૧૯૮૮ માં બ્રિટનની પાર્લામેન્ટમાં પ્રમુખસ્વામી મહારાજનું કરવામાં આવ્યું હતું બહુમાન
ઓગસ્ટ, ૧૯૯૫ માં શિખરબધ્ધ હિન્દુ મંદિરની પ્રમુખસ્વામી મહારાજે કરી હતી પ્રાણપ્રતિષ્ઠા
પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ નિમિત્તે ૭ ડિસેમ્બર,૨૦૨૨ ના રોજ વેમ્બલી સ્ટેડિયમની આર્ક ભગવા રંગમાં ઝળહળી ઉઠી
લંડન BAPS શ્રી સ્વામિનારાયણ હિન્દુ મંદિરમાં ૨૨ જુલાઇ,૨૦૨૨ થી ૩૧ જુલાઇ,૨૦૨૨ સુધી ઉજવાયો ભવ્ય પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ- ‘ફેસ્ટિવલ ઓફ ઇન્સપીરેશન્સ’ – ૭૫,૦૦૦ કરતાં વધુ મુલાકાતીઓએ લીધો લાભ
નીતા લીંબાચીયા
08 જાન્યુઆરી, 2023:
૧૯૯૫માં લંડન BAPS સ્વામિનારાયણ મંદિરને સ્ટોન ફેડરેશન દ્વારા ‘ નેચરલ સ્ટોન એવોર્ડ ’ આપવામાં આવ્યો
૧૯૯૫માં લંડન BAPS સ્વામિનારાયણ મંદિરને ૭૦ લાખ એલ્યુમિનિયમ કેનના રિસાયકલિંગ દ્વારા તેને મંદિર નિર્માણમાં વાપરવા બદલ પર્યાવરણીય એવોર્ડ
‘બ્રેન્ટ ગીન લીફ એવોર્ડ’ આપવામાં આવ્યો
૧૯૯૬માં રોયલ ફાઇન આર્ટ કમિશન & બ્રિટિશ સ્કાય બ્રોડકાસ્ટિંગ’ દ્વારા BAPS સ્વામિનારાયણ મંદિર, લંડનને ‘મોસ્ટ એન્ટરપ્રાઈઝિંગ બિલ્ડિંગ એવોર્ડ’ આપવામાં આવ્યો
૧૯૯૭, ૧૯૯૮, ૨૦૦૦, ૨૦૦૧, ૨૦૦૨માં ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં ભારતની બહાર પરંપરાગત રીતે બાંધવામાં આવેલા સૌથી મોટા હિન્દુ મંદિર તરીકે BAPS લંડન મંદિરનો ઉલ્લેખ કરવામાં આવ્યો
૧૯૯૮માં વિશ્વવિખ્યાત ‘રીડર્સ ડાઈજેસ્ટ’ મેગેઝીન દ્વારા ‘ ૭૦ વન્ડર્સ ઓફ ધ મોડર્ન વર્લ્ડ’ માં BAPS સ્વામિનારાયણ મંદિર, લંડનનો સમાવેશ કરવામાં આવ્યો હતો
૨૦૦૦માં ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ – મિલેનિયમ એડિશનમાં પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજને માસ્ટર બિલ્ડર તરીકે બિરદાવવામાં આવ્યા હતા
૨૦૦૦માં BAPS સ્વામિનારાયણ મંદિર, લંડન ખાતે આયોજિત 1247 શાકાહારી વાનગીઓયુક્ત અન્નકુટ ઉત્સવને ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન આપવામાં આવ્યું હતું
૨૦૦૭ માં ‘યુકે પ્રાઈડ ઓફ પ્લેસ’ થી BAPS સ્વામિનારાયણ મંદિર, લંડનને સમ્માનિત કરવામાં આવ્યું
૨૦૦૯ માં ‘કવીન્સ એવોર્ડ’ થી BAPS સ્વામિનારાયણ સંસ્થા યુ.કે.ની બાળપ્રવૃત્તિને બિરદાવવામાં આવી
૨૦૦૯, ૨૦૧૦ અને ૨૦૧૨ માં BAPS સ્વામિનારાયણ મંદિર
લંડનને શ્રેષ્ઠ લેન્ડસ્કેપ માટે ‘બ્રેન્ટ ઇન બ્લૂમ એવોર્ડ’ આપવામાં આવ્યો
BAPS સ્વામિનારાયણ મંદિર લંડનમાં આયોજિત વેકસીનેશન સેન્ટર દ્વારા કોવિડ દરમિયાન વેક્સિનના ૮૦,૦૦૦ ડોઝ આપવામાં આવ્યા
કોવિડ તેમજ અન્ય આપત્તિઓ દરમિયાન BAPS સ્વામિનારાયણ મંદિર લંડન દ્વારા ભારત અને અન્ય દેશોમાં અનેકવિધ સેવાકાર્યો હાથ ધરવામાં આવ્યા
સપ્ટેમ્બર, ૨૦૨૨ દરમિયાન પેરિસમાં BAPS સ્વામિનારાયણ હિન્દુ મંદિરનો શિલાન્યાસ કરવામાં આવ્યો
આજનો સંધ્યા સભા કાર્યક્રમ :
સાંજે ૫ વાગ્યે ધૂન-પ્રાર્થના સાથે સંધ્યા સભાનો પ્રારંભ થયો. અનેકવિધ સંવાદો, વિડિયો, નૃત્યો દ્વારા પ્રમુખસ્વામી મહારાજના યુકે-યુરોપ ખાતેના વિચરણ, મંદિર નિર્માણ, હરિભક્તો અને સ્વયંસેવકોના સેવા-સમર્પણ-જીવન પરિવર્તનની ગાથા વિષયક રોચક પ્રસ્તુતિ કરવામાં આવી હતી.
BAPSના પૂ. પરમસેતુ સ્વામી, પૂ. પરમતત્વસ્વામી, હરિભક્ત શ્રી દર્શનભાઈ આશિયર વગેરેએ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના વિચરણ, તેમણે વેઠેલ કષ્ટો અને હરિભક્તોની લીધેલી સંભાળ વિષયક વક્તવ્ય આપ્યા હતા.
અનેક મહાનુભાવોએ પ્રમુખસ્વામી મહારાજ આજની સભામાં પ્રમુખસ્વામી મહારાજને વાક-પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
આજની સભામાં આમંત્રિત મહાનુભાવો :
પૂજ્ય ગુરુદેવશ્રી રાકેશભાઈ, સ્થાપક અને આધ્યાત્મિક વડા – શ્રીમદ રાજચંદ્ર મિશન
શ્રી હરદીપ સિંહ પુરી, પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી, આવાસ અને શહેરી બાબતોના મંત્રી – ભારત સરકાર
જનરલ. ડો.વી.કે. સિંહ, માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ, નાગરિક ઉડ્ડયન રાજ્ય મંત્રી – ભારત સરકાર
પદ્મશ્રી બેરી ગાર્ડિનર, બ્રેન્ટ નોર્થ, સંસદ સભ્ય – યુકે
પદ્મશ્રી બોબ બ્લેકમેન, હેરો ઈસ્ટ, સંસદ સભ્ય – યુકે
શ્રી એલેક્સ એલિસ, ભારતમાં બ્રિટિશ હાઈ કમિશનર
ડો. વિજયકુમાર કૃષ્ણરાવ ગાવિત, રાજ્ય કેબિનેટ મંત્રી, મહારાષ્ટ્ર સરકાર
શ્રી પી.કે. મહેરા, એર માર્શલ (નિવૃત્ત) – ભારત સરકાર
શ્રી મનોજ લાડવા, ચેરમેન અને ચીફ એક્ઝિક્યુટિવ- ‘ઈન્ડિયા ઇન્ક’. ગ્રુપ
શ્રી વિજય દરડા, ચેરમેન – લોકમત મીડિયા ગ્રુપ
શ્રી રાકેશ સિંહ, સંસદ સભ્ય (જબલપુર મતવિસ્તાર)
શ્રી જયેશ શાહ, ચેરમેન – શ્રી નમન ગ્રુપ
શ્રી અશોક જૈન, મેનેજિંગ ડિરેક્ટર – જૈન ગ્રુપ
શ્રી અનિલ કુમાર મિત્તલ, ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર – KRBL લિમિટેડ
શ્રી રાકેશ ચૌરસિયા, પ્રખ્યાત ભારતીય વાંસળીવાદક
પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજે આશીર્વચન આપતાં જણાવ્યું,
પ્રમુખસ્વામી મહારાજ નગરમાં 8 જાન્યુઆરી, રવિવારના રોજ યોજાયેલ પ્રોફેશનલ કોન્ફરન્સ
Pharma Conclave
આયોજક: ઈન્ડિયન ડ્રગ મેનૂફેક્ચરરર્સ એસોસિએશન (IDMA)
ગુજરાત સ્ટેટ બોર્ડના ચેરમેન શ્રી ડો.શ્રેણિક શાહે જણાવ્યું,
“પ્રમુખસ્વામી મહારાજ અને BAPS નો પ્રભાવ આપણે આજે અનુભવી શકીએ છીએ જ્યારે IDMAના ઇતિહાસની છેલ્લાં 60 વર્ષની સૌથી મોટી કોન્ફરન્સનું આયોજન અહી પ્રમુખસ્વામી મહારાજ નગરમાં થયું છે.”
BAPSના વરિષ્ઠ સંત પૂ. બ્રહ્મવિહારી સ્વામીએ જણાવ્યું,
“આપણે જે વિશ્વમાં રહી છીએ તેનું સંચાલન નફો, ઉત્પાદન અને જરૂરિયાતના દ્રષ્ટિકોણથી થાય છે.
આપણે આ કોન્ફરન્સમાં એ બાબત પર પણ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ કે આપણે કેવી રીતે એકબીજાના સ્પર્ધક નહીં, પરંતુ એકબીજાના પૂરક બની શકીએ. પ્રમુખસ્વામી મહારાજે અહંકાર દૂર કરી સંવાદિતાની સ્થાપના પર ભાર મૂક્યો. 80,000 સ્વયંસેવકોથી ધબકતું પ્રમુખસ્વામી મહારાજ નગર સંવાદિતાનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. રામાયણ યુગમાં વાનરોએ ભગવાન શ્રી રામના નામને પથ્થર પર લખી સેતુનું નિર્માણ કર્યું. આજે 200 એકરની જગ્યામાં ‘સ્વામિનારાયણ’ મંત્રજાપ કરતાં આ સ્વયંસેવકોએ 1 કરોડ પેવર બ્લોક્સ લગાવવાનું કાર્ય કર્યું. પ્રમુખસ્વામી મહારાજે કોઈ ચમત્કાર કરવાનો દાવો ન કર્યો, પરંતુ ચમત્કૃતિ સર્જવાનો માર્ગ દર્શાવી દીધો. આજે 600 એકરમાં પથરાયેલું આ પ્રમુખસ્વામી મહારાજ નગર સ્વયંસેવકોમાં સંવાદિતા દ્વારા થયેલ ચમત્કાર છે.”
ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશન (FDCOA)ના કમિશનર ડો. હેમંત કોશિયાએ જણાવ્યું,
“ઘણાં વર્ષો પહેલાં જ્યારે હું FDCOAનો જોઇન્ટ કમિશનર હતો ત્યારે, મેં NCT દિલ્લીમાં ડ્રગ કન્ટ્રોલરની પોસ્ટ માટે અરજી કરી હતી. હું પ્રમુખસ્વામી મહારાજને આશીર્વાદ માટે મળ્યો. પ્રમુખસ્વામી મહારાજે મને આ ઇન્ટરવ્યૂમાં જવાને બદલે ગુજરાતની સેવા કરવા સૂચન કર્યું . એમના માર્ગદર્શન મુજબ હું ઇંટરવ્યૂ માટે ન ગયો. આજે હું ગુજરાતના FDCOAના કમિશનર તરીકે આપની સમક્ષ ઊભો છું.”
CDSCO ના ડેપ્યુટી ડ્રગ્સ કન્ટ્રોલર શ્રી જયંત કુમારે જણાવ્યું,
“પ્રમુખસ્વામી મહારાજ નગરનું સર્જન તેમના પ્રત્યે સૌના પ્રેમનું પરિણામ છે.”
IDMA ના રાષ્ટ્રીય પ્રમુખ શ્રી વિરંચિભાઈ શાહે જણાવ્યું,
“ ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીના ઉદ્યોગ સાહસિકો તરીકે આપણે સૌએ પ્રમુખસ્વામી મહારાજ નગરના સ્વયંસેવકોમાંથી નમ્રતા અને નિસ્વાર્થ સેવાના ગુણો ગ્રહણ કરવાના છે”.
એસટ્રલ સ્ટરીટેકના સ્થાપક ડો. દુષ્યંત પટેલે જણાવ્યું,
“આધ્યાત્મિક અને નૈતિક મૂલ્યોને લોકોના જીવનમાં દ્રઢ કરવામાં અને શ્રેષ્ઠ મેનેજમેન્ટનો આદર્શ બેસાડવામાં BAPS સંસ્થાએ ખૂબ મહત્વનો ભાગ ભજવ્યો છે.”
BAPSના પૂ. જ્ઞાનવત્સલ સ્વામીએ જણાવ્યું,
“ આપણે સૌએ પ્રમુખસ્વામી મહારાજના જીવનમાંથી સર્વસમાવેશકતાનો ગુણ શીખી શકીએ છીએ. BAPS સંસ્થાની કોઈ પણ પ્રવૃત્તિનો નિર્ણય લેતી વખતે, પ્રમુખસ્વામી મહારાજ સૌને સૂચન આપવા માટે પ્રેરિત કરતાં અને યોગ્ય સૂચનના અમલીકરણ માટે પ્રોત્સાહિત કરતા. જ્યારે પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવનું આયોજન થયું, ત્યારે પ્રમુખસ્વામી મહારાજના જીવનમાંથી આ ગુણ અનુસાર સર્વેના વિવિધ સૂચનો આવકારવામાં આવ્યા.
પોતાના અહંકારનો ત્યાગ કરીને ‘સર્વન્ટ લીડરશિપ’ નો ગુણ સૌએ અપનાવવો જોઈએ. 21 મે, ૧૯૫૦ ના રોજ જ્યારે પ્રમુખસ્વામી મહારાજે BAPSના પ્રમુખ તરીકે પ્રતિજ્ઞા લીધી ત્યારે હરિભક્તોના વાસણ ઉટક્યા હતા. સતત ૬૫ વર્ષ સુધી પ્રમુખસ્વામી મહારાજે નિર્વિવાદ નેતૃત્વ પૂરું પાડ્યું. ગુરુપદે આવ્યાના ૪૫ વર્ષમાં પપ્રમુખસ્વામી મહારાજે ૧૭,૦૦૦ ગામોમાં, ૨૫૦,૦૦૦ ઘરોમાં વિચરણ કર્યું, ૭,૫૦,૦૦૦ કરતાં વધુ પત્રોના પ્રત્યુતર આપ્યા, ૧૩૦૦ સંસ્થાઓ (મંદિરો, સ્કૂલો, હોસ્પિટલો, છાત્રાલયો) સ્થાપ્યા. પ્રમુખસ્વામી મહારાજ ૨૫,૦૦૦ કરતાં વધુ લોકોને નામ સાથે ઓળખતા. તેમના દ્વારા દીક્ષિત ૧૧૦૦ કરતાં વધુ સંતોની તેમની સાથે ઘણી સ્મૃતિઓ હતી.”
#bharatmirror #bharatmirror21 #news #baps #indianculture’in’uk-europe #ahmedabad