નીતા લીંબાચીયા
03 ડિસેમ્બર, 2022:
સમગ્ર વિશ્વમાં દર વર્ષે 3 ડિસેમ્બરના રોજ વિશ્વ દિવ્યાંગતા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. આ દિવસ નિમિત્તે અમદાવાદ ખાતે “એડલ્ટ કોકલિયર ઇમ્પ્લાન્ટ, શ્રવણ શક્તિ (હિયરિંગ લોસ)નું નુક્શાન અને તેના અંગેની જાગૃત્તિ ચર્ચા અને શ્રવણ શક્તિ (હિયરિંગ લોસ)ના નુક્શાનમાં કારગત નવીનતમ, અત્યાધુનિક સારવાર” વિષય પર સેમિનાર આયોજન કરવામાં આવ્યું હતુ. આ સેમિનારમાં ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે ઇએનટી અને કોકલિયર ઇમ્પ્લાન્ટ સર્જન ડૉ. નીરજ સુરી અને એપલ સ્પીચ એન્ડ હિયરિંગ ક્લિનિકના ડિરેક્ટર અને ફાઉન્ડર ડૉ. અમિત કુમાર આનંદે એડલ્ટ કોકલિયર ઇમ્પ્લાન્ટ પર ઉપસ્થિતોને વિસ્તૃત માહિતી પુરી પાડી હતી.
સામાન્ય શ્રવણ શક્તિ વિશે પ્રકાશ પાડતા ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે ઇએનટી અને કોકલિયર ઇમ્પ્લાન્ટ સર્જન ડૉ. નીરજ સુરીએ જણાવ્યું, “શ્રવણશક્તિને ડેસિબલમાં માપવામાં આવે છે અને જો સમગ્ર શ્રવણ ક્ષમતા આવર્તન (ફ્રીક્વંસી)માં 15 ડીબી કરતા ઓછી હોય તો તે સામાન્ય માનવામાં આવે છે.
જો દૈનિક વાતચીતમાં, ઘોંઘાટીયા વાતાવરણમાં ભાષાને સમજવામાં, ટીવી જોવામાં, સમૂહમાં વાર્તાલાપ અને ટિનીટસની વહેલી શરૂઆત સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે, તો તેને સામાન્ય ગણી શકાય નહી. હિયરિંગ એઇડ માત્ર અવાજને વિસ્તૃત કરે છે, તેથી માત્ર 60 ડીબી સુધી સાંભળવાની ખોટમાં જ તેનો ઉપયોગ કરી શકાય છે, જ્યારે 60 ડીબીથી વધુ સાંભળવાની ખોટ, સામાન્ય શ્રવણશક્તિ પુનઃસ્થાપિત કરવા માટે કોક્લિયર ઇમ્પ્લાન્ટની ભલામણ કરવામાં આવે છે.”
એડલ્ટ કોક્લિયર ઇમ્પ્લાન્ટેશન વિશે માહિતી આપતા એપલ સ્પીચ એન્ડ હિયરિંગ ક્લિનિકના ડિરેક્ટર અને ફાઉન્ડર ડૉ. અમિત કુમાર આનંદે જણાવ્યું, જન્મથી જ સાંભળવાની ક્ષતિ સાથે જન્મેલા બાળકો તે પુખ્ય વયના લોકો કરતા અલગ હોય છે, જેઓ અચાનક કે ધીરે-ધીરે સાંભળવાની ક્ષમતાને ગુમાવી દે છે. એક પ્રશિક્ષિત ઑડિયોલોજિસ્ટ દ્વારા શ્રવણશક્તિના ઇતિહાસની સમીક્ષા કોક્લિયર ઇમ્પ્લાન્ટ માટે દર્દીનું મૂલ્યાંકન કરવાનું પ્રથમ પગલું છે. જેમ જેમ ઉંમર વધે છે તેમ તેમ સાંભળવાની ક્ષમતા પણ ધીમે ધીમે ઘટતી જાય છે. સુખી જીવન જીવવા માટે, આપણી પાંચ ઇન્દ્રિયો યોગ્ય રીતે કાર્ય કરતી હોવી જરૂરી છે, જેમાંથી એક છે શ્રવણ. એડલ્ટ કોકલિયર ઇમ્પ્લાન્ટ તમને અવાજની ગુણવત્તા અને સ્વસ્થ જીવન આપે છે, જે રોજિંદી વાતચીત મહત્વપૂર્ણ છે.”
#bharatmirror #bharatmirror21 #news #cochlearimplant #ahmedabad