેવાનો વ્યાપારીઓ સત્તા વાળાઓ સમક્ષ રજૂઆત કરી કરીને થાકી ગયા છે પરંતુ વહીવટી તંત્રમાં કોઈ સાંભળતું નથી અને પ્રજા વગર વાંકે સહન કરી રહી છે. માટે ખોખરા-હાટકેશ્વર ના વ્યાપારીઓ એ સ્વયંભૂ બંધ પાળી પોતાનું આક્રોશ વ્યક્ત કરી બેસણાં નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.
અને વ્યાપારી અગ્રણીઓ સર્વશ્રી ધર્મેન્દ્ર સિંદે,ધનરાજભાઈ જૈન તેમજ સ્થાનિક આગેવાનો શ્રી જ્યોર્જ ડાયસ ધર્મેન્દ્ર પટેલ ની આગેવાની હેઠળ આજે બ્રિજના છેડે મોટી સંખ્યામાં વ્યાપારીઓ સ્થાનિક આગેવાનો એકત્રિત થયા હતા. અને વહીવટ તંત્ર મરી પરવાવ્યું છે, તેથી તેના બેસણાં નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.
ગાંધીજીને માર્ગે શાંત અને અહીંસક માર્ગે બેસણાનો કાયૅક્રમ યોજવા જતા પોલીસે બળ પ્રયોગ કરી ૨૫ જેટલા વેપારી અને સ્થાનિક આગેવાનોની ધરપકડ કરી ખોખરા પોલીસ સ્ટેશન ખાતે લઈ ગયા હતા.
#bharatmirror #bharatmirror21 #news #chhatrapatishivajimaharajflyoverbridge #khokhara #ahmedabad