નીતા લીંબાચીયા, અમદાવાદઃ
25 ફેબ્રુઆરી, 2023:
GCCI બિઝનેસ વુમન કમિટી દ્વારા તારીખ 25મી ફેબ્રુઆરી, 2023 ના રોજ GCCI પરિસરમાં બ્રાન્ડિંગ અને માર્કેટિંગ પર એક ખાસ સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું.
પ્રખ્યાત માર્કેટિંગ ગુરુ, “બેંગ ઇન ધ મિડલ પ્રાઇવેટ લિમિટેડ” ના સહસ્થાપક અને ચીફ ક્રિએટિવ ઓફિસર શ્રી પ્રતાપ સુથાને સત્રનું સંચાલન કર્યું અને આવા બ્રાન્ડિંગ દ્વારા એક શક્તિશાળી બ્રાન્ડ બનાવવા અને માર્કેટિંગ સફળતા હાંસલ કરવાના મહત્વ વિશે ઘણી મહત્વપૂર્ણ સમજ પૂરી પાડી.
શ્રી પ્રતાપ સુથાન દ્વારા જ ભારત સરકાર માટે તે સમયના કેન્દ્રીય નાણા મંત્રી શ્રી જસવંત સિંહ સાથે પરામર્શ કરીને ખુબ જ નામાંકિત થયેલા “ઇન્ડિયા શાઇનિંગ” કેમ્પેઇન તૈયાર કરવામાં આવ્યું હતું.
સેશનમાં ભાગ લઇ રહેલ શ્રોતાઓ ને આવકારતા, GCCI પ્રમુખ, શ્રી પથિક પટવારીએ વેપાર અને ઉદ્યોગના વિકાસ માટે બ્રાન્ડિંગ અને માર્કેટિંગના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે બ્રાન્ડને પ્રામાણિક તેમજ સાતત્યપૂર્ણ પ્રયત્નો દ્વારા જાળવવામાં આવવું જોઈએ અને બ્રાન્ડ રિકોલ થકી બ્રાન્ડિંગ અને માર્કેટિંગમાંથી લાંબાગાળાના ફાયદાઓ મેળવવા પ્રયત્નો કરવા જોઈએ.
આ પ્રસંગે બિઝનેસ વુમન કમિટીના ચેરપર્સન ઋતુજા પટેલે GCCI ની બિઝનેસ વુમન કમિટી અને મહિલા સાહસિકોને સુવિધા અને સશક્તિકરણ કરવાના હેતુથી કરવામાં આવતી પ્રવૃત્તિઓ વિશે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે બ્રાન્ડિંગ અને માર્કેટિંગ પરનું સત્ર મહિલા ઉદ્યોગકારો માટે ખૂબ ફાયદાકારક સાબિત થશે.
બ્રાન્ડિંગ અને માર્કેટિંગ વિશે વાત કરતા શ્રી પ્રતાપ સુથાને સોશિયલ મીડિયાના આ યુગમાં બ્રાન્ડિંગ અને માર્કેટિંગના બદલાતા દૃશ્ય વિશે વિગતવાર કરી હતી. તેમના પ્રેઝન્ટેશન દરમિયાન તેમણે તેમના ભૂતકાળના અમુક પ્રોજેક્ટ્સ જેને સમગ્ર વિશ્વમાં પ્રશંસા મળી હતી જેવા કે અજંતા, વિમલની જાહેરાત અને સરકારી અભિયાન જેવા કે ઈન્ડિયા શાઈનિંગ અને ઈનક્રેડિબલ ઈન્ડિયા શ્રોતાગણ સાથે શેર કર્યા હતા વધુમાં તેણે ઉમેર્યું કે “BRANDING IS A FEELING THAT STAYS BEHIND”. જોકે તેમણે તે પણ જણાવ્યું હતું કે, બ્રાન્ડિંગ અને માર્કેટિંગના સિદ્ધાન્ત સમાન રહે છે અને બ્રાન્ડ બનાવવા અને જાળવવા માટે નવીન અને સતત પ્રયત્નોની જરૂર છે.
#bharatmirror #bharatmirror21 #news #brandingisfeelingthatstaysbehind #gcci #ahmedabad