નીતા લીંબાચીયા
04 ડિસેમ્બર, 2022:
પુષ્પા ધોન્ડે: 50 વર્ષીય ગૃહણીનો MRIમાં ખભાનો સ્નાયુ ફાટી ગયો હતો અને ફ્રોઝન શોલ્ડરની તકલીફ બતાવવામાં આવી હતી. ડૉક્ટર દ્વારા તેમને સર્જરીની સલાહ આપવામા આવી હતી. એક શુભેચ્છકની સલાહથી અલ્ટીમેટ હેલ્થની 30 દિવસની સારવારને અંતે તેમને 95% દુખાવો ઓછો થઇ ગયો અને દિવસની દરમિયાનની પ્રવૃત્તિ સારી રીતે અને દુખાવા વગર કરતા થઇ ગયા. હિરલ શાહ: 34 વર્ષીય ગૃહિણીને ગરદનનો દુખાવો અને બંને હાથમાં દુખાવા અને ઝણઝણાટી તકલીફ હતી. તેણીના MRIમાં ચોથા-પાંચમા (C4-C-5) અને પાંચમા-છઠ્ઠા (C5-C6) મણકાઓ વચ્ચેની ગાદી ખસી ગઈ હતી અને નસ પર દબાણ કરતી હતી. 25 દિવસની અલ્ટીમેટ હેલ્થની સારવારને અંતે તેમને 90% જેટલી રાહત મળી છે અને ટુ-વ્હીલર પણ ડ્રાઇવ કરી શકે છે અને દિવસ દરમિયાનની પ્રવૃત્તિઓમાં કોઇ તકલીફ નથી.

પ્રજ્ઞાબેન પરમાર: 54 વર્ષીય ગૃહિણીને કમરનો દુખાવો અને બન્ને પગમાં દુખાવો તેમજ ઝણઝણાટીની
તકલીફ હતી અને ડૉક્ટરની સલાહથી તેમણે MRI કરાવ્યો. તેમા ત્રીજા-ચોથા (L3-L4), ચોથા-પાંચમા (L4-
L5) અને પાંચમા અને તેના પછીના (L5-S1)ની ગાદી ખસી ગઈ હતી અને તેમને ગ્રેડ-1 એન્ટેરોલિસ્થેસીસ
એટલે ચોથો મણકો (L4)એ પાંચમા મણકા (L5)થી આગળની તરફ ખસતો હતો. આ તકલીફને લીધે તેઓ
5 મિનિટ ઉભા પણ ન્હોતા રહી શકતા અને ચાલી પણ ન્હોતા શકતા. અલ્ટીમેટ હેલ્થની 25 દિવસની
સારવારને અંતે તેઓને 95% રિલિફ મળી અને 20 મિનિટથી વધારે ઉભા રહી શકે છે અને ચાલી પણ શકે
છે.

ઉમા ચૌહાણ: 43 વર્ષીય ઉમા ચૌહાણને લિગામેન્ટ ઇન્જરી અને મેનિસ્કસ ઇન્જરી (ગ્રેડ-2) થયાં હતા. જેને
લીધે તેમને ઘૂંટણમાં અસહ્ય દુખાવો થતો હતો. ચાલવામાં અને ઉભા રહેવામાં તકલીફ હતી. ઓર્થો ડોક્ટરે
તેમને ઓપરેશનની સલાહ આપી હતી પરંતુ તેમને સર્જરી નહોતી કરાવવી. તેમને અલ્ટીમેટ હેલ્થની 30
દિવસની સારવારને અંતે 90-95% રાહત થયેલ છે. ચાલવા કે ઉભા રહેવામાં કોઈ દુખાવો થતો નથી.
દર્દીઓના ચોક્કસાઈ પૂર્વકના નિદાન બાદ તેમની સારવાર શરૂ કરવામા આવી. અદ્યતન સાધનો જેવા કે 3
ડાયમેંશનલ સેગમેન્ટલ સ્પાઇનલ ડિકોમ્પ્રેશન, 360 ડિગ્રી રોબોટિક સ્પાઇનલ ડિકોમ્પ્રેશન, જર્મન લેસર Z-
15 (ગુજરાતમાં પ્રથમ), અમેરિકન પલ્સ્ટાર (અમદાવાદમાં પ્રથમ), ક્રાયોગન (ફ્રાન્સ) અને ટેકાર થેરાપી દ્વારા ટ્રીટમેન્ટ આપવામાં આવી. આઈસોલેટેડ મસલ્સ સ્ટ્રેન્થનિંગ અને સોફ્ટ ટિસ્યુ રીલિઝની સારવાર આપવામાં આવી. ભવિષ્યમાં તકલીફ ના થાય એના માટે લાઈફસ્ટાઈલ મેડિફિકેશન ગાઈડલાઈન આપવામાં આવી.
#bharatmirror #bharatmirror21 #news #treatmentofisolatedmusclestrengtheningandsofttissuerelease #ahmedabad
