15 મી વિધાનસભાનું પ્રથમ સત્ર મળ્યુ હતુ. જો કે વિધાનસભા ના પહેલા દિવસે જ અધ્યક્ષે રુલીગ જાહેર કર્યું,જેના કારણે કોંગ્રેસે હોબાળો કરી ગૃહમાંથી વોકઆઉટ કર્યું હતુ.
નીતા લીંબાચીયા
20 ડિસેમ્બર, 2022:
ગુજરાત વિધાનસભાના પ્રથમ સત્રમાં જ વિપક્ષે ગૃહમાંથી વોક આઉટ કર્યું હતું , વોક આઉટ બાદ વિધાનસભા પરિસરમાં કોંગી ધારાસભ્યોએ સુત્રોચ્ચાર કર્યા હતા. વિરોધ પક્ષને ન્યાય આપોની માંગ સાથે તેઓએ નારેબાજી કરી. અર્જૂન મોઢવાડિયાએ કહ્યું કે, કામકાજ સલાહકાર સમિતિમાં રાજ્યપાલના આભાર પ્રસ્તાવની ચર્ચા ક્યારે કરવાની છે તે પણ થઈ નથી. માત્ર 2 કે 3 કલાક માં પૂરું કરવાનું આયોજન છે. પ્રજાનો અવાજ વિધાનસભામાં મૂકવાનો હોય છે તેનો અધિકાર છીનવી લેવામાં આવ્યો છે. નિયમોના ઉલ્લંઘન કરવામાં આવ્યું માટે પ્રથમ દિવસે વોક આઉટ કરી વિરોધ કર્યો છે.રાજ્યપાલ અને અધ્યક્ષને પત્ર લખીને ફરિયાદ કરીશુ. અમારી પાર્ટી એ ઠરાવ કરીને નામ મોકલવાના હોય છે. તેની સૂચના અધ્યક્ષ શાસક અને વિરોધ પક્ષને કરવામાં આવતી હોય છે. 1 દિવસમાં ચર્ચા પૂરી કરવાની શક્ય જ નથી.

કોંગ્રેસના વોક આઉટ મુદ્દે અર્જુન મોઢવાડિયાએ કહ્યું કે, આ ચર્ચા નિયમોના ભંગ સમાન છે. કામકાજ સલાહકાર સમિતિની બેઠક વગર કામકાજનો એજન્ડા નક્કી ન થઈ શકે. નિયમોનો પહેલા જ દિવસે ભંગ થઈ રહ્યો છે. અમે નેતા નક્કી નથી કર્યા પણ શાસક પક્ષે પણ નામ નથી માંગ્યા.

તો આ સાથે રાજ્યપાલના સંબોધન પરના આભાર પ્રસ્તાવ અંગે પણ કોંગ્રેસે પોઈન્ટ ઓફ ઓર્ડર ઉઠાવ્યો. ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા એ પોઈન્ટ ઓફ ઓર્ડર ઉઠાવ્યો. મહત્વનું છે કે, રાજ્યપાલના આભાર પ્રવચનની કોપી ન મળી હોવાથી આભાર પ્રસ્તાવ અંગે પોઈન્ટ ઓફ ઓર્ડર ઉઠાવ્યો છે. આજે સરકારી વિધેયકને પ્રાથમિકતા આપી આભાર પ્રસ્તાવ પર ચર્ચા અન્ય દિવસે કરવા વિનંતી કરવામાં આવી હતી. જો કે હોબાળા બાદ વિપક્ષે ગૃહમાંથી વોકઆઉટ કર્યું હતુ.
#bharatmirror #bharatmirror21 #news #gujaratassembly #ahmedabad
