યુવા સંસ્કાર દિન
બી. એ. પી એસ યુવાપ્રવૃત્તિના સ્વપ્નદ્રષ્ટા અને સંસ્થાપક હતા બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ, જેમણે ૧૯૫૨માં યુવાપ્રવૃત્તિની કરી હતી શરૂઆત.
નીતા લીંબાચીયા
03 જાન્યુઆરી, 2023:
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજે લાખો યુવાનોને વ્યક્તિગત મળીને, તેમની શક્તિઓને રચનાત્મક માર્ગે વાળી વિરાટ ચારિત્ર્યશીલ યુવાસમાજ નિર્માણ કર્યો
૧૯૯૦ માં વિદ્યાનગરમાં યોજાયેલ આંતરરાષ્ટ્રીય યુવા મહોત્સવમાં ૨૫,૦૦૦ યુવાનોએ ભાગ લીધો હતો
૨૦૧૩માં તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં અમદાવાદમાં યોજાયો હતો યુવા ષષ્ઠીપૂર્તિ મહોત્સવ
પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજની નિશ્રામાં બી. એ. પી. એસ ની ૧૬૨ જેટલી માનવકલ્યાણની પ્રવૃત્તિઓમાં લાખો યુવાનો દ્વારા થઈ રહ્યો છે અભૂતપૂર્વ સેવાયજ્ઞ
પ્રમુખસ્વામી મહારાજ નગરના સંચાલનમાં વિરાટ સ્વયંસેવકદળમાં દૃશ્યમાન થઈ રહી છે વિરાટ યુવાશક્તિ
ભૂકંપ, પૂર, અનાવૃષ્ટિ જેવી આપત્તિઓમાં સદા સમાજની પડખે ઊભા રહીને રાહત કાર્ય કરતું BAPSનું યુવા સ્વયંસેવકદળ
સંધ્યા કાર્યક્રમ:
સાંજે ૪.૪૫ વાગ્યે ધૂન અને પ્રાર્થના સાથે કાર્યક્રમનો આરંભ થયો.
ત્યારબાદ વિશ્વવ્યાપી બી. એ પી. એસ. યુવાપ્રવૃત્તિનિ ઝલક દર્શાવતી વિડીયો દર્શાવવામાં આવી હતી.
BAPSના પૂ. વિવેકમુનિ સ્વામી દ્વારા યુવાપ્રવૃત્તિના હેતુ, ઇતિહાસ અને પરિચય વિષયક પ્રવચન કરવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યું,
“બી.એ.પી.એસની યુવાપ્રવૃત્તિનો પાયો સને ૧૯૫૨માં બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજે નાખ્યો હતો અને તેઓ યુવકો માટે કહેતા હતા કે, “યુવકો મારું હૃદય છે”. મોરબી રેલ હોનારત વખતે પ્રમુખસ્વામી મહારાજની એક હાકલે ૧૫૦૦ જેટલા યુવકો રાહતકાર્યમાં જોડાયા હતા. છાત્રાલય પ્રવૃત્તિનો પ્રારંભ યોગીજી મહારાજે યુવાપ્રવૃત્તિ દ્વારા કરાવ્યો હતો એ આજે ચૈતન્ય મંદિરો બની ગયા છે. પ્રમુખસ્વામી મહારાજે યુવા તાલીમ કેન્દ્રની શરૂઆત ૨૦૧૫ માં કરી હતી જે આજે ચારિત્ર્યયુક્ત યુવાનોનું સર્જન કરી રહ્યું છે.”
ત્યારબાદ યુવાપ્રવૃત્તિની ફળશ્રુતિ વિષયક વિડિયો બતાવવામાં આવી હતી. BAPSના વરિષ્ઠ સંત પૂ. યજ્ઞપ્રિય સ્વામીએ ‘ યુવાનોના વિરલ ઘડવૈયા પ્રમુખસ્વામી મહારાજ’ વિષયક પ્રવચન કરતાં જણાવ્યું, “પ્રમુખસ્વામી મહારાજ યુવાનોના વિરલ ઘડવૈયા હતા. બાળકો અને યુવકો હંમેશા પ્રેમ અને લાગણીને ઝંખે છે માટે પ્રમુખસ્વામી મહારાજે હંમેશા યુવકોને પ્રેમ આપ્યો છે અને તેમની ભૂલોને અવગણીને અને માફ કરીને પણ પ્રેમ આપ્યો છે. પ્રમુખસ્વામી મહારાજે પૂજા કર્યા વગર પાણી પણ ના પીવે તેવા નિયમધર્મની દૃઢતા વાળા યુવકોનું નિર્માણ કર્યું છે. પ્રમુખસ્વામી મહારાજે અજોડ સેવા કરે તેવા અને સમર્પિત યુવકોનું નિર્માણ કર્યું છે.”
યુવાપ્રવૃત્તિમાં જોડાયેલાં યુવક-યુવતીઓના સ્વાનુભવ વિડિયો દ્વારા દર્શાવવામાં આવ્યા હતા.
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના આશીર્વાદ વિડિયો પ્રસ્તુતિ રૂપે દર્શાવવામાં આવ્યા હતા.
આજના કાર્યક્રમમાં અનેકવિધ મહાનુભાવોએ પ્રમુખસ્વામી મહારાજને વાક-પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
ભાગવત રસજ્ઞ પૂ. શ્રી જીગ્નેશદાદાજીએ જણાવ્યું,
“મારા માતાપિતા સમાન ગુરુ મહારાજ એવા પ્રમુખસ્વામી મહારાજને મારા પ્રણામ. પરમાત્માની શું શક્તિ છે અને પરમાત્મા શું કરી શકે છે તેને જોવું હોય તો તેનું ઉત્તમ ઉદાહરણ પ્રમુખસ્વામી મહારાજ નગર છે. પ્રમુખસ્વામી મહારાજના મેં ક્યારેય દર્શન નથી કર્યા, પરંતુ આજે સંતો અને હરિભક્તોને જોઈને મને તેમની દિવ્ય ચેતનાનો અનુભવ થાય છે.
માણસની હાજરીમાં તેના વખાણ થાય તે તો સામાન્ય કહેવાય પરંતુ માણસની ગેરહાજરીમાં તેના કરોડો લોકો વખાણ કરે તેવા પ્રમુખસ્વામી મહારાજ હતા અને મારા માટે તેઓ સાચા અર્થમાં “યુગપુરુષ” છે.
સાધુનો ગુણ છે “અજાત શત્રુતા”. પ્રમુખસ્વામી મહારાજ સાચા અર્થમાં અજાતશત્રુ હતા. સ્વચ્છતા અને સુંદર આયોજન જે મહોત્સવમાં જોવા મળતું હોય તે મહોત્સવ બી.એ.પી.એસ સંસ્થાનો જ હોઇ શકે. આ ઉત્સવમાંથી કોઈ એક વિચાર પણ જીવનમાં ઉતારીશું તો સમગ્ર જીવન મહામહોત્સવ બની જશે એવું આ પ્રમુખસ્વામી મહારાજ નગર અને શતાબ્દી મહોત્સવ છે.”
આજના આમંત્રિત મહાનુભાવો:
શ્રી અનુરાગ ઠાકુર, માહિતી અને દૂરસંચાર મંત્રી, ભારત સરકાર
શ્રી ગજેન્દ્ર સિંઘ શેખાવત, જળ શક્તિ મંત્રાલય મંત્રી, ભારત સરકાર
શ્રી તેજસ્વી સૂર્યા, સાંસદ- લોકસભા, પ્રમુખ – ભારતીય જનતા યુવા મોરચા
શ્રી વી. મુરલીધરન, કેન્દ્રીય રાજ્ય મંત્રી – એક્સટર્નલ અફેર્સ એન્ડ પાર્લમેન્ટરી અફેર્સ
ડૉ. સંબિત પાત્રા, રાષ્ટ્રીય પ્રવક્તા, BJP
શ્રી કરણભાઈ અદાણી, પ્રોમોટર અને CEO, અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન (SEZ)
શ્રી જીનલભાઈ મહેતા, મેનેજિંગ ડિરેક્ટર – ટોરન્ટ પાવર
શ્રી દેવાંગ નાણાવટી, સિનિયર એડવોકેટ, ગુજરાત હાઇ કોર્ટ
શ્રી શંકરભાઇ ચૌધરી, સ્પીકર, ગુજરાત વિધાનસભા
ડૉ. શ્રી બાલમુકુન્દ પાંડે, નેશનલ સેક્રેટરી, અખિલ ભારતીય ઇતિહાસ સંકલન
શ્રી આલાપભાઈ દેસાઇ, વિખ્યાત કમ્પોઝર, ભારતીય ફિલ્મ જગત
પ્રોફ. શ્રી રમેશ ચંદ્ર સિંહા, ચેરમેન – ઇંડિયન કાઉન્સિલ ઓફ ફિલોસૉફિકલ રિસર્ચ
પ્રોફ. શ્રી અરવિંદ જામખેડકર, પૂર્વ ચેરમેન, ઇંડિયન કાઉન્સિલ ઓફ ફિલોસૉફિકલ રિસર્ચ
પ્રોફ. શ્રી જટાશંકર તિવારી, મેમ્બર ઓફ કાઉન્સિલ, ઇંડિયન કાઉન્સિલ ઓફ ફિલોસૉફિકલ રિસર્ચ
શ્રી રાજીવ દુબે, ગ્રુપ પ્રેસિડેન્ટ(HR & Corporate Services), CEO (After-Market Sector) – મહિન્દ્રા & મહિન્દ્રા લિમિટેડ
શ્રી સંદીપ ત્યાગી, Head-HR-Uflex કેમિકલ્સ
શ્રી પ્રવીણ નહાર, ડિરેક્ટર – નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન (NID)
પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજે આશીર્વાદ આપતા જણાવ્યું,
“પ્રમુખસ્વામી મહારાજ નગરમાં ૩ જાન્યુઆરી, ૨૦૨૩, મંગળવારના રોજ નારી ઉત્કર્ષ મંડપમાં યોજાયેલ કાર્યક્રમના અંશો
આજે નારી ઉત્કર્ષ મંડપમાં સંસ્કૃતિના રક્ષણમાં સ્ત્રીઓના પ્રદાન વિષયક સભા યોજાઈ હતી.
BAPS મહિલા પ્રવૃત્તિના સ્વયંસેવિકા દયાબેન રાવરિયાએ ‘શીલમ’ – ચારિત્ર્યની દૃઢતા પર બહાર મૂક્યો.
તેમણે જણાવ્યું કે
‘પ્રમુખસ્વામી મહારાજ નગર સૌને સારા સિદ્ધાંતો અને શુભ મૂલ્યો સાથે જીવન જીવવાની પ્રેરણા આપે છે. પ્રમુખસ્વામી મહારાજ જેવા શુદ્ધ સંત જ આવા ચારિત્ર્યયુક્ત સમાજનું નિર્માણ કરી શકે.’
FLAME યુનિવર્સિટીના સ્થાપક અને પ્રમુખ અને IIM ખાતે પૂર્વ પ્રોફેસર અને ડીન એવા પ્રોફેસર ઇન્દિરા પ્રરીખે જણાવ્યું,
“આપણી સંસ્કૃતિ અને મૂલ્યો વિશ્વમાં અદ્વિતીય છે. જેમકે, વિશાળ કિલ્લાઓનું અને મંદિરોનું શતાબ્દીઓ પૂર્વે સર્જન થયું છે, તે જ દર્શાવે છે કે ભારતીયો સંચાલનમાં કુશળ રહ્યા છે. આજે ઘણી મહિલાઓ પરંપરાગત ભારતીય પોશાક પહેરે છે. હું પણ ભારતીય વસ્ત્ર પરિધાન કરું છું તેને મારી આસપાસના લોકો આદરની દૃષ્ટિથી જુએ છે. જો આપણે આપણા રાષ્ટ્ર અને સંસ્કૃતિનો આદર કરીશું, તો અન્ય પણ તેમનો આદર કરેશે. પ્રમુખસ્વામી મહારાજના સર્જનો-જેવા કે મંદિરો, શાળાઓ, હોસ્પિટલો, ઉત્સવો વગેરેએ નારીશક્તિ અને આપણી સંસ્કૃતિ માટે આદર જન્માવ્યો છે. આજે નગરની મુલાકાત કરીને મને ગૌરવની અનુભૂતિ થઈ. “
GCCI ના પૂર્વ પ્રમુખ પ્રીતિ પરીખે જણાવ્યું,
“ આ એક સુંદર અનુભવ છે. પ્રમુખસ્વામી મહારાજ નગર અદભૂત છે. અહીંના અનુશાસને મને અવાક્ કરી દીધી છે. પ્રમુખસ્વામી મહારાજના પ્રભાવથી BAPSમાં અનેરી શિસ્ત જોવા મળે છે. ભલે પ્રમુખસ્વામી મહારાજ સદેહે અહી ન હોય, પરંતુ તેઓની ચેતના અહી અનુભવાઈ રહી છે.”
સાબરકાંઠાની શિક્ષણ સમિતિના પ્રમુખ રમિલા પટેલે જણાવ્યું,
“પ્રમુખસ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ અમૂલ્ય ઉત્સવ છે. ખાસ કરીને, જે રીતે મહિલાઓને પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું છે તે અદ્ભુત છે. આજે મહિલાઓ અનેક ક્ષેત્રોમાં અગ્રેસર થઈ સમાજનું નેતૃત્વ કરી રહી છે. આજે આ નગરની મુલાકાત લેવા બદલ મારી જાતને હું ખૂબ ભાગ્યશાળી માનું છું.”