નીતા લીંબાચીયા
09 જાન્યુઆરી, 2023:
સોનલ શુક્લા દ્વારા જાણો શનિગ્રહ ની કુંભરાશિ માં પ્રવેશ ની અસર બારેય રાશિ ઉપર .
શનિમહારાજ અઢી વર્ષ માટે પોતાની સ્વયં ની રાશિ કુંભ માં પ્રવેશ કરશે ૧૭ જાન્યુઆરી ૨૦૨૩ માં .મકર રાશિ વાળાઓને છેલ્લો તબક્કો ,કુંભ વાળાઓ ને બીજો તબક્કો મીન રાશિ વાળાઓને પ્રથમ તબક્કો પનોતી નો શરુ થશે, અને ધન રાશિ ને પનોતી પૂર્ણ થશે.ગોચર હંમેશા ચંદ્ર રાશિ થી જોવા માં આવે છે તો આપસરવે એ કુંડળી માં જ્યાં તમારો ચંદ્ર બિરાજમાન હોય ત્યાં જે રાશિ હોય તે રીતેગણવું.અથવા સમઝવું.મેષ થી મીન રાશિ વાળાઓ નું અઢીવર્ષ કેવા જશે તે જાણીયે તથા ઉપાય વિષે જાણીયે.
શનિ દેવ નું ગોચર માં પોતાની રાશિ થી ૩,૬,૧૧ મેં આવવું શુભ ગણવું .તો એ મુજબ મેષ, કન્યા, તથા
ધન રાશિ વાળાઓ માટે આ અઢી વર્ષ અગત્યના તથા અતિ શુભ ફળ આપવા વાળા રહેશે .બધી જ રાશિ ઓ નું ભવિષ્યફળ નીચે મુજબ છે.
મેષ રાશિ : મેષ રાશિ ને આ ગોચર લાભ ભાવ માં થાય છે તેથી સમાજ તરફ થી માન મળે,
નોકરી માં પ્રમોશન,મોટા ભાઈ બહેનો ને ત્યાં સારા સમાચાર મળે ફાયદો થાય .તેમજ આ લોકો
પોતાની જાત નું વિશેષ ખ્યાલ રાખે,નાની યાત્રાઓ સફળતા અપાવે,વાણી થી કોમ્યુનિકેશન
થી ફાયદો થાય.કોર્ટકેસ માં વિજય,શત્રુ ઓ પરાજય પામે.
વૃષભ રાશિ : વૃષભ રાશિ વાળાઓ માટે આ ગોચર કર્મ ભાવ માં થવા જઈ રહ્યું છે ,તો કોઈ
પણ નવો બિઝનેસ ચાલુ કરવો નહિ,કાકા દાદા ના ત્યાં થી ખરાબ સમાચાર મળે,ઘર મકાન
ના ઝગડા થાય ઘર થી દૂર રહેવા જવું પડે ,વિદેશ વસવાટ માટે સારો સમય છે.લગ્ન જીવન
માં સાંભળવું પડે.
ઉપાય :શનિ દેવ ના મંદિર માં યથા શક્તિ દાન આપવું.મજૂરો ની મદદ પૈસા થી કરવી.
મિથુન રાશિ : મિથુન રાશિ વાળા ને આ ગોચર ભાગ્ય ભાવ માં થઈ રહ્યું છે ,તો ભાગ્ય નો સાથ ઓછો
મળે,પિતા ની તબિયત સાંભળવી,એડમિનિસ્ટ્રેશન અથવા ટીચિંગ ક્ષેત્ર વાળાઓ એ સાંભળવું,
નોકરીમાં ,જોઈએ એટલો ફાયદો થાય નહિ,યાત્રા થી સાચવવું ,સહી વાંચ્યા વિના ના કરવી.ખભા ની
તકલીફ ,પગ માં ઇજા થવા સંભવ.પત્ની સંતાન,કુટુંબ થી સાથ સહકાર મળે.
ઉપાય : ધર્મ સંસ્થા માં સેવા આપવી.શનિ દેવ ના મંત્રો કરવા.
કર્ક રાશિ : કર્ક રાશિ વાળા ઓ માટે આ ગોચર આયુ ભાવ માં થઈ રહ્યું છે આયુષ્ય ની વૃદ્ધિ ,તો અચાનક કોઈ ખરાબ સમાચાર સાસરી વાળા તરફ થી મળે.
રોકાણ માં નુકસાન થાય ,ફેમિલી માં વાણી ના કારણે વિખવાદ થાય ,બિઝનેસ માં નુકસાન , બદનામી મળે, કાકા ના કુટુંબ સાથે વિખવાદ થવા સંભવ કોઈ નવી બિઝનેસ શરુ
ના કરવા સલાહ.સંતાન સારું કાર્ય કરે, પત્નીનો સાથ મળે.
ઉપાય : નારિયેળ જળ પ્રવાહ કરવું, નદી કિનારે કામ કરતા લોકો ને મદદ કરવી.
સિંહ રાશિ : સિંહ રાશિ વાળા માટે આ ગોચર પત્ની ના તથા ભાગીદારો ના ભાવ માં થાય છે , સ્ત્રી
વર્ગ થી સાંભળવું ,ભાગીદારી માં નુકસાન,ભાગીદારી માં નવું કામ કરવું નહિ, આળસ વધે ,ઊંઘ
ઓછી થાય ,ઘર થી દૂર નોકરી માટે જવું પડે, કાયમી વિદેશ વસવાટ માટે પ્રયત્ન સફળ થાય.માતા ની
તબિયત બગડે ,જમીન મકાન વાહન થી નુકસાન થાય.
ઉપાય : શનિ વારે ડુંગળી નું દાન મજુર વર્ગ ને કરવું, ધર્મ થી વપિરીત કોઈ કાર્ય ના કરવું.
કન્યા રાશિ : કન્યા રાશિ વાળાઓ માટે આ ગોચર રોગ, ઋણ, શત્રુ ના ભાવ માં થાય છે તો રોગ થી મુક્તિ, દેવા પુરા થાય તથા શત્રુ ઓ નો સફાયો થાય, હોસ્પિટલ માં દાન કરો, વિદેશ વ્યાપાર કરી શકો છો. અચાનક ધન લાભ થાય સસરા વાળા તરફ થી ફાયદો ,નાની મોટી યાત્રા થી લાભ, રિસર્ચ
કાર્ય સારું કરી શકો, લેખકો ને ફાયદો,હાથ ના હુનર વાળો ને બી ફાયદો થાય.
તુલા રાશિ : આ ગોચર તુલા રાશિ વાળાઓ માટે સંતાન તથા વિદ્યા ભાવ માં થાય છે તો સંતાનો ને
તકલીફ કાંતો સંતાન તરફ થી તકલીફ ,શારીરિક પીડા ,શેરમાર્કેટ માં નુકસાન થાય,રોકાણ નવું કરવું નહિ ,જોઈએ તેટલો લાભ ના મળે, સમાજ માં બદનામી થાય બચત ના થાય, કુટુંબ સાથ ના આપે,
માતા પિતા પત્ની નો સહકાર રહે.
ઉપાય : સ્કૂલ માં ભણતા ગરીબ વિદ્યર્થી ઓ ને મદદ કરવી , ૐ શં શનૈશ્રય નમઃ નો જાપ કરવો.
વૃશ્ચિક રાશિ : વૃશ્ચિક રાશિ વાળા ઓ ને આ ગોચર સુખ ભાવ તથા માતા ના ભાવ માં થવા જઈ રહ્યું
છે તો માતા ની તબિયત માં સાંભળવું, જમીન મકાન માં નુકસાન, વાહન થી સાંભળવું, નવો કોઈ બી
બિઝનેસ ના શરૂ કરવો ,અને નાની પનોતી શરુ થતી હોવાથી બધા માં સંભાળવું ,સુખ માં કમી
નોકરી માં સાચવવું,અવાર્ડ ની જગ્યાએ બદનામી થાય નોકરી માં.ઉપરી સાથે બબાલ
માં ના ઉતારવું, બોલીને શત્રુતા ઉભી ના કરવી.
ઉપાય : ગરીબ વૃદ્ધ ની સેવા કરવી , વૃદ્ધાશ્રમ માં દાન કરવું, કોઈ ને ફ્રી માં યાત્રા કરાવવી .
ધન રાશિ : આ ગોચર ધન રાશિ વાળા ઓ માટે પરાક્રમ ભાવ માં થવા જઈ રહ્યું છે, તો નવું કોઈ બી
સાહસ લાભદાયી નીવડશે, કન્સલ્ટન્સી વાળો ને લાભ નાની યાત્રા થી લાભ ,માન ઇઝ્ઝત વધે,
વિદ્યા માં ઉચ્ચ કક્ષા ની સફળતા મળે,પિતા ને લાભ, ધાર્મિકતા વધે, દાન કર્મ , વિદેશ સાથે
બિઝનેસ માં બી સફળતા ,ઉચ્ચ અભ્યાસ વિદેશ માં થવા સંભવ.શેરમાર્કેટ માં સફળતા .
મકર રાશિ : આ ગોચર કુટુમ તથા વાણી ભાવ માં થાય છે તો વાણી થી કુટુંબ માં વિખવાદ ના થાય
તે ધ્યાન આપવું નહિ તો ધન નું નુકસાન થવા સંભવ ,વ્યય વધે ,હોસ્પિટલ ના ખર્ચ વધે,
અચાનક સ્વાસ્થ્ય ખરાબ, સર્જરી આવે, સાસરી તરફ ના ખરાબ સમાચાર મળે, પત્ની તરફ થી સુખ ,માતા સાથ આપે.સટ્ટાથી બચવું . સંતાન તરફ થી અપેક્ષા ના રાખવી.ધાર્મિકતા થી જીવન જીવવું.
ઉપાય : હનુમાન ચાલીસા ના પાઠ કરવા દરરોજ .
કુંભ રાશિ : આ ગોચર તન ભાવ માં લગ્ન ભાવ માં થવા જઈ રહ્યું છે ,આળસ ,ઊંઘ વધે.
શરીર ઉતરે બીમારી ના કારણે,વધારે પડતું વજન ઘટાડવાની દવા ના લેવી ,નવું રોકાણ કરવું નહિ,
લાભ થશે નહિ . લગ્નજીવન માં વિખવાદ ઝગડા થાય ,ભાગીદારી તો કરવી જ નઈ. વ્યર્થ સમય વેડફશો
માતા ની તબિયત બગડે ,સુખ માં કમી આવે. તો આ વર્ષો માં કોઈ લર્નિંગ ક્લાસ,ઉચ્ચ વિદ્યા
માટે સારું, કોઈ ને સલાહ આપવાનું કાર્ય સારું, હીલિંગ સારું,સ્પિરિચુઅલ એક્ટિવિટી થી ફાયદો.
ઉપાય : યોગા ,મેડિટેશન ,કરવું, પ્રવૃતિશીલ રહેવું , સુંદરકાંડ ના પાઠ શનિવારે કરવા.
મીન રાશિ : આ ગોચર વ્યય ભાવ માં થાય છે , હોસ્પિટલ ના ધક્કા વધે, દવા પાછળ ખર્ચ
થાય, વિદેશ યાત્રા થી નુકસાન, એકલતા માં રહેવું પડે. નોકરી માં નુકસાન ,પિતા, કાકા ની તબિયત
સંભાળવી, ભાગ્ય સાથ ના દે તેવું લાગે. નાની યાત્રા થી સંભાળવુ, વાંચ્યા વિના કોઈ બી સાઈન
કરવી નહિ. સંતાન તરફ થી શાંતિ, પત્ની તરફ થી બી શાંતિ રહે.
ઉપાય : હોસ્પિટલ માં કોઈ ને મફત માં સારવાર કરાવવી, તથા દવા નું દાન કરવું. બજરંગબાણ
નો પાઠ રોજ કરવો.
નોંધ : શનિ દેવ કર્મ ના ફળ આપવા વાળા દેવતા છે તો વર્તમાન કર્મ સુધારવાથી ઘણી રાહત
મળશે. આ દરેક રાશિ માં જેની શનિ ની દશા હોય નાની મોટી પનોતી હોય તેઓ ને જ અસર
થશે ,બાકી ને એટલી અસર થશે નહિ.ગોચર પણ ત્યારેજ ફળ આપે છે જયારે કુંડળી માં યોગ
હોય દશા માં ગ્રહ હોય .શનિદેવ સર્વ નું શુભ કરે.
#bharatmirror #bharatmirror21 #news #astrologersonalshukla #ahmedabad