સમગ્ર ગુજરાતમાં 1000 સ્ટોર્સ સુપ્રીમ સુપર ફૂડ્સ થશે ઉપલબ્ધ
નીતા લીંબાચીયા
26 નવેમ્બર, 2022:
સમગ્ર ભારતમાં એક મહત્વાકાંક્ષી વિસ્તરણ યોજનાના ભાગરૂપે સુપ્રીમ ફાર્માસ્યુટિકલ્સ મૈસુર પ્રા. લિ.એ આજે અમદાવાદમાં સુપ્રીમ સુપરફૂડ્સ હેલ્ધી સુપરફૂડ્સ બ્રાન્ડ લોન્ચની જાહેરાત કરી છે. સુપ્રીમ સુપરફૂડ્સના ચીફ બિઝનેસ ઓફિસર શ્રી વાયબી વિજય કુમાર અને બ્રાન્ડ માર્કેટિંગના હેડ શ્રી હારૂન બદુશાની ઉપસ્થિતિમાં અમદાવાદની બ્રાન્ડે ધી સિનેરિયા હોટેલ ખાતે નોર્માલાઇફ અને નોર્માહેલ્થ અંતર્ગત 30 થી વધુ પ્રોડક્ટને લોન્ચ કરવામાં આવી હતી.
અમદાવાદમાં તમામ અગ્રણી રિટેલ આઉટલેટ્સ, એક્સક્લુઝિવ બ્રાન્ડ આઉટલેટ્સ અને સુપ્રિમ સુપર ફૂડ નેબરહુડ સ્ટોર્સમાં ઉપલબ્ધ હશે, જે FMCG,ફાર્મા, હોરેકા, સંસ્થાઓ અને ઇ-કોમર્સને બે પ્રોડક્ટ વર્ટિકલ્સ, નોર્માલાઇફ અને નોર્માહેલ્થ સાથે સેવા આપે છે. સુપ્રીમ સુપર ફૂડ્સ ચાલુ નાણાકીય વર્ષના અંત સુધીમાં તેની પ્રોડક્ટ રેન્જને 100થી વધુ સુધી વિસ્તારવાનું લક્ષ્ય ધરાવે છે. નવેમ્બર 2021માં બેંગલુરુમાં લોન્ચ કરવામાં આવી ત્યારથી આ બ્રાન્ડે જબરદસ્ત વૃદ્ધિ જોઈ છે. જે પસંદગીના GTસ્ટોર્સ, નેશનલ મોર્ડન ટ્રેડ આઉટલેટ્સ, રિજનલ મોડર્ન ટ્રેડ આઉટલેટ્સ, ફાર્મા મોડર્ન ટ્રેડ આઉટલેટ્સ અને ઈ-કોમર્સમાં તેની અગ્રણી હાજરી પરથી સ્પષ્ટ થાય છે.
લોન્ચ પ્રસંગે શ્રી વાયબી વિજય કુમારે કહ્યું કે, સુપ્રીમ સુપરફૂડ્સે ન્યુટ્રાસ્યુટિકલ્સ B2B ઉદ્યોગમાં 35 વર્ષ સેવા આપ્યા બાદ હવે અમે ગ્રાહકોને વધુ સુપ્રીમ સુપરફૂડ્સ આપવાની દિશામાં આગળ વધી રહ્યા છીએ. સુપ્રિમ ફાર્મા ગ્રાહકોને સુપરફૂડ્સ હેલ્ધી સુપરફૂડ્સ આપવા માટે સુપરફૂડ માર્કેટમાં પ્રવેશ કરી રહી છે. કંપનીએ ખાદ્ય વિજ્ઞાનમાં અનેક વ્યાપક સંશોધન કર્યા છે. આ પ્રક્રિયામાં તેનો ઉદ્દેશ્ય એવા સમુદાયનું નિર્માણ કરવાનો છે જે આરોગ્ય અને સુખ સાથે શારીરિક અને માનસિક સુખાકારીમાં પરિવર્તન લાવવામાં મદદ કરી શકે. અમે આગામી વર્ષ સુધીમાં ગુજરાત રાજ્યના 1000 થી વધુ સ્ટોર્સમાં જનરલ ટ્રેડ ઓલ એફએમસીજી મોર્ડન ટ્રેડ અને તમામ ફાર્મા મોડર્ન ટ્રેડ આઉટલેટ્સમાં હાજર રહેવાની આશા રાખીએ છીએ. અમે જયપુર, કોલકાતા અને હૈદરાબાદમાં પણ પ્રવેશવાની ઈચ્છા રાખીએ છીએ, જ્યાં લોન્ચની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. અમારી પાસે માર્ચ 2023 પહેલા અમદાવાદમાં 3 લાખ ઘરોના સેમ્પલ લેવાનું આયોજન છે.
અમે ડિસેમ્બર 2022 પહેલા તમામ 4 મેટ્રો સિટીઝ અને 4 મિની મેટ્રો સિટીમાં અમારી બ્રાન્ડ લૉન્ચ કરીશું.
આ બ્રાન્ડે તાજેતરમાં મુંબઈ, પુણે, દિલ્હી NCR,ચેન્નાઈ અને ગોવામાં તેની હાજરીની જાહેરાત કરી છે જ્યાં તે માર્ચ 2023 સુધીમાં 10,000 થી વધુ આઉટલેટ્સમાં હાજર થવાનું લક્ષ્ય ધરાવે છે.
સુપ્રીમ ફાર્માસ્યુટિકલ્સ મૈસુર પ્રા. લિ.એ B2B બિઝનેસમાં ગયા નાણાકીય વર્ષમાં રૂ.77 કરોડનું ટર્નઓવર હાંસલ કર્યું. છેલ્લા 5 વર્ષમાં CAGR 20% થી વધુ છે. આ નાણાકીય વર્ષમાં 90-100 કરોડ રહેવાની આશા છે. સુપ્રીમ ફાર્માસ્યુટિકલ્સના સંયુક્ત ટર્નઓવર સુધી પહોંચવા માટે અને 30% થી વધુનો CAGR હાંસલ કરવા માટે આગામી 5 વર્ષમાં 25 કરોડ 250 કરોડના રોકણ કરશે. સુપ્રીમ સુપર ફૂડ્સ સ્વસ્થ જીવન માટેનો દર વધારવાના મિશન પર છે. તેના માટે સ્માર્ટ અને સુપરફૂડ્સ વિકસાવ્યું છે અને વધુ સંશોધન કરી રહ્યું છે.
સુપ્રિમ સુપર ફૂડ્સ વિશે
કંપનીનો ઉદ્દેશ્ય એવા પ્રોડક્ટ ડેવલોપ કરવાનો છે કે જેમાં ગ્રાહકોને સ્વસ્થ જીવનશૈલીનું સંચાલન કરવામાં સક્ષમ બનાવવાની શક્તિ હોય. કંપની પાસે પ્રોડક્ટના ઉત્પાદનનો 3 દાયકાથી વધુનો અનુભવ છે. તે વિશ્વના 35 થી વધુ દેશોમાં નિકાસ કરે છે. કંપની ભારતની તમામ મોટી ફૂડ અને ફાર્મા કંપનીઓને પણ સપ્લાય કરે છે. બ્રાન્ડ હાલમાં બેંગ્લોર, દિલ્હી NCR, ચેન્નાઈ, ગોવા, મુંબઈ અને પૂણેમાં તેની હાજરી ધરાવે છે અને તમામ અગ્રણી ઈ-કોમર્સ માર્કેટપ્લેસમાં મજબૂત હાજરી ધરાવે છે.
સુપ્રીમ ફાર્માસ્યુટિકલ્સ વિશે:
સુપ્રીમ ફાર્માસ્યુટિકલ્સ એ 3 દાયકા જૂની સંસ્થા છે જે સ્થિર વિટામિન્સ, હર્બલ અર્ક અને ફોર્મ્યુલેશન, ફૂડ સપ્લિમેન્ટ્સ અને API ના ક્ષેત્રોમાં સતત નવીનતા કરે છે. તેનું ધ્યેય વૈશ્વિક સ્તરે સુપ્રિમ પ્રોડક્ટની ઉપલબ્ધતાને સુનિશ્ચિત કરવાનું છે, જેનાથી સ્વાસ્થ્ય અને જીવનની ગુણવત્તામાં સુધારો થઇ શકે. કંપનીની સ્થાપના શ્રી એસ.એન. રાવ દ્વારા હેરિટેજ સિટી મૈસુર, કર્ણાટકમાં કરવામાં આવી હતી, જે નીતિશાસ્ત્ર, ગુણવત્તા, નવીનતા અને અખંડિતતાના મુખ્ય મૂલ્યો પર આધારિત છે.
#bharatmirror #bharatmirror21 #news #supremepharmaceuticalsmysore #ahmedabad