· ઓશો સન્યાસી સ્વામી જ્ઞાનસાગજી દ્વારા “ઓશો રિટર્ન્સ, સ્વસ્થ ભારત મિશન” અંતર્ગત જાહેરાત
· ઓશો ઇન્ટરનેશનલ ફાઉન્ડેશનના ષડયંત્ર સામે ઓશો સાહિત્યને બચાવવા માટે જાહેરાત
નીતા લીંબાચીયા, અમદાવાદ.
26 જાન્યુઆરી, 2023:
74માં પ્રજાસત્તાક દિવસ પૂર્વે ‘ઓશો રિટર્ન્સ, સ્વસ્થ ભારત મિશન” અંતર્ગત અમદાવાદ ખાતે ઓશો સન્યાસી સ્વામી જ્ઞાનસાગરજી દ્વારા ‘રજનીશપુરમ ઓશો તપોવન આશ્રમ’નાં નિર્માણની જાહેરાત કરવામાં આવી છે. અમદાવાદ-પૂર્વમાં રહેતા ઓશો સન્યાસી સ્વામી જ્ઞાનસાગરજી પોતાની નૈતિક ફરજ સ્વીકારીને “ઓશો રીટર્નસ સ્વસ્થ ભારત મિશન” અંતર્ગત વર્તમાન સમયની માંગ પ્રમાણે વિજ્ઞાન આધારિત આધ્યાત્મિક વિચારોનાં ઓશોનાં ભવિષ્ય અભિયાનને પુનઃ આગળ વધારવા માટે અમદાવાદથી નજીકકપડવંજ તાલુકાના આતરસુંબા પાસે આવેલા કોસમ ગામે 11 એકર ભૂમિ પર “રજનીશપુરમ ઓશો તપોવન”નું નિર્માણ કરવાનાં દ્રઢ નિશ્ચયની જાહેરાત કરી છે.
આ જાહેરાત કરતા ઓશો સન્યાસી સ્વામી જ્ઞાનસાગરજીએ જણાવ્યું કે તાજેતરમાં પુણે સ્થિત “ઓશો ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન”નાં યુએસએસ્થિત મુખ્ય ટ્રસ્ટીઓ દ્વારા કેટલાક જયચંદ સમાન તત્વોની મિલીભગતથી સમગ્ર માનવજાતનાં સક્ષમ શારીરિક અનેમાનસિક આરોગ્ય માટે “ઓશો” દ્વારા સંશોધિત 108થી વધુ પ્રકારનાં ધ્યાન અનેઅદભુત પ્રવચનોને “કોપીરાઈટ – ટ્રેડમાર્ક” કરાવીને તેમાંથી અઢળક કમાણી કરીને ઓશો આશ્રમ- પુણેને તેનાં લાભથી કાયમી વંચિત કરીને ધીમે ધીમે આશ્રમની માલિકીની વસ્તુઓ / પ્રોપર્ટીને વેચવા માટેનાં ષડયંત્ર અંદરખાને ચાલી રહ્યા છે, જેનાં કારણે સમગ્ર દેશમાંથી પુણે – ઓશો આશ્રમમાં આવતા સન્યાસીઓ, સમર્થકો અંગે હાઇકોર્ટનો સ્પષ્ટ આદેશ હોવા છતાં દિનપ્રતિદિન પરિસ્થિત વણસતી જઈ રહી છે. આ ષડયંત્રકારી ટ્રસ્ટીઓ આપણા વૈજ્ઞાનિક – આધ્યાત્મ સમાન ધ્યાનમાંથી કમાણી કરવાનું શીખીને ભારતીયો સહિત અન્ય દેશોનાં સ્વાર્થી લોકોને હંમેશા એવું જ કહે છે કે આપણે સોનાની ખાણ પર બેઠા છીએ, આપણે તેને મફતમાં શા માટે આપવી જોઈએ?
ઓશો તેમનાં જીવનનાં અંતિમ ક્ષણો સુધી પુણે-આશ્રમમાં જ રહ્યા હતા. ઓશોના દેહત્યાગ પછી 5-10 વર્ષ સુધી આશ્રમમાં બધું જોર શોરથી ચાલ્યું, પણ 4-5 પશ્ચિમી ષડયંત્રકારી ટ્રસ્ટીઓએ ભેગા મળીને જ્યાં “ઓશો ધ્યાન કેન્દ્ર” કે “આશ્રમ” જેવું કંઈ જ નથી એવા જુરીખ (અમેરિકા)માં એક નાના કેબિન જેવી જગ્યાંને ઓશોનું વિશ્વ હેડ ક્વાર્ટર જાહેર કરીને ઓશો ઇન્ટરનેશનલ ફાઉન્ડેશનની સ્થાપના કરી દીધી. આ ગુપ્ત ષડયંત્રમાં તેમને મુંબઈનાં મુકેશ સારડા (ઓશો ઇન્ટરનેશનલ આશ્રમ, પુણેનાં ટ્રસ્ટી)એ જરૂરી ડોક્યુમેન્ટ બનાવવામાં ઘણી મદદ પૂરી પાડી હતી. આમ, વિશ્વનાં મુખ્યાલય સમાન જુરીખ – કેબિન કાર્યાલય દ્વારા વિશ્વનાં અનેક દેશોમાંથી કોપીરાઈટ અનેટ્રેડમાર્કનાં નામે અઢળક ધન કમાતા રહ્યા, પરંતુ તે આવકનો લાભ ઓશો ઇન્ટરનેશનલ આશ્રમ – પુણેને કદી મળવા દીધો નથી.
આ ઉપરાંત, ધીમે ધીમે ઓશો આશ્રમની પ્રોપર્ટીને વેચવાનું કારસ્તાન પણ ચાલી રહ્યું છે. પુણે-આશ્રમમાં ભારતીયોને આવતા રોકવા માટે આ ષડયંત્રકારીઓએ મુખ્ય કાર્ય એ કર્યું કે “ઓશો ટાઇમ્સ”નું પ્રકાશન જ બંધ કરાવી દેવામાં આવ્યું,જેથી લોકો સુધી કોઈ પણ પ્રકારની સચ્ચાઈ – હકીકત પહોચી શકે નહિ. જ્યારે કે તે વખતે ઓશો ટાઇમ્સનું સર્ક્યુલેશન 65,000 પ્રત સુધીનું પહોચી ગયેલ. ભારતીયોને પુણે-આશ્રમમાં આવતા રોકવા માટે બીજું એક કૃત્ય એ કરવામાં આવ્યું કે ઓશોનાં ધ્યાન કરવા માટે આવતા ભારતીયો માટેનું શુલ્ક ખૂબ જ વધારી દેવામાં આવ્યું. ઘણાં વર્ષોથી પ્રથમ વખત આશ્રમ જોવા માટે આવતા પ્રવાસી ભારતીયોનાં સમૂહને ટુર વિઝિટ આપવાની ષડયંત્રકારી ટ્રસ્ટીઓ દ્વારા મનાઈ ફરમાવી દેવામાં આવી છે. સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે વીતેલા ત્રણ દસકાઓમાં ઓશોનાં વૈજ્ઞાનિક અનેઆદ્યાત્મિક સમન્વય વાળા પ્રવચનો વિગેરે પ્રિન્ટ સાહિત્ય અનેટીવી માધ્યમોમાંથી ષડયંત્રકારી ટ્રસ્ટીઓ દ્વારા એવી રીતે નાબૂદ કરવામાં આવ્યા કે આજનાં ઇન્ફોર્મેશન ટેકનોલોજીનાં યુગમાં પણ ઓશોના 108થી વધુ પ્રકારનાં ધ્યાન ભારતીયો માટે કોપીરાઈટનાં ષડયંત્રનાં કારણે આજે સુલભ નથી રહેવા દીધા. ઓશો ઇન્ટરનેશનલ આશ્રમનાં ષડયંત્રકારી ટ્રસ્ટીઓએ ઓશોનાં નિર્વાણ બાદ કોઈ પણ દેશોમાં પોતાના ખર્ચે નવા ધ્યાન કેન્દ્ર તો નથી ખોલ્યા, પણ ઘણા દેશોનાં ધ્યાન કેન્દ્ર બંધ ચોક્કસથી કરાવ્યા છે. પુણે-આશ્રમનાં ષડયંત્રકારી ટ્રસ્ટીઓએ પુણે-આશ્રમમાં ધ્યાન માટે બનાવવામાં આવેલા કેટલાય કક્ષ અંદરખાને વેંચીને રૂપિયા હોંગકોંગનાં બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવી રહ્યા છે. કોવિડ (કોરોના)નાં નામે મુંબઈનાં એક-બે અખબારોમાં ચૂપચાપ પુણે-આશ્રમનું નામ ઉલ્લેખ કર્યા વગર પ્લોટ નં. 15-16 વેચવાની જાહેરાત આપવામાં આવેલ. આ તમામ ષડયંત્રો હવે ધીમે ધીમે જાગૃત સન્યાસીઓ અનેસમર્થકોનાં ધ્યાનમાં આવી ગયેલ છે અને છેલ્લા બે વર્ષથી ષડયંત્રકારી ટ્રસ્ટીઓનાં કાળા કરતૂત માનનીય ચેરિટી કમિશનરશ્રીની કચેરીમાં પેંડિંગ છે. વધુ એક આશ્ચર્યજનક બાબત એ છે કે જે ઓશો એ ભારત સહિત સમગ્ર વિશ્વને એક નવીન ક્રાંતિ – પરિવર્તન આપવાનો ભગીરથ પ્રયાસ કર્યો એ ઓશોનો જન્મ દિવસ તેમનાં જ દ્વારા સ્થાપેલા “ઓશો ઇન્ટરનેશનલ આશ્રમ – પુણેમાં ઉજવવાં માટે પાબંદીઓ આવી ગઈ છે.
ઓશો મેડિટેશનનાં ફેલાવા દ્વારા ભારતીયોનું સાચું કલ્યાણ કરવાની લાગણી સાથે આપણાં સૌનાં સુખદ ભવિષ્ય માટેનાં આ ભગીરથ અભિયાનમાં જોડાવા માટે રાષ્ટ્રીય અગ્નિસેનાનાં સંસ્થાપક સ્વામી જ્ઞાનસાગરજી સૌને જાહેર આમંત્રણ આપે છે.
નોંધ : રાષ્ટ્રીય અગ્નીસેનાનાં સંસ્થાપક ભારતભરનાં ઓશો સન્યાસીઓ, સમર્થકોને “ઓશો સંબોધી દિને” ઓશો માળા પહેરીને, પુણે – ઓશો ઇન્ટરનેશનલ આશ્રમમાં પહોંચીને, પ્રવેશીને સામૂહિક રીતે “સક્રિય ધ્યાન (ડાયનેમિક મેડિટેશન) કરવાનું જાહેર આહવાન કરે છે.
#bharatmirror #bharatmirror21 #news #osho #ahmedabad