ભારતનાં રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુ બે દિવસ માટે ૩ જાન્યુઆરી એ બ્રહ્માકુમારીઝ ના મુખ્યાલય આબુ ખાતે આવશે.
નીતા લીંબાચીયા
29 ડિસેમ્બર, 2022:
ભારતનાં રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુ ૩ જાન્યુઆરીએ આબુ તળેટી સ્થિત શાંતિવન ખાતે મહાસંમેલનમાં ભાગ લેશે. ત્યારબાદ ૪ જાન્યુઆરીએ તેઓ માઉન્ટ આબુ રાજ યોગ ધ્યાન સત્રમાં જોડાશે.
વિશ્વની સૌથી વિશાળ મહિલા શક્તિ સંચાલિત આધ્યાત્મિક સંસ્થા પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલયના મુખ્યાલય માઉન્ટ આબુ ખાતે બે દિવસ ના અધ્યાત્મ પ્રવાસે દેશના રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ નવ વર્ષ માં આગામી ૩ તથા ૪ જાન્યુઆરી ૨૦૨૩ દરમિયાન આવી રહેલ છે.
બ્રહ્માકુમારીઝ ના અધ્યાત્મજ્ઞાન અને રાજયોગા માં ગહન રસ ધરાવતા રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુ ૩ જાન્યુઆરીએ સાંજે ૪:૧૫ કલાકે માનપુર એરપોર્ટ પર ઉતરી સીધા જ આબુ તળેટી સ્થિત બ્રહ્માકુમારીઝ ના શાંતિવન ખાતે આવેલ એશિયાના સૌથી મોટા એવા ડાયમંડ હોલ ખાતે આયોજન થનાર આઝાદીના અમૃત મહોત્સવના કાર્યક્રમ “સ્વર્ણિમ ભારતનો ઉદય”વિષયે યોજાયેલ મહા સંમેલનનું ઉદ્ઘાટન કરશે. આ સંમેલનમાં દેશ વિદેશના હજારો મહાનુભાવો ઉપસ્થિત રહેશે. ત્યારબાદ તેઓ રાત્રી રોકાણ માઉન્ટ આબુ સ્થિત બ્રહ્માકુમારીઝ ના જ્ઞાન સરોવર ખાતે કરશે.
૪ જાન્યુઆરી જ્ઞાન સરોવર ખાતે સવારના જ્ઞાન યોગા સત્રમાં ભાગ લઈ, રાષ્ટ્રપતિ શ્રી સંસ્થાના સશક્ત પાંડવ ભવન ખાતે બ્રહ્માકુમારીઝ ના સ્થાપક પિતાશ્રી બ્રહ્માબાબાના સમાધિ સ્થળ શાંતિસ્થંભ-બાબાની ઝૂંપડી-યોગારૂમ ખાતે શ્રદ્ધાસુમન અર્પણ કરશે. બાદમાં રાજયોગા ભ્યાસ કરી ભોજન પ્રસાદ ગ્રહણ કરી પાલી જવા માટે રવાના થશે.
રાષ્ટ્રપતિના આગમનને પગલે શાંતિવનમાં તથા જ્ઞાન સરોવર ખાતે પ્રશાસન તથા સંસ્થા દ્વારા તડા માર તૈયારી થઈ રહેલ છે. #bharatmirror #bharatmirror21 #news #presidentdraupadimurmu #presidentinmountabu #brahmakumari #ahmedabad