અમદાવાદ કેન્દ્રનું 37.90 ટકા પરિણામ / સમગ્ર ભારતમાં 29.25 ટકા પરિણામ
નીતા લીંબાચીયા, અમદાવાદઃ
04 ફેબ્રુઆરી, 2023:
ધી ઈન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ ઓફ ઈન્ડિયા (આઈસીએઆઈ) દ્વારા ડિસેમ્બર, 2022માં લેવાયેલી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (સીએ) ફાઉન્ડેશનની પરીક્ષાના પરિણામો આજે જાહેર કરવામાં આવ્યા હતાં.
આઈસીએઆઈની અમદાવાદ બ્રાન્ચનાં ચેરપર્સન સીએ બિશન શાહે સીએ ફાઉન્ડેશન પરીક્ષાનાં પરિણામોમાં અમદાવાદ કેન્દ્ર અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, ડિસેમ્બર 2022માં યોજાયેલી ફાઉન્ડેશન પરીક્ષામાં અમદાવાદમાંથી કુલ 3675 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી 1393 વિદ્યાર્થીઓ પાસ થયા છે, જે 37.90ની ટકાવારી સુચવે છે.
સમગ્ર ભારતમાં 1,26,015 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી 36,864 વિદ્યાર્થીઓ પાસ થયા છે, જે 29.25ની ટકાવારી સુચવે છે. ગયા વર્ષે અમદાવાદ કેન્દ્રનું પરિણામ 33.60 ટકા હતું જે આ વર્ષે નોંધપાત્ર રીતે વધ્યું છે અને અમદાવાદ કેન્દ્રનો દેખાવ પણ ઉત્કૃષ્ટ રહ્યો છે. આ પરિણામો દર્શાવે છે કે કોવિડ પછીના સમયગાળામાં વિદ્યાર્થીઓ વધુ સારી રીતે અભ્યાસ કરીને સફળતા મેળવી શક્યા છે.
આ પ્રસંગે આઈસીએઆઈની અમદાવાદ બ્રાન્ચનાં અન્ય હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતાં. જેમાં વાઈસ ચેરપર્સન સીએ ડો. અંજલી ચોક્સી, સેક્રેટરી સીએ નીરવ અગ્રવાલનો સમાવેશ થાય છે.
વધુ માહિતી માટે સંપર્ક કરો
સીએ બિશન શાહ – 98250 23573
ક્રમ | વિદ્યાર્થીનું નામ | માર્ક | મોબાઈલ નંબર |
01 | જયક્રિત દેસાઈ | 292 / 400 | 98989 88533 |
02 | ઝારા પઠાણ | 285 / 400 | 99099 62668 |
03 | પિયુષ પ્રજાપતિ | 287 / 400 | 70965 54691 |
04 | ક્રિશ શાહ | 275 / 400 | 88665 03258 |
05 | તાનિયા શાહ | 253 / 400 | 97275 34451 |
06 | ફાતીમા શેખ | 235 / 400 | 98240 64156 |
07 | કરિશ્મા | 225 / 400 | 72659 10602 |
08 | દ્રષ્ટિ પંચાલ | 211 / 400 | 70695 32883 |
09 | નેના શાહ | 205 / 400 | 96620 11202 |
10 | અવિ ચૌહાણ | 201 / 400 | 63533 08137 |
11 | દેવાંશી જયસ્વાલ | 200 / 400 | 91730 02809 |
#bharatmirror #bharatmirror21 #news #cafoundationresults #icai #ahmedabad