નીતા લીંબાચીયા
12 ડિસેમ્બર, 2022:
મંત્રીમંડળની શપથ વિધિ બાદ આજે જ યોજાશે કેબિનેટ બેઠક.
5 વાગે યોજાશે કેબિનેટ બેઠક.
બેઠક માં તમામ મંત્રીઓના ખાતાની કરાશે જાહેરાત.
ગાંધીનગરના મુખ્ય માર્ગો સહિત અનેક સ્થળો ઉપર ટ્રાફિક જામની સ્થિતી.
અનેક લોકોએ પોતાની કાર ફૂટપાથ ઉપર પણ પાર્ક કરી દીધી.

ગાંધીનગરમાં યોજાશે ભવ્ય ભોજન સમારોહ.
156 ધારાસભ્ય અને મહેમાનો હાજરી આપશે.
PM મોદી 156 ધારાસભ્યો સાથે લેશે ભોજન.
ગાંધીનગરની લીલા હોટલમાં ભોજન સમારોહ.

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીના પરિણામ જાહેર થઇ ચૂક્યા છે. રાજ્યમાં પહેલી વખત ભાજપે એટલી ભવ્ય જીત મેળવી છે કે વિરોધ પક્ષને નાબૂદ કરી દીધો ..અત્યાર સુધી વિપક્ષ તરીકે કોંગ્રેસ હતી. પરંતુ આ વચ્ચે ભાજપે ઇતિહાસની સૌથી મોટી જીત હાંસલ કરી 182 બેઠકમાંથી 156 બેઠક પર ભાજપનો વિજય થયો. હવે ભાજપનું લક્ષ્ય 2024ની લોકસભાની 26 સીટ પર જીત યથાવત રાખવાનું છે.
#bharatmirror #bharatmirror21 #news #gujaratbjp #ahmedabad
