નિર્મિત કક્કડ, મોરબી
16 નવેમ્બર, 2022:
ગુજરાત વિધાનસભા ની ચુંટણી નુ રણશિંગુ ફુંકાઈ ગયુ છે ત્યારે દરરોજ વિવિધ રાજકીય ઉથલ-પાથલ જોવા મળી રહી છે. મોરબી-માળીયા ૬૫ વિધાનસભા ના ભારતિય જનતા પાર્ટી ના ઉમેદવાર કાંતિલાલ અમૃતિયા ને પ્રચંડ જનસમર્થન મળી રહ્યુ છે.
ભારતિય જનતા પાર્ટી ચુંટણી મધ્યસ્થ કાર્યાલય ના ઉદઘાટન પ્રસંગે મોરબી લોહાણા સમાજ ના પ્રમુખ સહીત નાં અગ્રણીઓએ કેસરીયો ધારણ કર્યો હતો. મોરબી લોહાણા સમાજ ના પ્રમુખ તથા મોરબી નાં રાજકીય અગ્રણીશ્રી ગીરીશભાઈ ઘેલાણી, શહેર કોંગ્રેસ ના ઉપપ્રમુખ તેમજ મોરબી નગરપાલીકા ના પૂર્વ ચેરમેન ભાવીનભાઈ ઘેલાણી, સામાજીક અગ્રણી નિર્મિતભાઈ કક્કડ સહીતના લોહાણા સમાજ ના અગ્રણીઓએ પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી ના હસ્તે કેસરીયો ધારણ કરતા મોરબી ના રાજકારણ માં હડકંપ મચી જવા પામ્યો છે. લોહાણા સમાજ ના અગ્રણીઓએ પ્રવર્તમાન વિધાનસભા ની ચુંટણી માં મોરબી-માળીયા વિધાનસભા ના ભાજપ ના ઉમેદવાર કાંતિભાઈ અમૃતિયા , વાંકાનેર-કુવાડવા બેઠક ના ઉમેદવાર જીતુભાઈ સોમાણી તથા ટંકારા-પડધરી બેઠક ના ઉમેદવાર દુર્લભજીભાઈ દેથરીયાને જંગી બહુમતી થી વિજયી બનાવવા આહવાન કર્યુ હતુ.
આ તકે મોરબી શહેર ભાજપ પ્રમુખ લાખાભાઈ જારીયા, રાજકોટ ના સાંસદ મોહનભાઈ કુંડારીયા, મોરબી-માળીયા ૬૫ વિધાનસભા ના ઉમેદવાર કાંતિલાલ અમૃતિયા, જીલ્લા પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા,રીષીપભાઈ કૈલા, ભાવેશભાઈ કંઝારીયા સહીત ના ભાજપ ના અગ્રણીઓ તથા વાંકાનેર-કુવાડવા બેઠક ના ભાજપ ના ઉમેદવાર જીતુભાઈ સોમાણી, વિનુભાઈ કટારીયા તેમજ મોરબી લોહાણા સમાજ ના ભાજપ અગ્રણીઓ ઉપસ્થિત રહી દરેક ને માનભેર આવકાર્યા હતા.
#bharatmirror #bharatmirror21 #news #morbi #bjpmorbi #ahmedabad