નીતા લીંબાચીયા
06 ડિસેમ્બર, 2022:
અમદાવાદઃ તાજેતરમાં જ રિલીઝ થયેલી ફિલ્મ “ભગવાન બચાવે”ના મુખ્ય કલાકારો જીનલ બેલાણી અને ભૌમિક સંપત નગરદેવી માઁ ભદ્રકાળી મંદિરે દર્શને પહોંચ્યા હતા, જ્યાં બન્ને કલાકારોએ માઁ ભદ્રકાળીના ચરણોમાં શીશ ઝૂકાવી આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી. “ભગવાન બચાવે” ફિલ્મ હળવી કૉમેડી સાથે ખૂબ જ મહત્વનો સામાજિક સંદેશ આપે છે.
આ ફિલ્મને સમગ્ર ગુજરાતમાંથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આપણા રોજિંદા જીવનમાં પણ એવી ઘટનાઓ બનતી હોય છે, જ્યારે આપણે કહી દેતા હોઇએ છીએ કે “ભગવાન બચાવે”. આવી જ વર્તામાન સમયના વાસ્તવિક વિષય પર આધારિત છે ફિલ્મ “ભગવાન બચાવે”.
પોતાની ફિલ્મ વિશે જણાવતા ભૌમિક સંપતે જણાવ્યું હતુ કે અમે નગરદેવીના ચરણોમાં શીશ ઝૂકાવી ધન્યતા અનુભવી રહ્યાં છે. દર્શકો અમારી ફિલ્મને પસંદ કરી રહ્યા છે. તે મારા માટે ખૂબ જ ખુશીની વાત છે.
સમાજના ઘણા બધા એવા કિસ્સાઓ વિશે જાણ્યું હતુ કે કોઇ એક વ્યક્તિ કરેલા આડેઘડ ખર્ચા બાદ કેટલી હદ સુધી ફસાઇ જાય છે. અને બાદમાં અનેક જટિલતાઓમાં એટલો ગૂંચવાઇ જાય છે, કે તેને પોતાને જ ખબર નથી હોતી કે આગળ જતા એની સાથે શું ઘટના બનશે!! આ ફિલ્મ માટે અમને દર્શકો તરફથી ખૂબ જ પ્રેમ અને પ્રતિસાદની અપેક્ષા છે, તેથી દરેક આ ફિલ્મ થિયેટરમાં જઇને જ જોવી જોઇએ.
#bharatmirror #bharatmirror21 #news #gujaratifilm #bhagvanbachave #ahmedabad