હેડવે બિઝનેસ સોલ્યુશન્સ દ્વારા જ્વેલરી વ્યવસાયના ઇતિહાસમા પ્રથમ પાને નોંધી શકાય તેવા સુવર્ણ સૌભાગ્ય ઉત્સવનું કરાયું આયોજન
નીતા લીંબાચીયા
06 જાન્યુઆરી, 2023:
ગુજરાતભરથી જવેલરી બિઝનેસના નામાકીંત 37 જવેલર્સો દ્વારા અમદાવાદના હેડવે બિઝનેસ સોલ્યુશન્સના માર્ગદર્શન હેઠળના એસોસિયેટ સભ્યો માટે સુવર્ણ સૌભાગ્ય ઉત્સવને 26મી સપ્ટેમ્બર શરૂ થઇ 25મી ડિસેમ્બર 2022 આયોજિત કરેલ જેમાં 10,000 ઉપહારોની વણઝાર ગ્રાહકો માટે નિર્ધારિત જેને અનુલક્ષી તે ઉપહારો માટેના લકી ડ્રો નું આયોજન તારીખ 05થી 08 જાન્યુઆરી 2023 સવારે 10થી રાત્રે 10 વાગ્યા સુધી રિવરફ્રન્ટ ગ્રાઉન્ડ, આંતરરાષ્ટ્રીય પતંગ ઉત્સવની બાજુમાં અમદાવાદ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં ગ્રાહકોને માત્ર 10,000 રૂપિયાની જ્વેલરીની ખરીદી પર ટાટા હેરિયર કાર, હોન્ડા અમેઝ કાર, અલ્ટો કાર, આઇફોન 14, એન્ફિલ્ડ બુલેટ, ઇલેક્ટ્રિક એક્ટિવા જેવા 1 કરોડથી વધુની કિંમતની 9999 પ્રોત્સાહિત ભેટ ડ્રો ના માધ્યમથી આપવામાં આવ્યા હતા. આ ચાર દિવસીય પ્રોગ્રામ પરેશ રાજપરાની યુટ્યૂબ ચેનલ પર લાઈવ કરવામાં આવ્યો હતો.
હેડવે બિઝનેસ સોલ્યુશનના CMD શ્રી પરેશ રાજપરાએ જણાવ્યું હતું કે, “જ્વેલરી વ્યાવસાયના 34 વર્ષના અનુભવ અને નિપુણતાથી આ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમા વિવિધ શહેરોના વિવિધ નામાંકિત સભ્યોને સાથે રાખીને એક સંગઠનના રૂપમા પ્રસ્થાપિત કરીને સંપૂર્ણ પારદર્શિતા જાળવવા માટે આ સંગઠનની સમિતિમાં અમદાવાદના મહાવીર જ્વેલર્સથી સિદ્ધાર્થભાઈ કટારીયા, પ્રીતિગોલ્ડ અને ડાયમંડથી વિપુલભાઈ પટેલ, સુવર્ણનગરી જ્વેલર્સથી સૌરભભાઈ શાહ, ભાવનગરના કે.આર.જ્વેલર્સથી કૌશાંગભાઈ કુકડીયા, સંગીતા જ્વેલર્સથી ગૌરવભાઈ લુંભાણી, પાલનપુરના શ્રી અર્બુદા જ્વેલર્સથી રિકીનભાઈ અટોસ જેવા તમામ અગ્રણી વેપારી સભ્યોને સાથે રાખીને આયોજનને પૂર્ણતાના શિખર સુધી લઈ જવાની અદભૂત સફળતા મેળવી છે. આ ઉત્સવ ગુજરાતમાં એક જ્વેલરી વ્યાવસાયનુ આકર્ષણ બની ગયો છે માનનીય પ્રધાન મંત્રી સાહેબના સપનાઓ કે ગુજરાત એક વ્યાવસાયિક ઉદ્યાન બને એ હેતુ ને પણ ગતિ આપવામાં સહયોગી બનસે એવી ધારણા છે. કોવિડની મહામારી અને યુક્રેનના યુદ્ધ જેવી વ્યાવસાયિક મંદી પછી આ સુવર્ણ સૌભાગ્ય ઉત્સવ દ્વારા જ્વેલર્સ વ્યાવસાયમાં ફરી એક નવી ઉર્જા સ્થાપિત થઈ છે જેના દ્વારા આ યોજનામાં જોડાયેલ જ્વેલર્સોનો વેપાર100 કરોડથી પણ વધારે થયો છે. તેમજ ગ્રાહકોને પણ આ ઉત્સવ દ્વારા માત્ર જ્વેલરી જ નહિ પરંતુ ઝવેરાત સાથે કોઈ હજારો પ્રોત્સાહિત ભેટનો લાભ મળવાપાત્ર બન્યો છે.
આ ઉત્સવ પાછળનો મુખ્ય હેતુ જ્વેલર્સમાં સંગઠનની ભાવના ઊભી કરવાનો અને તેમના વ્યાવસાયમાં અદ્ભુત તકો આપવા માટે સક્ષમ એવા જૂથની રચના કરવાનો હતો. હેડવે બિઝનેસ સોલ્યુશન્સ હંમેશા જ્વેલરી ઇન્ડસ્ટ્રીઝના વિકાસને એ રીતે પ્રોત્સાહિત કરે છે કે દરેક જ્વેલર્સ પ્રતિસ્પર્ધી તરીકે નહીં પણ ભાઈચારા સાથે વ્યવસાય કરે અને સુવર્ણ સૌભાગ્ય ઉત્સવ એ તેનું ઉત્તમ ઉદાહરણ છે. સુવર્ણ સૌભાગ્ય ઉત્સવના માધ્યમ દ્વારા જ્વેલર્સ અને ગ્રાહકો વચ્ચેનો વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે. સુવર્ણ સૌભાગ્ય ઉત્સવ જ્વેલર્સ અને ગ્રાહકો બંને માટે લાભદાયી છે.
26મી સપ્ટેમ્બર 2022ના રોજ 37 નામાંકિત જ્વેલર્સના સમૂહ સાથે આ ઉત્સવની શરૂઆત થઈ હતી જેમાં દિવાળીના તહેવારો દરમિયાન ગ્રાહકો તરફથી અદ્ભુત બહોળો પ્રતિસાદ મળ્યો અને ગ્રાહકો દ્વારા પણ આ ઉત્સવને સનમાનીય વ્યાખ્યાઓથી આવકારવામાં આવ્યો અને દરેક જવેલર્સના વ્યવસાયમાં બમણાથી પાંચ ગણા સુધીનો વેપારમાં અકલ્પનીય વધારો થયો હતો.
આ ઉત્સવ અમદાવાદમાં અગ્રણીઓની આગેવાની હેઠળ જન મેદનીની હાજરીમાં ડ્રો દ્વારા પ્રોત્સાહિત ભેટ જાહેર કરવામાં આવી હતી. જેમા વિવિધ શહેરોના નામાંકિત જ્વેલર્સ તેમજ દરેક સભ્યોના માનવંતા આમન્ત્રિત ગ્રાહકોની વિશાળ મેદનીની ઉપસ્થિતિ હતી. જેના દ્વારા પ્રોત્સાહિત ભેટના ભાગ્યશાળી પરિવારના નામોની ઘોષણા કરવામા આવી જેના દ્વારા ગુજરાત કે તેથી વિશેષ ભારતભરના 9999 ભાગ્યશાળી પરિવાર સાથે જોડાયલ દરેક પરિવારના ઘરમાં પણ આનંદ-ઉમંગનો ઉત્સાહ ઉભરી આવ્યો હતો.
આ ઉત્સવ અનુસંધાને ઉત્સવના ભાગીદર બનેલા સભ્યોમાંના વિવિધ શહેરો જેવા કે અમદાવાદ, બરોડા, વિસનગર, કલોલ, કડી, મહેસાણા, ભાવનગર, ઉપલેટા, વ્યારા, અમરેલી, પાટણ, ડીસા ,પાલનપુર દ્વારા અમદાવાદમાં ગાંધી આશ્રમ નજીક હોટેલમા સ્નેહ મિલનનુ આયોજન કરવામાં આવ્યું હતું જેમા 150થી વધુ ગુજરાતભરના જ્વેલર્સ વ્યાસાયમા જોડાયેલા રિટેલર્સ અને હોલસેલર્સ વેપારીઓ એકત્રિત થઈ આ ઉત્સવની સફળતાના આનંદની ઉજવણી કરેલ વધારેમાં વધારે જ્વેલર્સને હેડવેના સંગઠનમાં જોડાવવા માટે અપીલ કરી હતી.
#bharatmirror #bharatmirror21 #news #goldenfortunefestival #ahmedabad